Abtak Media Google News

અબતક,રાજકોટ

Advertisement

ઈચ્છા મુક્તિની શ્રેષ્ઠ તપ સાધના કરીને સંસાર પરિભ્રમણથી મુક્તિ પામી લેવાના જૈન દર્શનના સારભૂત બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મશરાજ સાહેબના સાંનિધ્યે ઉજવાઈ રહેલાં ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો આજનો દિવસ હજારો – લાખો હૃદયને આત્મમુક્તિ અને આત્મકલ્યાણના માર્ગની દિશા ચિધી ગયો હતો .

– પરમ ગુરુદેવની પારગામી દ્રષ્ટિની પરિકલ્પનાથ સર્જિત અને હજારો હૃદયમાંથી હર્ષનાદ પ્રગટાવી દેતાં પ્રભુના દૂત સમા અનોખા પાત્ર સિધ્યમ દ્વારા આપવામાં આવેલી દોષ – પાપથી બચવાની પાવન પ્રેરણા સાથે જ આ અવસરે બોધ ફરમાવતાં પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે , આપણા સહુના પરમ પુણ્યોદયે જિનશાસનની પ્રાપ્તિ થઈ છે . પરંતુ આત્મ જાગૃતિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જ આ પ્રાપ્તિ સાર્થક બને છે જિનશાસન કે ધર્મ મળે છે પુષ્યના ચોગથી પરંતુ સાર્થક બને છે સ્વયંની પ્રજ્ઞા અને પુરૂ ષાર્થથી.ધર્મની પ્રાપ્તિ કરી ધર્મ કરવા માત્રથી નથી થતી પરંતુ અન્યને ધર્મમાં સહાયક બનવાથી , ધર્મની અનુમોદના કરવાથી , અને ધર્મની પ્રભાવના કરવાથી થતી હોય છે પણુ એ કહ્યું છે .

પ્રેરણાત્મક દ્રષ્ટાંત, shadowshows, સુંદર સ્કેચ  સાથે મનમાનીતા પદાર્થોના દાનની અર્પણતાથી ઉજવાયેલો આ અવસર ઘટ ઘટને સ્પંદિત કરી ગયો

અનંત સંસારનું કારણ તે મનની ઇચ્છા હોય છે . સંસારના કોઈ પણ દુ:ખનું કારણ તે ઈચ્છા હોય છે અને એવી ઈચ્છાથી મુક્ત બની જવું , ઈચ્છાનો નિરોધ કરી લેવો તેની તપશ્ચર્યાની સાધના કંહેવાય છે . હિંસા , અસત્ય , ચોરી , અબ્રહ્મ અને પરિગ્રહ જેવા દેખાતાં અવગુણોને હજી પણ આ જગત પાપ સ્વરૂપે માને છે પરંતુ પરમાત્મા કહે છે તારી વિચારધારા , તારા દ્રષ્ટિકોણને પરિવર્તિત કરી દે કેમ કે સમગ્ર જૈન દર્શનનો સાર તે ઈચ્છાના પાપથી મુકત બનવાનો છે . દરેક તપમાં ઈચ્છા નિરોધનો તપ તે સર્વશ્રેષ્ઠ તપ હોય છે કેમ કે ઇચ્છા તે આપણા અંદરની સુખ – બુદ્ધિનું પરિણામ હોય છે અને એવી ઇચ્છા જીવને હંમેશા અવગુણોને દિશા તરફ દોરી જતી હોય છે . દરેક ઈચ્છા તે અવગુણની જનની હોય છે અને જેની ઇચ્છા છૂટી જાય છે તેનો સમગ્ર સંસાર છૂટી જતો હોય છે.

ભવ – ભવાંતરનું કલ્યાણ કરાવી દેનારી પરમ ગુરુદેવની આ મધુર વાણી સાથે જ આ અવસરે જૈન દર્શનની ઐતિહાસિક ઘટનાઓ અને અવિસ્મરણીય પ્રેરક પાત્રોનું પરિચય કરાવતાં પ્રેરણાત્મક દ્રશ્યાકંન, shadowshows  અને આર્ટિસ્ટિક તસયભિંવ ની પ્રસ્તુતિ સહુને ચિંતનમાં ગરકાવ કરી ગઈ હતી.

એ સાથે જ આજના દિવસે મનમાનીતી મનગમતી વસ્તુઓના દાનની પરમ ગુરુદેવની પ્રેરણાનો પ્રતિસાદ આપતાં અનેક જરૂરિયાતમંદ ગરીબ લોકોને અનેક પ્રકારના પદાર્થોનું દાન અર્પણ કરવામાં આવતાં સર્વત્ર આનંદ છવાયો હતો.

વિશેષમાં , પરમ ગુરુદેવની પાવન પ્રેરણા પામીને દેશ – વિદેશના અનેક ભાવિકો દ્વારા થઈ રહેલી ૫૧ ઉપવાસ , સિધ્ધિતપ , ધર્મચક તપ , રંત્નરાશિ તપ , માસક્ષમણ તપ , અઠ્ઠાઈ , નવાઈ , અગિયાર , સોળ , એકવીસ અને પચીસ ઉપવાસ આદિ અનેક પ્રકારની ઉગ્ર તપશ્વર્યાની અનુમોદના કરતાં તપસ્વી સાંજીના ગુંજતા સૂરોમાં સહુ ભક્તિભાવે જોડાઈ ગયો હતો.

અંતિમ પડાવ તરફ આગળ વધી રહેલા પર્વાધિરાજ પર્વના આજના દિવસના  બોધ સાથે આવતીકાલ તા.૧૦ શુક્રવારના દિને પરમ ગૂરૂ દેવની વાણીનું  પિયુષપાન કરી આત્મહિત સાધવા આપણે સહુજાગૃત બની જઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.