ઈંકોગ્નિટો: ગુજરાતી થ્રિલર વેબ સિરીઝનું શનિવારે પ્રીમિયર

સ્ટાર્ટઅપને આગળ વધારવા અવળા રસ્તે ચડી ગયેલા યુવાનોની ઉતાર ચઢાવવાળી સ્ટોરી: દર શનિવારે ૯ કલાકે પ્રસારિત થશે

પાંચ એપિસોડની અંદર વણાયેલી વાર્તાને ઢાળ આપવા નિષ્ણાંત કલાકારોએ જીવ રેડ્યો: પ્રથમ વખત કોઈ વેબ સિરીઝનું પ્રીમિયર થશે: માત્ર ૯ દિવસમાં થયું છે શૂટિંગ

વર્તમાન સમયે ફિલ્મોની જેમ વેબ સીરીઝનું પણ ચલણ વધતું જાય છે ત્યારે ગુજરાતી કલા જગત પણ વેબ સીરીઝ બનાવવામાં પાછળ નથી. ગુજ્જુગેટ પ્રોડક્શન દ્વારા પ ઈંકોગ્નિટો- અ સ્ટાર્ટઅપ સ્કેમ સ્ટોરીથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું પ્રીમિયર આગામી તારીખ ૧૯ ડિસેમ્બરના રોજ સાંજે ૫:૦૦ કલાકે થશે. આ કાર્યક્રમ આઉટ ઓફ બોક્સ અમેઝેમેન્ટ પાર્ક, ન્યારી ડેમ નજીક, રાજકોટ ખાતે યોજાશે તેવું આજે અબતકની મુલાકાતે આવેલા પઈંકોગ્નિટોથના કલાકારો સહિતની ટિમ દ્વારા જણાવાયું હતું.

આજે તેમણે જણાવ્યું હતું કે, આ વેબ સીરીઝ સ્ટાર્ટઅપ સ્કેમ ઉપર આધારિત છે. સ્ટાર્ટઅપને આગળ વધારવા માટે યુવાનો ખોટી રીતે વ્યવસાય કરે છે સ્ટોરીમાં અનેક ઉતાર-ચઢાવ છે. સિરીઝનું શૂટિંગ માત્ર ૯ દિવસમાં પૂર્ણ થઈ ગયું હતું. આખું શૂટિંગ રાજકોટમાં થયું છે. મોટાભાગનું શૂટિંગ ઇનડોર કંડીશનમાં કરાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સિરીઝમાં કુલ પાંચ એપિસોડ છે આ તમામ એપિસોડ દર શનિવારે રિલીઝ થશે. પ્રથમ એપિસોડ આગામી તારીખ ૧૯ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે યુટ્યુબ ચેનલ પગુજ્જુગેટ પ્રોડક્શનથ ઉપર રિલીઝ થશે. મુખ્ય કલાકાર તરીકે પ્રણવ ઉનડકટ, રોહન દુધાત્રા અને નિરાલી ઓઝાએ અભિનય પાથર્યો છે આ વેબ સીરીઝ નું પ્રોડક્શન મનોજ સાકરીયાનું છે. વેબ સીરીઝમાં શિવરામસિંહ ચુડાસમા, વિજય બેરા મિહિર ચાવડા, કરણ પુજારા, પ્રિતેશ ગજ્જર, મીરા દક્ષિણી અને બ્રિજેશ પાંખણીયા પણ અગત્યની ભૂમિકામાં છે.

આ સિરીઝના રાઇટર અને ડાયરેક્ટર નીતિન વાઘેલા છે. કરણ પુજારા અને નીતિન વાઘેલાએ સ્ટોરી અને સર્જન કર્યું છે. ઉઘઙ તરીકેની ફરજ મિહિર ફિચડિયાએ બજાવી છે. મ્યુઝીક ભીષ્મનું છે. સંપાદક નિખિલ જોગી, પ્રોડક્શન પ્રિતેશ ગજ્જર, લાઇન પ્રોડ્યુસર કરણ પુજારા, આસી. ડિરેક્ટર જય વાઘેલા, સિનક સાઉન્ડ નિખિલ જોગી, સની દુધરેજીયા, મેકઅપ નિશા લાઠીગરા, પોસ્ટર યશ રણપરા અને નીતિન વાઘેલાના છે.

નોંધનીય છે કે, પ્રથમ વખત કોઈ વેબ સિરીઝનું પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આજે અબતકની મુલાકાત દરમિયાન કલાકારોએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં હજુ સારી શોર્ટ ફિલ્મ અને વેબ સીરીઝ લઈને આવવાની વિચારણા છે. ગુજરાતી અને એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડી ટોન દેખાય તે માટે વર્કઆઉટ ચાલી રહ્યું છે અમારી વેબ સીરીઝ અન્ય વેબ સીરીઝથી ચડિયાતી છે. આ વેબ સીરીઝ ના સર્જન દરમિયાન અમે કોરોનાના તમામ નિયમોનું ધ્યાન રાખ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભૂતકાળમાં અમે સ્ટોરી ટેબલ અને એક બહાનું આપીશ જેવી વેબ સીરીઝ પણ બનાવી હતી. હવે નવી વેબ સીરીઝથી ઘણી અપેક્ષા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે આ વેબ સીરીઝ બનાવાય છે.