Abtak Media Google News

પ્રભારી સચિવ અનુરાધા મલ્લ અને મુખ્યમંત્રીના સચિવ અશ્વીનીકુમારે જીલ્લાના કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે ૧પમી ઓગષ્ટના સ્વાતંત્ય પર્વની ગૌરવભેર ઉજવણી થશે. આ ઉજવણી દરમ્યાન જીલ્લાના અનેક ગામોમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુતના અસંખ્ય વિકાસ કામો હાથ ધરાશે અને પ્રજાની સુવિધામાં વધારો થશે.

સ્વાતંત્ર્ય પવની ઉજવણી ગૌરવભેર થાય અને પ્રજાજનો ઉત્સાહભેર આ પર્વમાં જોડાય તે હેતુથી જીલ્લાના પ્રભારી સચિવ શ્રીમતિ અનુરાધા મલ્લ તેમજ મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વીનીકુમારે આજે જીલ્લા કલેકટર  કે. રાજેશ સહીત જીલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને લોકકલ્યાણના કામોમાં કાર્યકમોને આખરી ઓપ આપ્યો હતો.

પ્રભારી સચિવ અનુરાધા મલ્લે જણાવ્યું હતું કે આ સ્વાતંત્ય  પર્વની ઉજવણી લોકોના વિકાસ કામોના પર્વની ઉજવણી થાય તે રીતે ૬ દિવસ અગાઉથી વિવિધ કાર્યકમો યોજાશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારે કાર્યકમો અંગે માર્ગદર્શન પુરુ પડતા જણાવ્યું હતું કે સ્વાતંત્ય પર્વના દિવસની ઉજવણીમાં ગ્રામજનો પણ જોડાય તે માટે ગ્રામ્ય કક્ષાએ પણ વિકાસ કાર્યો અને ખાતમુહુત તથા લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. ગ્રામજનોમાં પણ આ પર્વનો આનંદ અને ઉત્સાહ જળવાઇ રહે તે માટેનું પર્વ બની રહે તે ઇચ્છનીય છે.

કલેકટર કે. રાજેશે આ બેઠકમાં જણાવ્યું હતું કે આ પર્વની ઉજવણી દરમ્યાન યુવા સંમેલન, મહિલા સંમેલન, મા વાત્સલ્ય કાર્ડનું વિતરણ  સાયકલ રેલી, પ્રભાતફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો દેશ ભકિતના ગીતોની સ્પર્ધા વગેરેનું આયોજન થશે.

આ બેઠકમા જીલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ, સંસદસભ્ય દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સુ.નગર દરુધેજ નગરપાલીકાના પ્રમુખ વીપીનભાઇ ટોલીયા, પૂર્વ ધારાસભ્ય કીરીટસિંહ રાણા, વર્ષાબેન દોશી સહીત જીલ્લાના અધિકારીઓ અને પદાધિકારી ઉ૫સ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.