આદિવાસી પરંપરાગત વૈદુભગત દ્વારા વૈદુ તથા વનસ્પતિ ઔષધીય પ્રદર્શન મેળાનો પ્રારંભ, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા સર્વરી સેતુ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આજથી ત.7 એપ્રીલ દરમિયાન આદિવાસી પરંપરાગત વૈદુભગત દ્વારા વૈદુ તથા વનસ્પતિ ઔષધીય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજીત મેળામાં 105 જેટલા સ્ટોલ રાખવામા આવ્યા છે. મેળામાં ડાંગ, વલસાડ, આહવા, જિલ્લાનાં 450 આદિવાસી વૈદુભગતોએ ભાગ લીધો છે. જેમાં માલકાંગણી, સફેદ મુસળી, આર્પોકંદ, જંગલી બટાટા રગત રોયડો, અર્જુનસાદડ, પાદળની છલ, ટેટુની છાલ, કેસૂડો,સાયુઆંબા, લોમંડી, ડવલા, મોખા, જંગલી સરગવો, શતાવરી, ઉમરો, વડ, વગેરે જડીબુટીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળાના ઉદઘાટન પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવ, કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, ગૌપ્રેમી ધીરૂભાઈ રામાણી, સમાજ સેવા કેન્દ્રના ઠાકરશીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


અબતક સાથેની વાતચીત દરમિયાન કપરાડાથી આવેલા મંજુલાબેન પટેલએ જણાવ્યું હતુકે પછાત વિકાસ મહિલા મંડળના પ્રમુખ તરફથી અમને રાજકોટમાં મેળા માટે આવવા આમંત્રણ મળેલ અનેક પ્રકારની ઔષધીઓ હોય છે. હરડે, બહેડા, રગતરોડ, અર્જુન, બીવલો, સારોડી, સતાવરી, સફેદ મુસળી, કરીયાતુ, સફેદ ખાખરાના ફુલ, અરીડા, આમળા, સરગવો વગેરે હોય છે. અમે ઔષધીઓનું ખેતરમાં વાવેતર કરી અને ન હોય તો એક બીજાના વૈદુભગતો પાસેથી વેંચાતુ અરસ પરસ લઈએ અને ઘરે બનાવીએ.

અમે ખેતી કરીએ તેમાં સફેદ મુસળી સતાવરી કરીયાતુ, કરીયાકંદ, વગેરેની કરીએ. તમામ વનસ્પતિને કાઢવાની હોય તો તેની એક ગાંઢ અંદર જમીનમાં રાખવી પડે જો બધુ ક કાઢવામાં આવે તો જડમૂળથી તેનો નાશ થશય તેને સાઈડથી કાઢી વાટીને ઉકાળો બનાવીએ સુકવીને પાઉડર બનાવવામાં આવે. પહેલા ખેડુ થતુ હતુ કે લોકોને આપણી પરંપરાગત ઔષધીઓ વિશે માહિતગાર ન હતા પરંતુ હવે લોકોમાં તેના વિશે જાણકારી થતી જાય છે. 2018થી આવા ઔષધિય વનસ્પતિ માટેના મેળાનું આયોજન કરવામા આવી રહ્યું છે.


દરેક ઔષધીય વનસ્પતિ અનેકવિધ રોગો માટે અસરકારક નિવડે છે. અને તેનો કોઈપણ રોગના નિદાન માટે ઉપયોગ કરી શકાય છે. ઔષધીય વનસ્પતિ કાચી એક વર્ષ સુધી સારી રહી શકે પરંતુ તેનો પાઉડર કરી તેને સાચવી શકાય છે. આદિવાસી પરંપરાગત ભગતો અને સાથે કુદરતી વનસ્પતિઇ, રાજકોટ શહેરમાં જયારે યોજયું છે. એ ગૌરવપૂર્ણ બાબત એટલા માટે ગણી શકાય કે આપણે જે જુનુ કલચર છે જે આદિવાસીથી વરસોથી પરંપરા ચાલી આવી છે. ખાસ કરીને એ લોકોની જે ઔષધિઓ છે તેનું ખૂબ સારૂ પરિણામ અનેક રોગોમાં મળતુ હોય છે.કેન્સર જેવા ગંભીર બિમરારીઓનું પણ સારૂ પરિણામ મળતુ હોય છે. એ લોકોના જે ખોરાક છે.અલગ અલગ પ્રોડકટસ પોતાની કલાથી બનાવતા હોય છે. બંને પ્રદર્શન યોજાયેલુું છે. કોવીડ 19નું પાલન કરી આ પરંપરાગત અવષધીઓ જે ઈમ્યુનીટી બુસ્ટરનુ પણ કામ કરે છે. ત્યારે આયોજકોને અભિનંદન આપુ છું.

સ્ત્રી પછાત વિકાસ મહિલા મંડળ ભાવનગર, શરવરી સેતુ પ્રમુખ જયશ્રી બી. બાબરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  અહી આશરે 120 સ્ટોલ્સ છે. આ ઔષધીઓના સ્ટોલ છે જેમાં જળીબુટી હોય છે. ઉપચાર કેન્દ્ર હોય છે.સાથે સાથ આદીવાસી ફુડ જે છે એના પણ સ્ટોલ જોવા મળે છે. ડાંગ, આહવા અને વલસાડના 1000 કરતા વધુ લોકો અહી આવ્યા છે. કિડની બિમારી, પેરાલીસીસ જેવા રોગોમાં પણ સારવાર માટે આ ઔષધીયો વપરાય છે. તે લોકો પાસે ડિગ્રી નથી પોતાનું નોલેજ છે. પણ પરંપરાગત રિતે સર્વસ્વ છે. અહી ઉકાળા ફીમાં રાખવામાં આવ્યા છે.


રાજકોટ રેસકોર્ષ મેદાન ખાતે શ્રી પછાત મહિલા વિકાસ મંડળ – ભાવનગર અને શર્વરીસેતુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધીય વનસ્પતિ ઉપચાર અને પ્રદર્શન નો રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવએ દિપ પ્રાગટય દ્વારા શુભારંભ કરાવ્યો હતો. આજના યુગમાં આપણે આપણી ઋષિ પરંપરા – સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. ઋષિ સંસ્કૃતિમાં વિવિધ રોગોના ઉપચાર માટે ઔષધીય ગુણ ધરાવતી વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ થતો હતો. જેના કારણે લોકોનું આરોગ્ય ખૂબ સારૂ રહેતુ હતુ. પરંતુ આપણે ઔષધીય ગુણો ધરાવતી આપણી વનસ્પતિઓ અને તેની ચિકિત્સા પધ્ધતિથી દૂર થતાં ગયા જેના કારણે આજે આપણે અનેક રોગનો સામનો કરી રહયાં છીએ. આયુર્વેદના જ્ઞાન – ઉપચારની સમાજને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.  આ પ્રસંગે અગ્રણીઓ ધીરૂભાઈ રામાણી, ટી. ડી. પટેલ અને જાણીતા ભજનીક હેમંત ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં ડો. જયશ્રીબેન બાબરીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ સ્થિત રેસકોર્ષ મેદાન ખાતે તા. 2 જી એપ્રિલથી તા. 7 મી એપ્રિલ સુધી યોજાયેલા આ આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધીય વનસ્પતિ ઉપચાર અને પ્રદર્શન માં 100 જેટલા સ્ટોલ મારફત આદિવાસી કલા તેમજ ઔષધિય વનસ્પતિનું વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત ડાંગ – આહવા અને વલસાડ જિલ્લાના અંદાજે 300 જેટલા વૈદુભગતો દ્વારા વિવિધ રોગના ઉપચાર – સારવાર પણ કરવામાં આવશે. આ પ્રદર્શનના ઉદ્દઘાટન પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ભાનુબેન બાબરીયા, નરેન્દ્ર દવે આશિષ વાગડીયા, મંગેશભાઈ, મનોજભાઈ રાઠોડ, અરૂણ ભાઈ સહિતના મહાનુ ભાવો, સંસ્થાના કાર્યકરો તથા વૈદુભગતો ઉપસ્થિત રહયાં હતા.