Abtak Media Google News
  • સર્ચ ઓપરેશનના પ્રથમ દિવસે જ એક વ્યક્તિની કરાઈ ધરપકડ : આગામી ત્રણ થી ચાર દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહે તેવી શક્યતા
  • ઇન્કમટેક્સ બાદ સેન્ટ્રલ જીએસટી આવ્યું હરકતમાં

છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉદભવિત થયું હતું ત્યારે હવે સેન્ટ્રલ જીએસટી હરકતમાં આવ્યું છે અને મોરબી પર તવાઈ બોલાવાનું શરૂ કર્યું છે. ખરી વાસ્તવિકતા તો એ છે કે મોરબીના છ મોટા સીરામીક એકમો પર જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં બોગસ બીલિંગ સહિત અનેક મુદ્દાઓને ધ્યાને લઈ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ અમદાવાદ સહિત 4 ડઝન જેટલા અધિકારીઓ આ વિશેષ ઓપરેશનમાં જોડાયા છે.

રાજકોટના રેવન્યુ ઇન્ટેલિજન્સના રીજિયોનલ યુનિટ દ્વારા થોડા સમય પહેલા રૂ.1 હજાર કરોડનું બોગસ ઈ-વે બિલ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. પરંતુ તે અરસામાં લોકસભા ચૂંટણી માટેની આચાર સંહિતા લાગુ થતાં કોઈ વિશેષ કામગીરી ન કરવામાં આવે તેવી સ્થિતી ઉદ્ભવી થઈ હતી પરંતુ જેમ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું કાર્ય પૂરું થયું તે બાદ આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારોની સાથોસાથ બોગસ ઇવે બિલ પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ આ જ વહેલી સવાર અને ગઈકાલ બપોરથી મોરબી ખાતે જીએસટી વિભાગની અવરજવર શરૂ થઈ હતી અને આ જ વહેલી સવારથી જ સરચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. મોરબીના જીએસટી ચોરોને એવું લાગી રહ્યું હતું કે હવે રેવેન્યુ ઇન્ટેલિજન્સ કોઈ એકશન નહીં કરે પણ આજે આ બોગસ ઈ-વે બિલ કૌભાંડના સંદર્ભમાં બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીઓના કાફલાએ મોરબીના 6 સિરામિક યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરતા સિરામીક ઉદ્યોગકારોમાં ચહલપહલ મચી જવા પામી હતી.

બોગસ ઈ-વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો પદાર્ફાશ રેવન્યુ ઇન્ટેલિજન્સ રાજકોટના યુનિટ દ્વારા કરવામા આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ તમામ સિરામિક પેઢી ધારકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હતા અને તેની એક અલગ જ મોડેશ ઓપરેન્ડી જોવા મળી હતી પરંતુ બાતમીના આધારે જીએસટી વિભાગને ધારી સફળતા મળી અને સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એક શખ્સની આ કૌભાંડના સંદર્ભમાં ધરપકડ પણ કરવામા આવી હતી અને હજુંપણ એક શખ્સ નાસતો ફરે છે તે કૌભાંડના મુળિયા સુધી રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમ દ્વારા પહોચવા માટે ગુપ્તાથી ડેટા એકત્ર કરવામા આવી રહ્યા હતા .

તમામ યુનિટોમાં ડોકયુમેન્ટની ચકાસણી, ટ્રાન્સપોર્ટની બીલ્ટી,ખરીદ-વેચાણના વ્યવહારો,નાણાકીય વ્યવહાર, આંગડીયાથી કરવામા આવેલ વ્યવહાર અને બોગસ ઈ-વે બિલના આધારે કેટલું વેચાણ કરવામા આવ્યું છે તેની માહિતી મેળવવામા આવી રહી છે. રાજકોટ અને અમદાવાદ રેવન્યુ ઇન્ટેલિજન્સની  ટીમે હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 6 વીટ્રીફાઈડ યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં લેમોરેક્ષ ગ્રેનિટો,લુફટોન ટાઈલ્સ,લોવેલ સિરામીક,લીયોના સિરામિક, ક્વિટા સિરામિક અને મોન્ઝો સિરામિકનો સમાવેશ થાય છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.