Abtak Media Google News
  • સુર્યકાંત કોઠારી પરિવાર, ગ્રીવા ફાઉન્ડેશન અને યોગેન્દ્ર માલુંનું “અનુદાન”

આજના સમયમાં મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સૌથી સામાન્ય કેન્સર બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનનું કેન્સર છે, આ કેન્સરની જાણ શરૂઆતના તબક્કામાં થઈ જાય તો તેની સારવાર શક્ય છે, મોટાભાગે આ વિષેની જાગૃતિના અભાવ તેમજ સ્તન કેન્સરની ખર્ચાળ તપાસના કારણે મહિલાઓને સ્તન કેન્સરની જાણ થાય ત્યારે ઘણું મોડું થઈ જવાથી ખર્ચાળ અને પીડાદાયક સારવાર લેવી પડે છે, ઘણી વખત જીવનું જોખમ પણ હોય છે, આ તકલીફને નિવારવા માટે રાજકોટની સૌથી જૂની સામાજિક સંસ્થા રોટરી ક્લબ ઓફ રાજકોટ તથા રાજકોટના લોકોને સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ મળે તે માટે કટિબદ્ધ કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેમોગ્રાફી સેન્ટર શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ, આ સેન્ટરને શરૂ કરવા માટે વિનાબેન વિપીનભાઈ મીઠાણીની યાદમાં સૂર્યકાંત કોઠારી પરિવાર વતી રોટરી ક્લબ ઓફ રાજકોટના પૂર્વ પ્રમુખ હરીશ કોઠારી, રોટરી ક્લબના જ સભ્ય એવા રજની યોગેન્દ્ર માલુ તથા ગ્રીવા ફાઉન્ડેશનના અમિતભાઈ લાખાણીનો આર્થિક સહયોગ મળેલ છે, રોટરી કર્મયોગ મેમોગ્રાફી સેન્ટરનું લોકાર્પણ યુનાઈટેડ કેર હોસ્પિટલ, રૈયા રોડ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સેન્ટરની વિશેષતા એ છે કે આ સેન્ટરમાં પ્રતિવર્ષ 500 ટેસ્ટ રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે, તે ઉપરાંત કોઈપણ સંસ્થા મેમોગ્રાફી કેમ્પ કરવા ઇચ્છતી હોય તો એકદમ રાહત દરે કેમ્પ કરી આપવામાં આવશે, સાથે સાથે કોઈપણ દર્દીને મેમોગ્રાફી તપાસની જરૂર હોય તો તે પણ ખૂબ જ રાહત દરે કરી આપવામાં આવશે.

રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા આગામી તા.26-05-2024 રવિવારના રોજ એક મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે 80900 80071 પર કોલ કરવાનો રહેશે.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ દિવ્યેશ પટેલ, સેક્રેટરી પરાગ તન્ના તથા અન્ય સભ્યો, કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટના કમલેશ વિરડીયા સાથે અન્ય ટ્રસ્ટીઓ, ગ્રીવા ફાઉન્ડેશનના અમિતભાઈ લાખાણી તથા યુનાઈટેડ કેર હોસ્પિટલના ડાયરેક્ટર ડો.જીગ્નેશ મેવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.