Abtak Media Google News

સતત વિકસીત શહેરમાં પ્રાથમિક સુવિધામાં તંત્રની  ઉદાસીનતા

રાજુલા શહેરમાં સુવિધા અને વિકાસના નામે શૂન્ય… રાજુલા તાલુકામાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે તેમજ રાજુલા શહેરનો વેપાર ધંધો પણ ખૂબ સારો ચાલે છે આ ઉદ્યોગોના કર્મચારીઓ મજૂરો કાયમી માટે રાજુલા શહેરમાં ખરીદી માટે આવતા હોય છે રાજુલા તાલુકો અમરેલી જિલ્લામાં મોટામાં મોટો હશે પણ રાજુલા શહેર જિલ્લામાં સુવિધા અને વિકાસ માટે શૂન્ય જેવું લાગે છે રાજુલા શહેરમાં ઘણા વર્ષોથી સિનિયર સિટીઝન હોય કે નાના બાળકો હોય કે મહેમાન આવ્યા હોય અને તેને બે કલાક ભરવા ફરવા લઈ જવા હોય ક્યાંક બેસવું હોય તો તેને માટે શહેરમાં એક પણ બગીચો નથી કહેવાય છે કે રાજુલા શહેર અને તાલુકો ખૂબ વિકાસ પામ્યો છે પણ નજરે જોઈ શકાય છે કે રાજુલા શહેરમાં સુવિધા ના નામે કાંઈ છે જ નહીં રાજુલા શહેરમાં વર્ષો પહેલા ઘણા નદીને કાંઠે એક સરસ મજાનો જવાહરબાગ નામનો બગીચો હતો તે બગીચો અત્યારે નામ નિશાન રહેવું નથી તેમનો કમ્પાઉન્ડ હોલ જાળવાઓ કે ત્યાં એક મકાન હતું તેનું પણ એક પથ્થર પણ રહેવા નથી ખુલ્લી જગ્યામાં અત્યારે અનેક લોકોએ દબાણ કર્યા જોવા મળે છે તેમજ રાજુલા શહેરની મધ્યમાં અને સિવિલ હોસ્પિટલની બરાબર સામે રોડ ઉપર તુલસી બાગ નામનો નાનો એવો ત્રિકોણ બાગ જેવો બગીચો છે

તેમાં ઘણા વર્ષોથી કોઈ જાતનો વિકાસ થયો નથી તેમ જ અત્યારે ભંગાર હાલતમાં આ બગીચો પડ્યો છે આ બગીચો રાજુલા શહેરમાં વણિક સમાજના વેપારીઓએ બનાવી આપ્યો હતો પણ તેની જાળવણી માટે વર્ષોથી પછી કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય પાલિકામાં વહીવટદાર હોય તો પણ આ બગીચામાં વિકાસ માટે કોઈએ આજ સુધી રસ લીધો નથી હવે અત્યારે રાજુલા શહેર ભાજપના પ્રમુખ વનરાજ વરુએ આ બગીચા ને નવીનીકરણ કરવા માટે અથવા તો આ બગીચાની જગ્યામાં સારો એવો કોમ્યુનિટી હોલ બને તેવી માગણી કરતો પત્ર સરકારમાં અને ધારાસભ્યશ્રી ને લખ્યો છે પણ હવે આ બાબતે શું થશે તે જોવાનું રહ્યું આ ઉપરાંત રાજુલા થી એકદમ નજીક દાતરવડી ડેમ નંબર બે કેજે બાયપાસ  બાજુમાં નીકળ્યો છે અને બિલકુલ સામે સરકારી પડતર પુષ્કળ જમીન પડી છે

તેમાં જુઓ પાલિકાએ કરવું હોય તો આ જગ્યા ઉપર ડુંગરાઓ કાપીને લાઇટિંગ બાંકડાઓ અને ડેમમાં બોટિંગ કરવું હોય તો પણ સરસ મજાની જગ્યા વિકાસ થાય તેવું છે પણ કરે કોણ એ મોટો પ્રશ્ન છે આ જગ્યા ઉપર સરસ મજાનો પિકનિક પોઇન્ટ પણ થઈ શકે તેવું છે તે માટે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર એ કલેકટર મેરે રજૂઆત કરી હતી પણ એ ફાઈલ લગભગ બે વર્ષથી અધરાય એચડી ગઈ છે હવે એ ફાઈલ કોઈ ઉતારે અને ફરી આ પિકનિક પોઇન્ટ કરવા માટે પાલિકા સતાધાર શો ત્યારે તો નાના મોટા ઉદ્યોગો પાસેથી આ કામ કરાવી શકે પણ ઘરે કોણ એ પણ એક પ્રશ્ન છે

અત્યારે તો હાલમાં પાલિકામાં વહીવટદાર છે પણ હવે ટૂંક સમયમાં ચૂંટણી થશે ત્યારે ભાજપ કે કોંગ્રેસનું બોડી નગરપાલિકામાં આવે અને જો કાંઈ વિચારે તો આ બાબત વિચારવા જેવી છે તેમ લોક મૂખે ચર્ચા રહ્યું છે હવે લોકમુકે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજુલા શહેરની મધ્યમાં અને રોડ ઉપર ન્યાયાલય કોર્ટનું બિલ્ડીંગ છે અને તેની જગ્યા લગભગ પાંચ વીઘા જેટલી હશે હવે તે બિલ્ડીંગ શહેરથી એક કિલોમીટર દૂર નવો બની ગયું છે અને આ જગ્યામાં જુઓ પાલિકા સરકાર પાસેથી આ જગ્યા લઈ ને સારો બગીચો બનાવે તો થઈ શકે તેમ છે પણ આ કરે કોણ એ પણ એક પ્રશ્ન છે એ ઉપરાંત રાજુલા શહેરની મધ્યમાં કુંભનાથ રોડ ઉપર અને મારુતિ ધામની બાજુમાં સરસ મજાનું તળાવ આવેલું છે એ તળાવને બ્યુટીફિકેશન કરવામાં આવે તો તે પણ એક સુંદર અને રળિયામણો સ્થળ થઈ શકે તેમ છે તેમાં ચારે બાજુ લાઇટિંગ બાંકડા અને તળાવમાં બોટિંગ કરાવો હોય તો પણ થઈ શકે તેમ છે પણ આ રાજુલાના પ્રશ્નો કોઈ રાજકીય માણસોને ઉકેલવા માટે અને સુવિધા અને વ્યવસ્થા આપવા માટે કોઈને જાણે કે રસ જ ન હોય તેવું લોકમુખે ચર્ચા રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.