Abtak Media Google News

તું મન મુકીને કર ભકિત, તને મળશે અપૂર્વ શકિત

અબતક, રાજકોટ

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ડુંગર દરબારમાં શ્રઘ્ધેય સદગુરુ પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની પ્રવચન ધારામાં ભકિતદિપ પ્રગટાવોએ વિષયે પૂ. ગુરુદેવે જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ એટલે ભકત ભગવાન અને ભકિતનો ત્રિવેણી સંગમ છે અને ભાવથી કરવામાં આવેલ ભકિતના પ્રત્યેક દિવસ સફળ જાય છે. ‘ભકત’ શબ્દની વ્યાખ્યા કરતા પૂ. ગુરુદેવે કહ્યું કે‘ભ’ એટલે ભગવાન, ‘ક’ એટલે કરવાની અને  ’ત‘ એટલે તક, ભગવાન હંમેશા ભકતોને ભકિત કરવાની એક તક આપે છે તેઓએ નરસિંહ મહેતા, મીરાબાઇ વગેરે ભકતોના જીવન ટાંકતા કહ્યું હતું કે આ ભકતોના જીવન જ ભકિત મય બની ગયા હતા. ભકતો વિશે વધુ પ્રકાશ પાડતા પૂ. ધીરજગુરુદેવે જણાવ્યું હતું કે, ભકિતમાં તલ્લીન ભકતોની વ્હારે ભગવાન હમેંશા આવ્યા જ છે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી અને ભકત નરસિંહ મહેતાને જયારે તેના જ પરિવારમાં થયેલ મૃત્યુના સમાચાર મળતા નરસિંહ મહેતાએ જરા પણ દુ:ખ વ્યકત ન કરતા બોલ્યા કે ‘ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ’ જયારે મીરાને આપેલું ઝેર પણ પ્રભુએ અમૃત કરી નાખ્યું હતું. આમ ભકિત દિપ પ્રગટાવવા ઉપર તેઓએ ભાર મૂકયો હતો.

ભકિતના પ્રકારો વિષે જણાવતા પૂ. ધીરજમુનિ મ.સા.એ જણાવ્યું હતું કે ભકિતના ત્રણ પ્રકાર છે

દુ:ખ પ્રેરિત ભકિત:-

દુ:ખ પ્રેરિત ભકિત અંગે પૂ. ગુરુદેવે કહ્યું હતું કે જીવનમાં માણસને જયારે જયારે દુ:ખ, વાંધા વચકા, મુશ્કેલી વગેરે આવે ત્યારે ભગવાન યાદ આવે છે.

માણસને સુખમાં ભગવાન યાદ આવતા નથી પરંતુ દુ:ખ આવે એટલે ભગવાન સાંભરે અને કહે કે હે ભગવાન મને આમાંથી ઉગારો મને આ તકલીફ છે.

પૂ. ગુરુદેવે મહાભારતનો પ્રસંગ ટાંકતા કહ્યુૅ હતું કે ભરી સભામાં દ્રોપદીના ચીરનું હરણ થયું ત્યારે દ્રોપદીએ ભગવાનનું સ્મરણ કરી અને કહ્યું હતું કે, હે વાસુદેવ મારા ઉપર દુ:ખ આવી પડયું છે મને ઉગારો આ જ છે દુ:ખ પ્રેરિત ભકિત

અર્થ પ્રેરિત ભકિત:-

અર્થપ્રેરિત ભકિતને વર્ણવતા પૂ. ગુરુદેવે કહ્યું હતું કે લોકો દાનપેટીમાં સવા રૂ પિયો નાખી અને સવા લાખની ઇચ્છા વ્યકત કરે છે માણસનું કોઇ કામ થતું ન હોય કયાંય મુંજાતો હોય તો પ્રભુને પ્રાર્થના કરે કે, હે પ્રભુ મારૂ  આ કામ કરી દેશો અથવા તો થઇ જશે તો હું તમને આ ધરાવીશ અથવા ચરણોમાં મૂકીશ તેમાં પણ ‘અથોપાર્જન’ મુખ્ય છે. કરોડોના કામની અપેક્ષા સામે ભગવાન માટે માત્ર હજાર કે હજારોનું કામ કરવા બંધાય છે. તેમજ પૈસા ખોવાઇ જાય, સોનુ ખોવાઇ જાય કે અતિ કિંમતી વસ્તુ કે કાગળો ખોવાય જાય ત્યારે બદલો આપવાની પ્રાર્થના ભકિતએ અર્થ પ્રેરિત ભકિત છે.

અરજ પ્રેરિક ભકિત:-

અરજ પ્રેરિક ભકિતમાં ભગવાનને અરજી પહોચાડવાની વાત છે જેમાં ભાવ ભરેલો છે જો કે, પૂ. ગુરુદેવે એમ પણ કહ્યું હતું કે દુ:ખ પ્રેરિત અર્થપ્રેરિત કે અરજ પ્રેરિત કોઇ પણ ભકિત હોય તેનું ફળ તો મળે જ છે.

અરજ પ્રેરિત ભકિતમાં માત્રને માત્ર ભગવાન ને અરજ કરવાની હોય છે. અને તેમાં માત્રને માત્ર સમર્પણ અને ભાવ હોય છે.

આત્માપ્રેરિત ભકિત:-

‘આત્મા સો પરમાત્મા’ આત્માપ્રેરિત  ભકિતથી આત્મા અને પરમાત્માનું મિલન થાય છે. જેમાં નરસિંહ મહેતા, ચંદનબાળા, અમરકુમારના દ્રષ્ટાતો ટાંકતા જણાવ્યું હતું કે ચંદનબાળાએ પ્રભુનું આત્મા સ્મરણ કર્યુૃ હતું જયારે અમરકુમારે પ્રભુનું સ્મરણ કરતા અગ્નિમાંથી ઉગરી ગયા હતા.

પૂ. ધીરજગુરુદેવે નવકાર મંત્ર વિશે કહ્યુઁ હતું કે ભાવથી માત્ર એક જ વાર નવકાર બોલાય તો પણ શરીરના સાડાં ત્રણ કરોડ રૂ વાળા નાચવા માંડશે.

નવકાર મંત્રના રિઘ્ધિ-સિઘ્ધિ, સમૃતિના પદ પાંચ જેના પાંત્રિસ અક્ષરો સાથે અંતરનો ભાવ ભેળવવામાં આવે તો બેડો પાર થઇ જાય, જીવનમાં થોડું પરંતુ ચોકકસ કરવુ: માત્ર એક સામયીક કરવાથી ચોવીસે કલાક શરીરમાં ઉર્જાનો સંચાર થતો રહે છે.

સંસારમાં રહીને ભકિત થઇ શકે?

Dsc 9282

સંસારમાં રહીને ભકિત થઇ શકે ? તે બાબતે કબીરનું ઉદાહરણ આપતા પૂ. ધીરજમુનિ મ.સા. એ જણાવ્યું હતું કે એક યુવાનને આ બાબતે સંશય થતા તે કબીર પાસે જઇ અને કહ્યું કે આપ સંસારમાં રહી ભકિત કેવી રીતે કરી શકો છો? ત્યારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કબીરે અવાજ કર્યો સાંભળ્યું  સામેથી જવાબ મળ્યો હા બોલો શું ? ત્યારે બપોરના સમયે ધોમ તડકામાં પત્નિને કહ્યું દીવો પ્રગટાવી લાવો ત્યારે પત્નિએ દિવો પ્રગટાવી લાવ્યા પરંતુ યુવાનને આ કંઇ ન સમજાણું જેથી તેણે કબીરને કહ્યું કે, મારા પ્રશ્ર્નનો જવાબ ન આપ્યો તમે ત્યારે કબીરે કહ્યું કે મેં દીવો મંગાવ્યો તે જ તમારો જવાબ છે મેં ખરા બપોરે મારા પત્નિ પાસે દિવો પ્રગટાવી મંગાવ્યો તે તુરંત લઇ આવ્યા પરંતુ  એક શબ્દ બોલ્યા નથી મેં કહ્યું ને તે લાવ્યા. આમ, પરિવારોમાં બધાના વિચારોનો સમન્વય હોય તો તે આપો આપ ભકિત બને છે.

જો કે માણસ કહે છે કે મારી પાસે સમય નથી અરે ભાઇ સમય તો ઘણો છે પણ વ્યવસ્થાનો અભાવ છે. જીવમાં ભકિત કરવી હોય તો સાવધાન બનવું જરુરી છે.

પૂ. ગુરૂ દેવએ જણાવ્યું હતું કે કયાંય પણ વ્યથા  નહી પરંતુ વ્યવસ્થા કરો. વ્યવસ્થા શકિત હોય તો વ્યથાની કથા, માંડવાથી જરુર નથી. ભકિતએ મનની શાંતિ, સ્થીરતા માટે છે.

 

Dsc 9292

તું મન મુકીને કર ભકિત તને મળશે  અપૂર્વ શકિત તારા ભાવમાં આવે જો ભકિત તને મળશે અપૂર્વ શકિત સ્તવન ગીત દ્વારા પૂ. ગુરુદેવે જણાવ્યું હતું કે ગૌતમની મહાવીર પ્રત્યેની અનન્ય ભકિત તેમજ રામ-હનુમાનનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું હતું કે, રામે હનુમાનજીને પુછયું કે તમે કોણ છો? ત્યારે હનુમાનજીને પુછયું કે તમે કોણ છો? ત્યારે હનુમાનજીએ ભગવાન રામને ખુબ જ સરસ જવાબ આપ્યો હતો કે, શરીરથી હું આપનો દાસ છું, જીવની દ્રષ્ટિએ આપનો અંશ છું અને આત્માથી આપણે એક છીએ. કારણ કે આત્મા સૌમાં એક છે.

પૂ. ગુરુદેવે એમ પણ જણાવ્યું હતું કે ચિંતા નહી પરંતુ ચિંતન કરો કારણ કે ચિંતા કરવાથી આતંઘ્યાનથી કર્મ બંધાય છે. અને જે કામ પાંચ દિવસનું હોય તેમા પચાસ દિવસ લાગી શકે. આપણને મળે છે તેનો આનંદ નથી તેની વ્યથા છે, માટે વ્યથા નહી વ્યવસ્થા કરો. અને ક્રોધ ન કરવો. જો ખરેખર ભગવાનની ભકિતમાં મન લગાવવું હોય તો ‘જોયા કરો, જતુ કરો’ તેમ જ જોવું અને જાણવું રાગદ્રેષથી વિચારો છે જેમાં સ્થાનકવાસી જૈનમાં જ ર૯ જેટલા સંપ્રદાયો છે મનની શાંતિ મેળવવા માત્ર પાંચ મિનિટ પ્રયોગ કરવો જરુરી ભકિત ક્ષેત્રમાં આત્મા પરમાત્માનું મિલન થાય છે.

પર્વાધિરાજ પર્યુષણ પ્રેરણા આપે છે અને ભકિતદિપ પ્રગટાવીએ બાકીતો સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઇને મોળતું નથી તેમ પણ પૂ. ધીરગુરુદેવે અંતમાં જણાવ્યું હતું.

 

જીવંત પ્રસારણ જોવા માટે…

‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. ૫૬૧

ડેન નંબર ૫૬૭

સેવન સ્ટાર (મુંબઇ) ૯૭

રીયલ જીટીપીએલ ૩૫૦

ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે

 

પૂ.ધીરગુરુદેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ

 

પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરુદેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારા

તા. ૪-૯-૨૦૨૧ થી

તા. ૧૧-૯-૨૦૨૧ દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી નિહાળી શકાશે.

 

 

અજાતશત્રુને નમો નમો: … સાંઇરામ દવે

Dsc 9308

પૂ. ધીરગુરુદેવ મહારાજ સાહેબની પ્રવચન ધારા પ્રસંગે ઉ૫સ્થિત પ્રસિઘ્ધ કલાકાર સાંઇરામ દવેએ શ્રાવકોને લોકસાહિત્યની માર્મિક વાતો સાથે પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું હતું કે આપણે તો કોરોનાની બીકે હમણાં માસ્ક પહેરતા શીખ્યા પરંતુ આ સંપ્રદાયે તો આજથી અઢી હજાર વર્ષ પહેલા સ્વીકાર્યુ છે.

તેઓએ નવકાર મંત્રના પહેલા ચરણ વિશે છણાવટ કરતા કહ્યું કે, આ મારા મતે વાત કરું છું, કે ‘નમો અરિહંતાણ  અરિ નામ દુશ્મન’ કે જેને કોઇ શત્રુ ન હોય ‘અજાગ શત્રુ’ ને નમો નમો… વધુમાં તેઓએ સત્ય જુઠ વિશે રજુઆત કરી હતી કે સત્ય જુઠ (ખોટુ) બન્ને ગંગામાં ન્હાવા પડયા. જુઠ ન્હાઇને પહેલા નીકળ્યું અને સત્યના કપડા પહેરી લીધા જયારે સત્ય બહાર નીકળ્યું પરંતુ કપડા કયા ગયા કપડા પહેરવા છે પરંતુ અસતયના (જુઠ) ના કપડા મારાથી ન પહેરાય.

તેવું માની અત્યાર સુધી સત્ય આમ જ ફરે છે અને જુઠ બધે પોખાય છે કારણ કે તેણ કપડા સત્યના પહેર્યા છે આમ જ્ઞાન સાથ ગમ્મત રુપ હાસ્ય રસ પીરસી શ્રાવકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

પૂ. ધીરગુરૂ દેવની નિશ્રામાં સાંઇરામ દવે અને જીતુભાઇ બેનાણીનું સન્માન

વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્રના ઉપક્રમે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં જાણીતા હાસ્ય સમ્રાટ સાંઇરામ દવે અને જાણીતા દાતા જીતુભાઇ બેનાણીને ‘જૈન શાસન ગૌરવ’ પદથી સન્માનિત કરાયા હતા. દીપાલી સાંઇરામ દવેનું સન્માન જયશ્રીબેન શાહે કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.