Abtak Media Google News

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

આવતીકાલે ભારત-જાપાન વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે

ભારતીય હોકી ટીમે પોતાનું આધીપત્ય અને દબદબો જારી રાખતાં પાકિસ્તાન સામે ૪-૦થી વિજય મેળવયો હતો. 6 દેશોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ તરીકે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન અને ડ્રેગફ્લિકર હરમનપ્રીત સિંઘે બે અને જુગરાજ સિંઘ તેમજ આકાશદીપ સિંઘે એક-એક ગોલ નોંધાવ્યા હતા. પરાજીત થયેલી પાકિસ્તાનની ટીમ એક પણ ગોલ ફટકારી શકી નહતી અને ટાઈટલની રેસમાંથી બહાર ફેંકાઈ હતી.

આવતીકાલે એટલે ૧૧મી ઓગસ્ટના રોજ રમાનારી સેમિફાઈનલમાં ભારત અને જાપાન વચ્ચે આમને-સામને મુકાબલો ખેલાશે. આ મેચ રાત્રે ૮.૩૦ વાગ્યાથી શરૃ થશે. જ્યારે ૧૧મી ઓગસ્ટે જ સાંજે જ બીજો મેચ ૬.૦૦ મલેશિયા અને સાઉથ કોરિયા સામે રમાશે. ચેન્નાઈમાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના આક્રમક દેખાવની સામે પાકિસ્તાને શરૃઆતમાં ટક્કર આપી હતી. જોકે હરમનપ્રીત સિંઘે ૧૫મી મિનિટે અને ૨૩મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. ભારતે આ સાથે હાફ ટાઈમે ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. હાફ ટાઈમ બાદ ત્રીજા ક્વાર્ટરમાં ૩૬મી મિનિટે જુગરાજ સિંઘે અને ચોથા ક્વાર્ટરમાં આકાશદીપ સિંઘે ૫૫મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. ભારત નાલેશીભરી હાર સાથે સેમિ ફાઈનલની રેસમાંથી પણ બહાર ફેંકાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.