Abtak Media Google News

ભૂજ: પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત ચેનલ બાયસેગના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતની ધરતી ઉપર થઈ છે. રાજ્યપાલ એ દેશના વડાપ્રધાનશ્રીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન  ઈચ્છે છે કે દેશના ખેડૂતો સમૃદ્ધ બને અને ખુશીથી જીવન વ્યતિત કરે.

પ્રાકૃતિક ખેતી વિશે વધુ માર્ગદર્શન આપતા રાજ્યપાલ એ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીના ખરાબ પરિણામો હાલ જોવા મળી રહ્યા છે. રાસાયણિક ખેતીના લીધે ખેડૂતોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને તેમની આવક પણ ઘટી છે. જેના લીધે ખેડૂતોના માથે દેવુ થઈ રહ્યું છે. આથી રાજ્યપાલ એ ઉપસ્થિત સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ એ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે એ વાત મિથ્યા છે. રાજ્યપાલ એ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો વિશે વાત કરીને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો. આવકમાં કોઈપણ પ્રકારના ઘટાડા વિના કેવી રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે તે બાબતે રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીની સમજણ સાથે ખેત પેદાશોનું વેચાણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યાઓ નક્કી કરવામાં આવનારી છે તેના વિશે પણ માહિતી આપી હતી.

આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કચ્છ જિલ્લામાં કુલ 50,372 ખેડૂતએ જોડાઈને રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લામાં કેડીસીસી બેંક, આત્મા તાલીમ કેન્દ્ર, ગ્રામ પંચાયત સહિત સ્થળોએ ખેડૂતોએ, શિક્ષકોએ આ પરિસંવાદને નિહાળ્યો હતો. ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજ ખાતે જિલ્લાના આત્માના નાયબ નિયામક  પી.કે.તલાટી ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર પંથકના ખેડુતોને  પ્રાકૃતિક ખેતીમાં  રસ જાગ્યો રાજયપાલના પરિસંવાદમાં 28 હજાર ખેડુતો જોડાયા

રાજયપાલે વર્ચ્યુલી પરિસંવાદમાં ખેતીને  ઝેર મુકત કરવા પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યું આહવાન

1690343437647

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરના શિક્ષકો તેમજ ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા હતા. સુરેન્દ્રનગર  જિલ્લા ખેડૂત તાલીમ ભવન ખાતે ખેતીવાડી અને આત્માના અધિકારીશ્રીઓએ પણ આ પ્રાકૃતિક કૃષિ અંગેનો પરિસંવાદ નિહાળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇ-ગ્રામ સેન્ટર તેમજ શાળાઓ ખાતેથી આશરે 28 હજારથી પણ વધુ ખેડૂતોએ તેમજ શિક્ષકોએ રાજ્યપાલના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પ્રગતિ, સમૃદ્ધિ, વિકાસ અને ઉન્નતિનો માર્ગ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ખેડૂતે પણ આત્મનિર્ભર બનવું પડશે. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ખેતી છે. આ માટે ખેડૂતને રાસાયણિક ખાતરો કે કીટનાશકોની જરૂર નથી. તમામ સંશાધનો ખેડૂતના ઘરમાં જ છે. ખેડૂત અને ખેતી આત્મનિર્ભર થશે તો ભારત આત્મનિર્ભર થશે.

રાજ્યપાલ   આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગને કારણે ખેડૂતો જાતે પણ ધીમું ઝેર ખાઈ રહ્યા છે અને સમાજને પણ ધીમું ઝેર ખવડાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે. ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો આપણું મિશન સફળ થશે ભારતની ભૂમિ શસ્યશ્યામલામ્ બનશે. પર્યાવરણ બચશે અને પરમાત્માના આશીર્વાદ મળશે.

વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે રાજ્ય સરકાર ગામડે-ગામડે જઈને ખેડૂતોને તેમના ઘર આંગણે વિનામૂલ્યે તાલીમ આપે છે. યોગ્ય રીતે પદ્ધતિ સમજીને આ ખરીફ મોસમમાં જ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે : રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત

Img 20230725 Wa0130

પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદમાં અમરેલી જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા

સમગ્ર રાજ્યમાં રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ વિષય પર વર્ચ્યુઅલી પરિસંવાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. અમરેલી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ રાજ્યપાલના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમમાં ખેડૂતો જોડાયા હતા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ વર્તમાન સમયની તાતી જરુરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી એ  અસરકારક ઉપાય છે. ઝેરમુક્ત ખેતીથી ધરતીની સાચી શક્તિ પરત મેળવી શકાય છે ઉપરાંત જમીન ફળદ્રુપ પણ બને છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પરિસંવાદ થકી સમગ્ર રાજ્યના ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક  ખેતી અપનાવવા આહ્વાન કર્યુ હતુ. પ્રાકૃતિક  ખેતી થકી પર્યાવરણ પ્રદૂષણ વિરુદ્ધની લડાઈમાં એકજૂથ બનીને લડવાનું સૂચન કર્યું હતુ.

રાજ્યપાલશ્રીએ ગૌ આધારિત પ્રાકૃતિક  ખેતી વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યુ કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં આશરે 300 કરોડ જીવાણુઓ હોય છે. દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી એ લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.