Abtak Media Google News

આજુ બાજુમાં ક્યાંય દરિયાઈ વિસ્તાર નથી છતાં એક સાથે કેટલીક માછલીઓનો વરસાદ થયો. સાવરકુંડલા શહેરનાં ભૂવા રોડ પર આવેલ વાડી વિસ્તારમાં બિપીનભાઈ કનુભાઈ જયાણીની વાડીમાં ચાલું વરસાદે માછલીઓ પણ વરસી હતી અને એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો.

આજે વરસાદ પડશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન ખાતાએ કરી આવી આગાહી,..

જૂન મહિનામાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી બાદ સૌરાષ્ટ્રમાં સાર્વત્રીકના બદલે માત્ર છુટો છવાયો જ વરસાદ પડ્યો છે. માસાંતે સૌરાષ્ટ્રમાં 10 ટકા સુધી વરસાદ પડ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી બ્રેક મોન્સુનની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. એટલે કે, રાજ્યમાં 2 અઠવાડિયા સુધી સારા વરસાદની શકયતા નહીંવત છે.

આવતીકાલથી વરસાદ લાંબો સમય સુધી વિરામ લે તેવી શકયતા છે અને બે અઠવાડિયા સુધી ચોમાસુ આગળ વધે તેવા કોઈ જ સંકેતો દેખાતા નથી. ઘણા ખેડૂતોએ વાવણીના વધામણા કરી લીધા છે ત્યારે હવે વરસાદ ન આવે તો વાવેલા બિયારણ નિષ્ફળ જવાની ભીતિ છે. કેટલાંક વિસ્તારમાં ખેડૂતોએ કપાસ સહિતના પાકો વાવ્યા છે જે નિષ્ફળ જાય તેવી પૂરી શક્યતા છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા-ખાંભા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ખાંભામાં ધોધમાર 2 થી અઢી ઈંચ વરસાદથી પાણી ભરાયા હતા. ખાંભા, ભવરડી, દાઢયાળી, ભુંડ સહિત ગામોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે લીલીયામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં મુશળધાર અઢી ઈંચ વરસાદથી ઠેર-ઠેર ગોઠણડુબ પાણી ભરાયા  હતા જ્યારે લાઠીમાં એક ટીપુ પણ વરસાદ પડ્યો નહોતો. આજે રાજકોટ, જૂનાગઢમાં વરસાદ પડે તેવી શકયતા છે અને આવતીકાલે અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ બે અઠવાડિયા સુધી વરસાદ પડવાની શકયતા નહીંવત છે. કેમ કે બ્રેક મોન્સુનના હિસાબે ચોમાસુ આગળ વધે તેવી શકયતા દેખાતી નથી.

આજે વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ, અમરેલીના લીલીયામાં અડધો ઈંચ, વલસાડના વાપીમાં 5 મીમી, સુરતના માંગરોળમાં 4 મીમી અને દાહોદમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. આ સીવાય રાજ્યના એકપણ વિસ્તારમાં વરસાદ નોંધાયો નહોતો ફક્ત વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.