Abtak Media Google News

૧લી જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ તેમાં ઘણી મુંજવણો છે જેના પગલે સરકાર દ્વારા તમામ પ્રશ્ર્નોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંઝવણના કારણે ઘણા લોકો જીએસટી બીલીંગ કરવામાં બાકી રહી ગયા છે. આ લોકો દ્વારા જીએસટીની તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સરકારે આ માંગણીને ધ્યાને રાખીને સમય મર્યાદામાં વધારો કર્યો છે. જેથી હવે ૨૩ સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરી શકાશે. અગાઉ ૧૩ ઓગષ્ટ છેલ્લી તારીખ હતી. લોકો આ સમય દરમિયાન જીએસટી રિટર્ન ભરી શકયા ન હતા અને સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી કે, ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરો માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવે.

સરકારના નિર્ણયને કારણે જુલાઈનું રિટર્ન સપ્ટેમ્બરમાં ભરી શકાશે. આ નિર્ણય સેન્ટ્રલ જીએસટી અને આઈ જીએસટીમાં લાગુ પડશે. જયારે સ્ટેટ જીએસટીએ અલગથી જાહેરનામુ બહાર પાડીને આ સુવિધા લાગુ કરવી પડશે. જીએસટી ભરવામાં જે લોકોએ ઓનલાઈન જાણકારી આપી ન હતી તે લોકો જ બાકી હતા. વધુમાં રિટર્નના પ્રશ્ર્ને મુંઝવણ હોવાથી પણ ઘણા લોકો દ્વારા જીએસટીની સમય મર્યાદા વધારવાની રજૂઆત કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.