Abtak Media Google News

આજી ડેમ પોલીસે ઝૂંપડપટ્ટીમાં ૨૦૦૦ પરપ્રાંતીય શ્રમજીવીને જમાડયા: જિલ્લા પંચાયત ચોકમાં મધ્યપ્રદેશના વતનીઓને ક્રાઇમ બ્રાન્ચે જમાડી વતન મોકલ્યા

ગોંડલ ચોકડી પાસે મજુરોને વતનમાં પહોંચતા કરવા ટ્રાફિક બ્રાન્ચે ટ્રકની કરી વ્યવસથા

ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝનના ઘરે ટિફિન પહોચાડી ઠાર્યો જઠરાગ્ની: પક્ષીઓને ચણ નાખી દાખવી જીવદયા

યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલ ખોલાવી રાશનની હોમ ડીલીવરી કરાવી

કોરોના ચેપી વાયરસને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસ માટે કરાયેલા લોક ડાઉનના કારણે કેટલાય શ્રમજીવીઓ માટે કપરી પરિસ્થિતી સર્જાય હતી. લોક ડાઉનની નેગેટીવ સાઇડ ઇફેકટ ન પડે તે માટે પોલીસ દ્વારા માનવતા દાખવી જરૂરીયાત મંદ શ્રમજીવીઓની વ્હારે આવતા લોકો માટે કડકાઇની છાપ ધરાવતા પોલીસે પ્રેમથી જમાડવાની કોમળતા દાખવતી પોલીસને લોકોએ જોઇ હતી.

Whatsapp Image 2020 03 26 At 12.52.38 Pm

પોલીસ હમેશા ગુનેગારોને પકડવાની જ કામગીરી હોય છે તેવું સામાન્ય વ્યક્તિઓ જાણતી હોય છે પરંતુ દેશ માટે સંકટ અને કપરી પરિસ્થિતીમાં પોલીસ જ સમાજ માટે ઉપયોગી બને છે. પોતાના પરિવારની પરવા કર્યા વગર સમાજની સલામતી માટે ખડે પગે રહેતી પોલીસે કોરોના વાયરસના કારણે થયેલા લોક ડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદારણ પુરૂ પાડયું છે.

Img 0601

આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે ગતરાતે કોઠારિયા સોલવન્ટ પાસે રોકડીયા ડેકોરેશન સામેની ઝુંપડપટ્ટીમાં રહેતા આશરે ૨૦૦૦ જેટલા શ્રમજીવીઓ ભુખ્યા હોવાનું ધ્યાને આવતા તમામને જમાડવાની વ્યવસથા કરાવી આજી ડેમ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઝૂંપડપટ્ટીમાં જઇ પ્રેમથી જમાડી પરપ્રાંતિય શ્રમજીવીઓની જઠરાગ્ની ઠારી માનવતા દાખવી હતી. મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીના રહીશોને દરરોજ જમાવડા માટે મોટી રકમની જરૂરીયાત હોવાથી પોલીસે જ દાતાઓનો સંપર્ક કરી ભંડોળ એકઠું કરી શ્રમજીવીઓ માટે રસોઇ બનાવવાની પણ વ્યવસથા કરાવી દીધી હતી.

Img 20200326 Wa0029

શહેરના અનેક વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝનો લોક ડાઉનના કારણે બહાર જઇ ન શકતા ભુખ્યા હોવાથી તેઓના ઘરે જઇ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એસ.વી.સાખરાની ટીમ દ્વારા ઘરે ઘરે જઇ ટિફિન પહોચતા કરવાની વ્યવસથા ગોઠવી હતી. જ્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે માનવ સેવાની સાથે પક્ષીઓની ચિંતા કરી પક્ષીઓ ભુખ્યા ન રહે તે માટે પક્ષીઓને ચણ માટે પોલીસ સ્ટાફને કરેલી સુચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પક્ષીઓને ચણ નાખવામાં આવી હતી. બપોરે મધ્યપ્રદેશનો પરિવાર પોતાના વતન જવા માટે અહી તહી ફરી રહ્યાનું ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આપવતા પી.આઇ. એચ.એમ.ગઢવી સહિતના સ્ટાફે જિલ્લા પંચાયત ચોક ખાતે તમામને જમાડી તેમના વતન જવા માટે પોલીસનું વાહન આપી રવાના કર્યા હતા.

Img 20200326 Wa0016

લોક ડાઉનના કારણે કરિયાણાની દુકાને ભીડ થતી હોવાથી યુનિર્વસિટી પોલીસે કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખોલાવી કરિયાણાની જરૂરીયાતવાળાઓને હોમ ડીલીવરી કરાવવાની વ્યવસથા કરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.