Abtak Media Google News

ચાબહાર પોર્ટ અંગેના કરારો ત્રણેય દેશોના વેપાર માટેની સુવર્ણ તક સમાન સાબીત થશે

આર્થિક અને રાજનૈતિક રૂપથી મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટ ઉપર ભારત-અફઘાન અને ઈરાનના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક સોમવારે રહી હતી. આ બેઠક દરમિયાન ત્રણેય દેશો વચ્ચે વેપાર અને પરિવહન રૂટને લઈ મહત્વપૂર્ણ કરારો થયા હતા. ઈરાન સાથે ભારતને પહેલેથી જ સારા વેપાર સંબંધો છે. ભારત કાચા તેલની આયાત માટે ઈરાન ઉપર નિર્ભર રહ્યું છે.

ભારતના કિંમતી હુંડીયામણને બચાવવા ઈરાન સાથેના વેપાર સંબંધો ભારતને ફળ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત-અફઘાન અને ઈરાન વચ્ચે સંયુકત સમજૂતીથી પ્રથમ બેઠકમાં નિર્ણયો લેવાયા છે. ચાબહાર પોર્ટના માધ્યમથી આંતરરાષ્ટ્રીય વેપાર અને પરિવહન અંગે હકારાત્મક અભિગમો મળ્યા છે જેને જલ્દી જ અંતિમ રૂપ આપવા માટે કાયદાનુસાર પ્રોટોકોલ તેમજ રોડ-રસ્તાનું નિર્માણ કરવામાં આવશે.

બેઠક દરમિયાન જાણવામાં આવ્યું હતું કે, ચાબહારમાં કારગો ઈન્ટરનેશનલ રાઉટર્સના ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે. ૨૬ જાન્યુઆરી ૨૦૧૯એ ચાબહારની ક્ષમતા વધારવા માટે એક કાર્યક્રમના આયોજનનો નિર્ણય લેવાયો છે. પરિવહનના માર્ગને વધુ આકર્ષક બનાવવા તેમજ લોજીસ્ટીક લાગતને ઘટાડવા નિયમો પ્રસ્થાપિત કરવામાં આવશે. દક્ષિણી પૂર્વ ઈરાનમાં સ્થિત ચાબહાર પોર્ટ ઈરાનનું એકમાત્ર બંદર ગાહ છે.

ભારત ઈરાન પાસેથી જે કાચા તેલની આયાત કરે છે તેમાં ભારત એસ્ટ્રો એકાઉન્ટનો ઉપયોગ કરે છે. એટલે કે, બન્ને દેશો વચ્ચે એક જ એકાઉન્ટ રાખવામાં આવ્યું છે. જેમાં વેપાર બાદ ચૂકવણીની રકમો બાદ કરી લેવામાં આવશે જેથી ભારતીય રૂપિયો મજબૂત થશે. કારણ કે, ભારતે ઈરાનને ડોલરમાં ચૂકવણી નહીં કરવી પડે. જેથી ભારતનું કિંમતી હુંડીયામણ બચશે. ચાબહાર પોર્ટ દ્વારા વેપાર અને પરિવહનની મંજૂરીને લઈ ભારતને આર્થિક રીતે ફાયદો થશે.

છેલ્લા કેટલાક વર્ષોથી ચાબહાર પોર્ટ અંગેનો મુદ્દો લટકતો હતો પરંતુ અંતે ત્રણેય દેશોની સમજૂતીથી સાઉથ કોસ્ટથી આવતા માલ-સામાનને ભારતના વેસ્ટન કોસ્ટમાં સહેલાઈથી પ્રવેશ મળી શકશે. જો કે આ કરારોથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું પરંતુ ભારત માટે ચા બહાર પોર્ટ અંગે થયેલા કરારો ફાયદા કારક નિવડશે. વેપારને સકારાત્મક અભિગમ મળ્યો છે. ત્રણેય દેશો માટે ચાબહાર પોર્ટના કરારો વેપારની સુવર્ણ તક સાબીત થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.