Abtak Media Google News

ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે સીમ વિસ્તારમાં રહેતા બીજલભાઇ પરમારનો પરિવાર મોડી સાંજ ભોજન  કર્યા બાદ નિદ્રાધીન થયો હતો . લાઇટ ન હોવાથી પતિ – પતી અને 3 બાળકો ઘરની બહાર દરવાજા પાસેજ સુતા હતા . દરમ્યાન રાત્રે 9 વાગ્યાના અરસામાં એક દીપડો આવી ચડ્યો હતો.

બીજલભાઇના 1 વર્ષના પુત્ર ગોપાલને ઉપાડ્યો હતો . દીપડાએ દાંત બેસાડતાંજ ગોપાલ જાગી ગયો હતો અને રડવા લાગતાં બીજલભાઈ અને તેમના પત્ની પણ   જાગી ગયા હતા . દરમ્યાન દીપડાએ બાળકને 100 મીટર દૂર જઇને ફાડી ખાધો હતો . જો કે , બીજલભાઇ ત્યાં પહોંચી જતાં દીપડો ગોપાલને ત્યાંજ મૂકીને નાસી ગયો હતો . બાળકને સરકારી દવાખાને ખસેડાયો હતો . જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.