Abtak Media Google News

પરિવાર રાત્રે ધાબા પર સુતો રહ્યો અને રૂ. ૮ હજારની રોકડ ચોરાઇ ગઇ

સુરેન્દ્રનગરના ડેમ રોડ પર રહેતો પરિવાર રાત્રે ધાબા પર સુતો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ આઠ હજારની રોકડ તો ઠીક પણ સાથે તેલનો ડબ્બો પણ ચોરી કરી લીધો હતો.

Advertisement

ગોપાલ ભાઇ મહાદેવ ભાઇ પ્રજાપતિ રહે ડેમ રોડ ધીરુભાઈ ની વાડી પાસે સુરેન્દ્રનગર ગઈ કાલે રાત્રે તેમનો પરિવાર ધાબા ઉપર સુવા ગયા અને તસ્કરો તેમના ઘરમાં ત્રાટકી ને આઠ હજાર રૂપિયા રોકડા અને તેલનો ડબ્બો ચોરી ગયા હતા આ ગોપાલ ભાઇ ભજીયા અને પુરી શાક ની લારી આબેંડકર ચોક માં રાખે છે ગોપાલ ભાઇ એ પાઇ પાઇ પૈસો ભેગો કરીને ગલ્લા માં રાખીયો હતો  થોડી મોટી રકમ ભેગી થાય પછી એમને કાઇક એમના સ્વપ્ન સાકાર કરવા હશે એ પેલા તો આવા ગરીબ ની કમાણી નરાઘમો ચોરી ગયા  આ અગાઉ પણ એક થી દોઢ વર્ષ પહેલાં પણ તેમને ત્યાં ચોરી થઇ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.