Abtak Media Google News

નાના-મોટા કલાકારોને જોડી મહાસંગઠન બનાવાયું: અભયભાઈ ભારદ્વાજ, ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પંકજભાઈ ભટ્ટ, ભરતભાઈ પંડયાનું માર્ગદર્શન

ગુજરાત સહિત દેશભરમાં હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉનના નિર્ણય કરવામાં આવ્યો છે. લોકો માટે અનેક વિવિધ સેવાકિય સંસ્થાઓ અને સંગઠનો કામગીરી કરી રહ્યા છે અને સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી સીધો લાભાર્થીને લાભ મળી રહ્યો છે ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર એવા કલા જગતના કલાકારો માટે સર્વ ધર્મ-જ્ઞાતિ સમભાવના સુત્રને સાર્થક કરતું સંગઠન સુપ્રસિઘ્ધ ધારાશાસ્ત્રી અને રાજયસભાના ઉમેદવાર અભયભાઈ ભારદ્વાજ, વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગુજરાત સંગીત નાટય અકાડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું તમામ નાના-મોટા કલા સાથે સંકળાયેલા નાનામાં નાનાથી લઈને મોટા કલાકારોને માટે ગુજરાત કલાવૃંદ આજે આ કપરા સમયમાં કામ કરી રહ્યું છે.

આ અંગે ગુજરાત કલાવૃંદના હિરેનભાઈ જોશી, દિપકભાઈ ભટ્ટ અને સંજયભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના અલગ-અલગ કલાકારો જેમાં લોક સંગીત, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય, પ્રાચીન ભવાઈ, ભુગળ ભવાઈ, વિસરતી જાતી, જૂની રંગભૂમિ, જોડિયા પાવા, રાવણ હાથો, મોરચાંગ તેમજ બેન્ડવાઝા, ગાયકો, સાંજીદાઓ, જુના રંગમંચના સહિત દરેક વર્ગનાં કલાકારોને આવરી લઈને આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોના મહામારીના સંકટ સમયે ગુજરાતની સાંસ્કૃતિક જગતની ધરોહરને મજબુત રાખી શકીએ તેવા ઉમદા ઉદેશ્યથી ગુજરાત કલાવૃંદ કામ કરી રહ્યું છે. કલા ક્ષેત્રે નાનું-મોટું યોગદાન આપનારા સૌ કલાકાર મિત્રોને એક મમ ભાવનાથી જરૂરીયાતમંદ કલાકારોને આર્થિક મદદ આ સંગઠન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, કલાકારોની સંપૂર્ણ વિગત તે ફોર્મમાં આવરી લીધી છે તથા કલાકારોનું સન્માન જળવાઈ તે માટે સંપૂર્ણ વ્યવસ્થા સુચારું રીતે ગુપ્ત રાખવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં સંગઠનને કલાકારો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે. ૬૦૦૦થી વધુ કલાકારો ઓનલાઈન ફોર્મમાં નોંધાયા છે. જેમાં ઉપરોકત તમામ કલાકારોએ ફોર્મ ભર્યા છે. જેની પ્રથમ સૂચી સંગીત નાટય અકાદમીના માધ્યમથી પંકજભાઈ ભટ્ટને અમોએ સુપરત કરી સરકારમાં રજુ કરી દેવામાં આવેલ છે. હજુ પણ આગળ સુચીઓ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે. જેમ જેમ સુચીઓ તૈયાર થશે તેમ અમો નાટય અકાદમીને સુપરત કરશું. તે ઉપરાંત તાત્કાલિક અતિ જરૂરિયાતમંદ કલાકારો હોય તેને સરકાર દ્વારા મળવા પત્રો રકમ તો ખરી જ પરંતુ ગુજરાત કલાવૃંદ તરફથી પણ ઓનલાઈન તેઓના ખાતામાં મુક સમાજ સેવક તરીકે આર્થિક સહાય આપી રહ્યા છીએ. આ પ્રક્રિયા પણ અમારા દ્વારા ચાલુ જ રાખીશું. સંગઠન દ્વારા જે પહેલી સૂચીમાં રહી ગયા છે તે કલાકારો માટે બીજી સુચીની લીંક પણ ઓનલાઈન ફોર્મ ભરવા માટે શરૂ કરી દીધેલ છે. આગામી દિવસોમાં સૂચી મુજબ ગુજરાતના તમામ કલાકારોને આવરી લઈ જરૂરીયાત મંદને સરકાર દ્વારા આર્થિક સહાય મળે તેવા હેતુથી પ્રયત્નશીલ છીએ. તમામ અત્યોદય સુધી આના માધ્યમથી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ સર્વ વ્યાપી-સર્વસ સ્પર્શી પહોંચાડવા પ્રયત્નશીલ રહેશું. તેમજ અંતમાં ગુજરાતના તમામ નામી મોટા કલાકારોને પોતાની સાથે સંકળાયેલા નાના કલાકારોને આર્થિક મદદ કરવા તેની વ્હારે આવવા અનુરોધ ગુજરાત કલાવૃંદ દ્વારા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.