Abtak Media Google News

ખેતીક્ષેત્ર ને વધુ વિકસિત કરવા માટે  કેન્દ્ર સરકારનો રોડમેપ તૈયાર

ભારત ખેતીપ્રધાન દેશ છે ત્યારે ખેતી ક્ષેત્રે વધુ ક્રાંતિ સર્જવા માટે સરકાર દ્વારા અનેક વિકાસ લક્ષી કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે અને દેશનો ખેડૂત વધુને વધુ સમૃદ્ધ થાય તે દિશામાં સતત કાર્ય હાથ ધરાતાં હોય છે. આ તકે ફરી એક વખત સરકારે આગામી બજેટ પૂર્વે એ વાતની જાહેરાત કરી છે કે સરકાર ખેત ધિરાણ માટે રૂપિયા ૧૮ લાખ કરોડની ફાળવણી કરશે.

ગત બજેટમાં ૧૬.૫ લાખ  રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખેત ધિરાણ માં સરકાર દર વર્ષે બજેટમાં ઉમેરો કરતું હોય છે ત્યારે આગામી બજેટમાં સરકાર ખેત ધિરાણ પેટે 18 લાખ કરોડ રૂપિયા ખેતી ક્ષેત્રના વિકાસ પાછળ ખર્ચશે.

આ નાણાં ફાળવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતો પોતાનો વિકાસ કરી શકે અને ખેતીને સમૃદ્ધ બનાવી શકે માટે જે તેઓને લોન લેવી હોય તે સરળતાથી મેળવી શકશે.સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી છે તેનાથી નાના અને મધ્યમ ખેડૂતોને સૌથી વધુ ફાયદો પહોંચશે સાથોસાથ તેઓને બેન્કો પાસેથી ધિરાણ મેળવવામાં પણ સરળતા રહેશે

એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં ભારતે 5600 કરોડના ઘઉંની નિકાસ કરી

ભારત દેશ ખેતીક્ષેત્ર ને વધુ વિકસિત કરવા માટે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે તેનાથી ફાયદો અનેરો મળી રહ્યો છે. પરિણામે ગત વર્ષની સરખામણીમાં ભારતે 5600 કરોડના ઘઉંની નિકાસ કરી છે. જે ભારત માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થયું છે એટલું જ નહીં ગત વર્ષે 135 મિલિયન ડોલર નિકાસ કરવામાં આવી હતી જેમાં 546 ટકાનો વધારો થતા આ નિકાસ 872 મિલિયન ડોલરએ પહોંચી છે.

ભારતની વિશ્વસનીયતાને ધ્યાને લઇ ભારત અન્ય દેશોની સરખામણીમાં નિકાસ કરવામાં ખૂબ આગળ રહેલું છે પરંતુ નેપાલ, અરબ, શ્રીલંકા ,કતાર જેવા 10 દેશો કે જે વિશ્વમાં ઘઉંની નિકાસ કરે છે તેમાં હજુ પણ ભારતને સ્થાન મળ્યું નથી. ત્યારે આગામી સમયમાં પણ ભારત અગાઉના વિકાસમાં અગ્રેસર રહે તે દિશામાં સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.