Abtak Media Google News

તહેવારોની મોસમ શરૂ થતા ઔદ્યોગિક વીજ માંગમાં વધારો

સમગ્ર દેશમાં ઓગસ્ટ મહિનામાં વીર વપરાશ ૧૬ ટકા વધી 15100 કરોડ યુનિટને પાર પહોંચ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વાતાવરણમાં બદલાવ થતા એસી સહિતના ઉપકરણનો વધુને વધુ ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવ્યો હોવાના કારણે વીજ વપરાશમાં વધારો નોંધાયો છે ઓગસ્ટ 2021 ની સરખામણીમાં હાલ ઉર્જાનો ઉપયોગ 130.39 બિલિયન યુનિટ પહોંચ્યો હતો જે વર્ષ 2021 માં 127.88 બિલિયન યુનિટ જોવા મળ્યો હતો.

વીજ વપરાશની માંગ વધતા જ ઓગસ્ટ 2023 માં પ્રતિ દિવસ 236 ગીગા વોટ ઉર્જા નું વિતરણ કરવામાં આવ્યું હતું જે વર્ષ 2022 માં પ્રતિ દિવસ 195.22 ગીગા વોટ હતું જ્યારે વર્ષ 2021 માં 196.27 ગીગા વોટ રહ્યું હતું. ઉર્જા મંત્રાલય દ્વારા ઉનાળાની ઋતુમાં ઊર્જાની માંગ 239 વીઘા વોટ પહોંચે ત્યાં અંગે લક્ષ્યાંક પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો પરંતુ કમોસમી વરસાદના કારણે જે પ્રોજેક્ટ નિર્ધારિત કર્યો હતો તે સુધી પહોંચાયું નહતું. ઉદ્યોગો સાથે જોડાયેલા તજજ્ઞોનું માનવું છે કે માર્ચ થી જુન સુધીમાં વીજ માંગને અસર પહોંચી હતી કારણ કે આ સમયગાળા દરમિયાન વરસાદની સ્થિતિ જોવા મળી હતી.

મહિનામાં વીજ વપરાશ વધવાનું ચ કારણ કે ઓગસ્ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે અને ઔદ્યોગિક ઉત્પાદન દિનપ્રતિદિન વધતું રહે છે જે માટે ઊર્જાની તાતી જરૂરિયાત હોવાના કારણે ઉર્જા ક્ષેત્રે માંગ વધી છે. નારા મહિનાઓમાં ઉર્જા ઉત્પાદન અને માંગ સ્થિર થશે તેવી પણ શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.