Abtak Media Google News

જયનાથ હોસ્પિટલ ખાતે 1લી એપ્રિલથી વિવિધ વિભાગો કાર્યરત કરાયા છે. મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરીકે કાર્યરત થયેલી આ હોસ્પિટલમાં કિડની અને ડાયાલીસીસ વિભાગ, ગાયનેક વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, જનરલ સર્જરી  વિભાગ, બાળરોગ વિભાગનો સમાવેશ થયો છે.

પહ્મવિભૂષણ જગદગુરુ શંકરાચાર્ય રામભદ્રાચાર્યના પ્રમુખ નેતૃત્વ સાથેના આશીર્વાદથી ચાલતી રર વર્ષથી અવિરત સેવા આપતી સંસ્થા જે સ્વ. પ્રવીણચંદ્ર ગઢીયાના આત્મસિંચન વડે સિંચાયેલી જયનાથ હોસ્પિટલ કે જેનું સંચાલન શહેરની સુપ્રતિષ્ઠીત સદભાવના હોસ્પિટલ 150 ફુટ રીંગ રોડ રાજકોટ દ્વારા તા. 1-4-2021 થી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ફરીથી કાર્યરત કરેલ છે.સદભાવના હોસ્પિટલ સંચાલીત જયનાથ હોસ્પિટલમાં મેડિસીન વિભાગ તથા ક્રિટીકલ કેર વિભાગમાં ડો. વિરૂત પટેલ, ડો. વિમલ વોરા તથા ડો. મિલાપ ઠકરાર દ્વારા દરેક પ્રકારના તાવ, બ્લડ પ્રેસર, ડાયાબીટીસ તથા ઝેરી તાવ, ઝેરી દવાની સારવાર, શ્ર્વાસની તકલીફ તેમજ દરેક પ્રકારના દર્દીઓની ધનિષ્ઠ સારવાર આપવામાં આવશે. ક્રિટિકલ કેર વિભાગમાં અદ્યતન સાધનોથી સુસજજ આઇસીયુ ની સુવિધા ઉપલબ્ધ થયેલ છે. કિડની અને ડાયાલીસીસ વિભાગમાં સૌરાષ્ટ્રના સર્વ પ્રથમ નેફ્રોલોજીસ્ટ ડો. ઘનશ્યામ જાગાણી તથા ડો. જીગેશ ગોહેલ દ્વારા કિડનીના દરેક પ્રકારના રોગોની સારવાર તથા હિમોડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે.

ગાયનેક વિભાગમાં ડો. ક્રિષ્નાબેન વોરાના માર્ગદર્શન હેઠળ દરેક પ્રકારની પ્રસુતિ વંઘ્યત્વ નિવારણ કેન્દ્ર ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન દૂરબીનથી થતા ઓપરેશન તથા તમામ પ્રકારના સ્ત્રી રોગોની સારવા અતિ રાહત દરે ઉપલબ્ધ કરાયેલ છે.

ઓથોપેડીક વિભાગ મા ફેકચર, દરેક પ્રકારના અકસ્માત હાડકાના તમામ રોગો, અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સહીત તમામ ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે.

ગાયનેક વિભાગ માં ડો.ક્રિષ્નાબેન વોરાના માર્ગદર્શન હેઠળ દરેક પ્રકારની પ્રસુતિ વંઘ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયના ટાંકાવાળા  તથા ટાંકા વગરના ઓપરેશન દૂરબીનથી થતાં ઓપરેશન, તથા તમામ પ્રકારના સ્ત્રી રોગોની સારવાર અતિ રાહત દરે ઉપલબ્ધ કરાયેલ છે.

ઓથોપેડીક વિભાગમાં ફેકચર, દરેક પ્રકારના અકસ્માત હાડકાના તમામ રોગો અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સહીત તમામ ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે.

જનરલ સર્જરી  વિભાગમાં તમામ પ્રકારના ઓપરેશનો જેવા કે સારણ ગાંઠ એપેન્ડિકસ પેટ તેમજ આંતરડા ના ઓપરેશનો તમામ પ્રકારની પથરીના ઓપરેશન, હરસ મસા તથા ભખંદરના ઓપરેશનો અતિ રાહત દરે કરી આપવામાં આવશે.

બાળરોગ વિભાગમાં ડો. આયુષી ચાવડા તથા ડો. સમીર મસરાણી દ્વારા તમામ પ્રકારના નવજાત શિશુ તથા બાળ રોગોની સારવાર કરવા આવશે. તેમજ બાળકથી લઇ વૃઘ્ધ સુધીના તમામ લોકોની રસીકરણ સુવિધા ઉપલબ્ધ રહેશે.

આધુનિક આઇ.આઇ.ટી.વી તેમજ લેપ્રોસ્કોપીક ઓપરેશન ની સુવિધા સહીત તમામ પ્રકારનો ઓપરેશનો આ હોસ્પિટલમાં કરી શકાય તે માટે લેમીનાર ફલો સાથેનું ઓપરેશન થિયેટર ઉપલબ્ધ કરાયેલ છે. ડીઝીટલ એકસરે, લેબોરેટરી, ફાર્મસી જેવા વિભાગોમાં ર4 કલાક ખુબ જ વ્યાજબી દરે તમામ પ્રકારના નિદાનની સુવિધા ઉપલબ્ધ છે.

પ્રવર્તમાન સંજોગોને આધીન કોવિડ-19 ના ભયંકર રોગને નાથવા કોરોનાના તમામ દર્દીઓને ઉત્તમ પ્રકારની સારવાર મળી રહે એ હેતુથી  19 બેડ ની આઇ.સી.યુ. સહીત ડેડીકેટેડ કોવિડ વિભાગ તેમના નિષ્ણાંત ડો. વીરુત પટેલની ધનિષ્ઠ સેવા શરુ કરાયેલ છે. આમ જુના રાજકોટના બહોળા વિસ્તારને આવરી લેતી આ સંસ્થા ભકિતનગર થી આજી ડેમ સુધી ના તમામ નિમ્ન, માઘ્યમ વર્ગને ખુબ જ સારી તબીબી સુવિધા અતિ રાહત દરે ઉપલબ્ધ થાય તેવો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.

ભવિષ્યમાં તમામ પ્રકારની સરકારી યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી અમૃતમ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, બાલસખા યોજના, ચિરંજીવી યોજનાઓ ખુબ જ ટુંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના શુભાષિક થી કોવિડ-19 વોર્ડ તથા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્ટિપલના તમામ વિભાગોનીસ સારવાર તેમના હસ્તે શરુ કરાયેલ છે. જાહેર જનતાને જયનાથ હોસ્પિટલમાં ઉપલબ્ધ થતી રાહતદરે સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.