Abtak Media Google News

સરાઝા હોટેલ ખાતે ક્ધટેમ્પરરી એન્ડ એક્રેલિક આર્ટ એક્ઝિબિશનમાં 50થી વધુ કૃતિઓ  પ્રદર્શિત કરતા નંદિતા ચૌહાણ

સફળતા એક દિવસમાં નથી મળતી પણ જો દ્રઢ નિશ્ચય હોય તો “એકદિવસ” જરૂર મળે છે.દરેક કરે છે એજ કામ કરવું કદાચ સહેલું બને છે પણ પોતાની આવડત મુજબ દુનિયાથી અલગ કોઈક કામ કરવું અને પોતાના સપના પોતાના શોખ મુજબ આગળ વધવું એ કાર્યમાં મુશ્કેલીઓ ઘણી આવતી હોય છે. પણ કહેવાય છે ને કે પોતાના દિલ થી કરેલા કાર્યમાં વિચારવું નથી પડતું અને એમાં આપણે 100% આપી શકીએ. તેથી આપણે જે કોઈ પણ કાર્ય કરીએ એ દિલ થી કરવું જોઈએ. અત્યારના સમયમાં કોઈ પણ આવડત હોવી એ ભગવાનની ભેટ કહી શકાઈ.

એક આર્ટિસ્ટ પોતાનાજ વિચારોને પોતાના પેન્ટ બ્રશ દ્વારા પોતાના આર્ટ માં મઠારતા હોઇ છે. એક આર્ટિસ્ટ ની ઓળખ તેની કૃતિ હોઇ છે. તેના વિચારો તેની કૃતિ હોઇ છે . તેના માટે તેને કોઈ કોર્સકે તાલીમની જરૂર નથી રહેતી દિલ થી નીકળે છે અને પોતાના આર્ટ માં એ આવી જાય છે. કલા એ માનવ ની સર્જનાત્મકતા અને કાલ્પનિક પ્રતિભાવો ના પરિણામે સર્જાતું સર્જન છે. પોતાના રંગોને આ દુનિયા ના વિચારોથી અલગ એક દુનિયા બનાવે છે. પોતાના કૃતિ દ્વારા પોતાના ભાવાત્મક વિચારોને પ્રગટ કરે છે.

ત્યારે અબતક દ્વારા એક એવાજ આર્ટિસ્ટની મુલાકાત કરવામાં આવી હતી “નંદિતા ચૌહાણ” . જેવોને ખુબજ એક્રેલિક આર્ટનો શોખ છે. પોતાના શોખ થીજ આવા પેઇન્ટિંગ નું નિર્માણ કરે છે. તેના માટે તેમને કોઈ કોર્સ કે કોઈ તાલીમ લીધેલી નથી. તેમના કહ્યા મુજબ માત્ર આ એક પ્રેરણા છે અને તેમાંથી જ તેવો આવા પેન્ટસ નું નિર્માણ કરે છે. પોતાના એક્સિબિશન મમાં 50+ પોતાના આર્ટ રજૂ કર્યા હતા. રાજકોટ માં પ્રથમ વખત સોલો એકસિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે. ક્ધટેમ્પરરી એન્ડ એક્રેલિક આર્ટ ની અનોખી કૃતિઓ જોઈ લોકો મંત્ર મુગ્ધ થયા હતા.

મારા મનમાં આવતા વિચારોને હું રંગોમાં ઢાળી નવો આકાર આપું છું: નંદિતા

અબતક સાથે ખાસ વાતચીતમાં નંદિતાએ જણાવ્યું કે તેઓએ આ માટે કોઈ તાલીમ લીધેલી નથી તેમનો ક્ધટેમ્પરરી એન્ડ એક્રેલિક આર્ટ એક શોખ છે અને તેઓ આ શોખ થી કાર્ય કરી રહ્યા છે. તેમના મત મુજબ દિલ થી કરેલા કાર્યમાં આપને આપણી જાતે જ 100% આપતા હોય છે. તેના માટે અલગ સમય નથી કાઢવો પડતો ગમતી વસ્તુ માટે આપમેળે સમય નીકળી જાય છે. તેમને જાતે જ 50 + આર્ટ નું રાજકોટ માં એકસિબિશન કર્યું છે.

રાજકોટ માં આ રીતે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. કદાચ એક ક્લા પ્રેમી વ્યક્તિ માટે આ સૌથી બેસ્ટ આયોજન કહી શકાઈ. દરેક લોકોએ નંદિતા આ કાર્ય ને ખુબ પ્રેમ આપ્યો હતો. તેઓ ખાસ આ આર્ટ માટે અલગ પ્રકારની સેન્ડનો ઉપયોગ કરે છે જે તેઓ ખાસ ગોમતીઘટ અને દ્વારકા થી લાવવામાં આવે છે અને ફિલ્ટર કરી તેના દ્વારા આ કૃતિનું નિર્માણ કરવામાં આવે છે. દરેક આર્ટ પાછળ એક વિચાર છૂપાયેલો છે. જેથી દરેક આર્ટ પોતાનામાં ખાસિયત ધરાવે છે. એમ કહી શકીએ કે જેમ મેઘધનુષ આકાશ ને સુંદર બનાવી નયન રમ્ય બનાવે છે તેમ નંદિતા પોતાના રંગો વડે પોતાના આર્ટ ને સજાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.