જસદણમાં 100 બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરતા સી.આર. પાટીલ

0
42

જસદણ અને વિંછીયા સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વાયરસના કેસ સતત વધ્યા છે. દર્દીઓને સારવાર માટે બેડ મળતા નથી ત્યારે જસદણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 100 બેડ ધરાયતું કોવિડ કેર સેન્ટર ખૂલ્લુ મુકયું હતુ. આ તકે જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સી.આર.પાટીલનું એરપોર્ટમાં સ્વાગત કરતુ રાજકોટ શહેર ભાજપ

પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા દ્વારા જસદણ ખાતે સો બેડની ઓકિસજન સાથેની હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ જેના પ્રારંભ કરાવવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ એરપોર્ટ ખાતે પધાર્યા ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ સ્વાગત કરવામા આવ્યું હતુ. આ તકે ડો. ભરત બોઘરા, ધનસુખ ભંડેરી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, કમલેશ મિરાણી, બિનાબેન આચાર્ય, પ્રદિપ ડવ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી ભુપતભાઈ બોદર, ભાનુબેન બાબરીયા રાજુભાઈ ધ્રુવ, મનસુખ રામાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here