Abtak Media Google News

ભાવ અને ગુણવત્તા ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર: અનેક વિદ્ય વેરાયટીથી સુસજજ હોઇ છે ઓનલાઇન શોપીંગ

અત્યારે ર૧મી સદીની વાત કરવામાં આવે તો ઇન્ટરનેટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઇ રહ્યો છે. અને એમાં પણ જો શોપીંગની વાત કરવામાં આવે તો ઓનલાઇન શોપીંગનો ક્રેઝ દિવસને દિવસે વધતો જાય છે. તો આ ઓનલાઇન શોપીંગ રીટેઇલ સ્ટોર માટે પડકારજનક બની રહ્યો છે. આજના યુવાનો ઓનલાઇન ખરીદી કરવામાં વધારે માને છે કેમ કે તે સમય બચાવે છે પરંતુ હજી પણ એવો વર્ગ છે કે જે વસ્તુને જોઇ ચકાસીને ખરીદવામાં માને છે.Vlcsnap 2018 06 26 10H21M09S148

અબતક સાથેની વાતચીત દરમિયાન  રક્ષિત પટેલ ઓનલાઇન શોપિંગના વધતા જતા ક્રેઝ વિશે જણાવ્યું હતું કે ઓનલાઇન બિઝનેસ ઇન્ડિયાના છેલ્લા પાંચ છ વર્ષથી છે અને યુ.એસ. અને કેનેડાની વાત કરીએ તો ત્યાં ચૌદ-પંદર વર્ષથી આ બીઝનેસ થઇ રહ્યો છે જેમ જેમ ઇન્ટરનેટ આવતુ ગયુ તેમ આ વસ્તુ વધતી જાય છે અને આના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે તમે એ વસ્તુને કેવી રીતે જોવો એ એના ઉપર આધાર રાખે છે. ઇન્ડીયા અને ચાઇના બે દેશો એવા છેVlcsnap 2018 06 26 10H24M51S86

જયાં લોકો અનુભવ કરે પછી જ ખરીદી કરતા હોઇ છે અને રિટેઇલ સ્ટોર સાથે અંગત સંબંધ પણ બંધાય છે. અને હુ યુ-ટેક છેલ્લા પંદર વર્ષથી ચલાવું છું અને મારો એવો અનુભવ છે કે લોકો વસ્તુને જોઇને અને અનુભવીને જ લેતા હોય છે. અને ઓનલાઇન ઘણી બધી સાઇટ પર તમે જોશો કે જે ફકત ટ્રાન્સપોર્ટર અને કુરીયર મેન તરીકેે જ કામ કરતા હોય છે. એ લોકોને કસ્ટમર અને ઓનર વચ્ચે ફકત કમિશના સંબંધ હોય છે. એ લોકોને વસ્તુ જથ્થા સાથે કોઇ નિસ્તબ નથી હોતી અને ઇન્ડિયામાં તમે જોશો કે ૯૦ થી ૯૫ ટકા લોકો દિલ્હી સાઇડથી હોય છે. અને વસ્તુમાં પણ ઘણા ફેરફારો આવતા હોય છે જે ગ્રાહકોએ પણ અનુભવ્યું છે. તમે મને સ્ટોરના માલિક તરીકે પૂછશો તો હું કહીશ કે સ્ટોરમાંથી ખરીદશો એ વધારે સારુ લેશે અને એવું નથી ઓનલાઇન પણ જયારે કંપનીનું ટાઇઅપ હોય ત્યારે સારી વસ્તુ હોય છે.

Vlcsnap 2018 06 26 10H21M47S36

ઘણા બધા વેન્ડર એવા હોય છે કે સાઇટને વધારે હક આપતા હોય છે ઘણી વસ્તુઓ છે જે તમે જોશો મોબાઇલની એસેસરીઝ કે જે સ્ટોરમાં મળતી જ નથી. તે બધી વસ્તુઓ ઓનલાઇન જ મળતી હોય છે. જયારે કોઇ મોટી વસ્તુ લેવાની વાત આવે છે કે ત્યારે યુવાનો હોય કે બીજા ધંધાદારી હોય એ સ્ટોરમાયી લેવું વધારે માનતા હોય છે કારણ કે તેમને વેચાણ પછીની સેવાનો પણ લાભ મળે અમારે ગમે તેઓ સ્ટોર હોય તો પણ અમે બધી વસ્તુઓ એકસપ્લોર નથી કરી શકતા તો ગ્રાહકો સામેથી આવે છે કે અમારે આ વસ્તુ જોઇએ છે તો એ વસ્તુ અમે ઓનલાઇન કરતા સારી ડીલમાં તેમને આપતા હોય છે તો આ અમારી સાઇડથી એક હકારાત્મક વલણ છેVlcsnap 2018 06 26 10H22M36S228

જેથી અમારો બિઝનેસ ઘણો વઘ્યો છે. ઓનલાઇન બીઝનેસની અસર એવા લોકોને થાય છે જે હજી પરંપરાથી વ્યાપાર કરતા હોય છે તેઓ પોતાના વ્યાપારમાં કોઇ બદલાવ  લાવવા નથી માંગતા. જેટલી મોટી વેબસાઇટ છે તેટલું તમે જોવો ઘણા બધા સમાચારમાં આવતુ હોય છે. કે જે લોકો વ્યાપાર વધારવા પ્રમોશનની પ્રવૃતિઓ વધારે કરતા હોય છે.બાકી બધી ભારતની ઇ-કોમર્સ વેબસાઇટ નુકશાનમાં ચાલે છે. તેનું કારણ એ જ છે કે કેમ વધારે વેચાણ કરવું. પરંતુ જો પ્લાનીંગથી થાય તો ઓનલાઇન વ્યાપારના પણ ઘણા ફાયદા છે મારા એવા ઘણા બધા અનુભવો છે કે ગ્રાહકો ર૦૦૩ માં વસ્તુ લઇ ગયા હોય તે ૨૦૧૫, ૨૦૧૮ માં પણ અમીંથી જ લે છે તો ગ્રાહક સાથે સબંધ વધે છે. અબતકસાથેની વાતચીત દરમિયાન યુ-ટનના સેલ્સહેડ રાજેશ રાજવીરે જણાવ્યું હતું કે ઓનલાઇન શોપિંગને કારણે રીટેઇલ સ્ટોરને થોડો માર પડયો છે. પરંતુ ઓનલાઇન સેકટર જયારે શરુઆતમાં આવેલું ત્યારે તેનો વ્યાપાર ઘણો વધારે હતો. પરંતુ જેમ જેમ અનુભવ થતા ગયા તેમ લોકો પાછા રીટેઇલ સ્ટોર તરફ વળતા થયા છે. કારણ કે ખરીદીએ સ્પર્શ અને અનુભવથી થતી હોય છે જયારે ઓનલાઇન ખરીદીથી તે સમસ્યા થાય છે.Vlcsnap 2018 06 26 10H23M04S230

શરુઆતમાં અમને ઘણો માર પડતો તો કારણ કે ઘણી સાઇટો સાવ ઓછા ભાવે આપતી હતી અને મફત આપવાની પણ શરુઆત કરી હતી પરંતુ જેમ આપણે મણીએ છીએ કે કોઇ વસ્તુ મફત નથી આ જમાનામાં તો આ લોકોને જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ રીટેઇલ- સ્ટોરમાંથી ખરીદી વધતી ગઇ. જો ભાવની વાત કરવામાં આવે તો તેના માટે હું બે વસ્તુ ખાસ કહી કે ઓનલાઇન વેચાણકર્તા છે તેમની પાસે એક સ્ટોર હોય અને જથ્થાબંધ ખરીદી કરતા હોય છે. તેના કારણે ભાવ ઓછા હોય છે પરંતુ જે લોકો બ્રાન્ડનું માનતા હોય તે લોકોને ભાવ નડતો હોતો નથી. પરંતુ ઓછા ભાવે વસ્તુ મળવાથી એક શંકા ઉભી થાય છે કે વસ્તુ સારી હશે કે નહિ અને બીજી વસ્તુ હું કહીશ કે અત્યારે ડુપ્લીકેશન વધતુ જાય છે તો જે ભાવ ઘટે છે તો તેનું મુળ કારણ ડુપ્લીકેટ વસ્તુ આવવી પણ હોઇ શકે છે તો આ ભાવ ઓછા  હોવાનું આ બે કારણ હોઇ શકે જે મને લાગે છે અમે વર્ષમાં બે થી ત્રણ વખત રાબેતા મુજબ ઓફર આપતા હોઇએ છીએ. અને ચોમાસુ આવે છે ત્યારે અમારો વ્યાપાર ઓછો થતો હોય છે તો તમે તે વધારવા ગ્રાહકોને જુદી જુદી ઓયર આપતા હોઇએ છેVlcsnap 2018 06 26 10H24M16S224

મારી પાસે પાંચથી છ એવા મુદા છે જે અલગ કરે છે કે ઓનલાઇનથી થતા ગેરફાયદા ઘણા બધા છે જે વસ્તુ તમે જોઇને લ્યો છો એમાં ઘણો ફરક પડે છે અને ઓનલાઇન મંગાવેલી વસ્તુ જયારે ઘરે આવે છે ત્યારે તે ઘણી અલગ હોય છે. તેથી ઘણા ગ્રાહકો અમને સામેથી કહેતા હોય છે કે અમે છેતરાણા છીએ. ગ્રાહકના સંતોષની મારા તરફથી વાત કરુ તો ગ્રાહકો અહી આવે છે અને પુરેપુરી અહીંથી સર્વીસ મળે છે અને વેચાણ પછીની સેવા પણ મળે છે અને અમારી પાસેથી ચશ્મા નથી લીધા છતાં પણ ચશ્મા વિશે કોઇ સમસ્યા છે તો તમે જરુર આવો તો ગ્રાહક સંબંધ બંધાય છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન મેટ્રો સુઝના માલીક સંધશેન બૌદ્રે જણાવ્યું હતું કે  ઓનલાઇન વ્યાપારથી અમારા બિઝનેશમાં કોઇ મોટી અરસ  થતી નથી પરંતુ અત્યારની જે નવી પેઢી છે. અને વિશ્ર્વ આખામાં જે ઓનલાઇનનો ક્રેઝ છે તેને જોઇને લોકો આકર્ષાયા છે. પરંતુ અમારા ફુટવેરમાં સાઇઝ પહેરીને જયાં સુધી ના જોઇએ તે ત્યાં સુધી ગ્રાહકોને આરામદાયક લાગતું ફુટવેરમાં સારુ માપ જરુરી છે આમા એવું થાય કે કોકનો પંજો જાડો હોય કોઇનો પંજો પાતળછ હોય તો ફીટીંગની અંદર ફેરફાર આવે છે. સ્ટોરની અંદર વસ્તુ લઇએ ત્યારે બ્રાન્ડ જોવામા આવે છે સર્વિસ જોવામાં આવે છે અને એક વિશ્ર્વાસ મળતો હોય છે જયારે ઓનલાઇનની અંદર સ્ટોક કયાથી આવે છે શું આવે તેનું કોઇ નકકી નથી હોતું. તમને એક ઉદાહરણ આવી દઉ કે થોડા સમય પહેલા સુરતની અંદરથી પાંચ કરોડનો સુઝનો ડુપ્લીકેટ સ્ટોર પકડાયો હતો. ફુટવેરમાં આજે ૧૮ ટકા ટેકસ ચાલી રહ્યો છે. તો ઓનલાઇનમાં ૮૦ ટકા ડિસ્કાઉન્ટ આપે છે જે કોઇ બ્રાન્ડની અંદર ૮૦ ટકા ડિસ્કાઉન્ટ આપે છે પછી ૧૮ ટકા ટેકસ ભરવાનો હોય છે અને પેકીંગ ચાર્જ, માણસોનો પગાર, કુરીયર ચાર્જ તો એ થોડું સમજમા નથી આવી રહ્યું  ગ્રાહકો ને વસ્તુ વિશે જાજી ખબર ન હોય પણ બ્રાન્ડનો સિમ્બોલ જોઇને અને ડિસ્કાઉન્ટ જોઇને આકર્ષતિ થતો હોય છે. અને ખરીદી કરતા હોય છે.

રીટેઇલ સ્ટોર કસ્ટમર સંબંધ વિકસીત થાય છે જે ઓનલાઇનમાં થતો નથી હું અહીં ર૦૦૧ થી વધુ તેથી મને ખ્યાલ છે કે કેટલાક ગ્રાહકો ર વર્ષના હતા ત્યારથી લઇને અત્યાર સુધી અહીંથી જ ખરીદી કરે છે અને એવા પરિવારો છે જે અમારા સિવાય બીજે કયાયથી ખરીદી કરતા નથી આવતો સમય રીટેઇલ સ્ટોર માટે પડકારજનક છે કે નહી તે આવનારો સમય બતાવશે અને હું માનું છું કે શરુઆતમાં જયારે ઓનલાઇનનો વ્યાપાર ચાલુ થયો ત્યારે માર્કેટની અંદર અસર આવવા મંડીથી પણ ધીમે ધીમે હવે સરખુ થતું જાય છે. કેમ કે ફોડના પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા તો તેની અંદબ થોડો બદલાવ આવી રહ્યો છે અને હજી પણ પરીવર્તન આવશે જે આવનારો સમય બતાવશે.

અબતક સાથેની વાતચીત દરમિયાન દિપલ જનીયારાએ જણાવ્યું હતું કે અત્યારે ઓનલાઇનથી માર્કેટ આખુ ખુલ્લુ ગયુંછે. તેના કારણે ઘણા રીટેઇલને સમસ્યા થાય છે. લોકો ઓનલાઇન ખરીદવું વધારે પ્રિફર કરે છે કારણ કે ત્યાં સસ્તુ મળે છે અમારા વ્યાપારના સીસી ટીવી કેમેરા ચાઇનાથી અમે મંગાવીએ છીએ અને તે ડાયરેકટ વેચાણ કરતા હોવાથી ભાવમાં થોડો ઘણો ફેરફાર રહે છે અને રીટેઇલમાં પ્રોફીટ તથા અન્ય વધારાના ખર્ચા ઉમેરાઇ છે જેથી તે ગ્રાહકને વધારે ભાવમાં મળે છે અમે ગ્રાહકોને સર્વિસ આપી છીએ જયારે ઓનલાઇનમાં ગ્રાહકોને વેચાણ પછીની સર્વિસ મળતી નથી તમે કેમેરા ઓનલાઇન ખરીદો તો તમારે જાતે બધુ કરવું પડે જયારે તમે રીટેઇલ સ્ટોર માંથી ખરીદો ત્યારે અમારા જ માણસો આવીને સર્વિસ કરી જઇ અને કેમેરાનો કોઇ પ્રોબ્લેમ થયો હોય તો અમારા જ માણસો આવીને બધુ કરી જાય તો એ સપોર્ટ અમે આવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.