Abtak Media Google News

જળસંચયથી જળશકિતને પોંખી ભાવી પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવા જનશકિતનો નિર્ધાર: સખીયા-મેતા-ઢોલ

ગુજરાત રાજયના સ્થાપના દિનથી ગુજરાતભરમાં ૩૧મે સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની શ‚આત કરવામાં આવીછે ત્યારે રાજકોટ જીલ્લામાં ૨૩ મોટા તળાવો અને ૨૪૬ નાના તળાવો અને ચેકડેમ સહિત ૨૬૯ તળાવો ચેકડેમોને ઉંડા ઉતારવા અને નહેરોને સફાઈ કરવાની કામગીરી તેજ ગતિથી કરવામાં આવી રહી છે.

જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની આગેવાની હેઠળ જીલ્લાભરના તાલુકા ગામોમાં જળસંચય અભિયાન જીલ્લાની સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ગ્રામીણ સંગઠનોએ સામુહિક પુરુષાર્થ દ્વારા સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.

આ અંગે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, જળસંચયએ વિરાટ પુરુષાર્થ યજ્ઞ છે. સ્વયંભુ આ અભિયાનમાં સમીધાસમ સૌ જોડાયા છે. જીલ્લાને જળસંચયના શુભ આશયથી ૨૬૬ જેમાં ૨૭ મોટા તળાવો અને ૨૩૯ નાના તળાવો અને ચેકડેમો જળસ્ત્રોતોને ઉંડા કરવા અને શુદ્ધિ માટે આવ્યા હતા પરંતુ જીલ્લા ભાજપ ટીમ દ્વારા આ અભિયાનને એક જન અભિયાન બનાવી દીધેલ સ્વયંભુ જીલ્લાભરના તાલુકાના ગામોની મંડળીઓ નાની-મોટીસંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પોતાના માથે કામગીરી ઉપાડી લીધેલ અને આજે ૧ મેથી ૧૭મે સુધીના તેજ ગતિએ ૨૩ મોટા તળાવો અને ૨૪૬ નાના તળાવો અને ચેકડેમો આમ ૨૬૯ તળાવો ડેમોમાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

૨૬૬ સામે ૨૬૯ તળાવોમાં પુરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૬ મોટા તળાવો અને ૭૩ નાના તળાવો ચેકડેમના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. આ સંપૂર્ણ કામોમાં ૨૯૧ જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવેલ છે. ૨૪૦૪ ટ્રેકટરો કામે લગાડવામાં આવેલ છે.સમગ્ર જીલ્લાભરમાં આ કાર્યને સામુહિક પુરુષાર્થ, સાર્વત્રિક કલ્યાણ અને સેવા, સદભાવ અને યથાશકિતને પોખી ભાવી પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાના આશયથી જીલ્લા સહકારી બેંક, જીલ્લાભરના માર્કેટીંગ યાર્ડો, રા.લો.સંઘ, ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.જેતપુર, ઈન્ડસ્ટ્રીયલ એસો., શાપર-વેરાવળ, ઈન્ડસ્ટ્રીયલ એસો-મેટોડા અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ સહયોગ કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.