Abtak Media Google News

૧૦ લોન્ગ રેન્જ, મેરીટાઇમ,  સહિત અનેક પ્રકારોનાં વિમાનો ખરીદશે ભારત

ભારત-અમેરીકા વચ્ચે પ્રર્વતતી ટ્રેકડિસબ્યુટ અને ઇમિગ્રેશન સંબંધી ચિંતા વચ્ચે ભારત અમેરિકા સાથે સંભવિત દસ બિલીયન ડોલરના રક્ષા સોદા માટે તૈયાર કરી રહ્યું છે. રક્ષા મંત્રાલયના સુત્રો દ્વારા અપાયેલી વિગતો મુજબ આ સંરક્ષણ સોદો અમેરિકા વિદેશ સેના વેચાણ કાર્યક્રમ અંતર્ગત ભારત દ્વારા કરવામાં આવશે. ભારત-અમેરીકા વચ્ચે થનારા દસ બિલિયન રક્ષા સોદા અંતર્ગત ભારત અમેરિકા પાસેથી ૧૦ લોન્ગ રેન્જ મેરીટાઇમ, પેટ્રોલ, એર ક્રાફટ, ઇ-૮આઇ પ્રકારના વિમાનો ખરીદશે ભારત અગાઉ પણ અમેરીકા પાસેથી આવા વિમાનો ખરીદી ચુકયું છે. આ વિમાનો ભારત માટે નિવડેલા હથિયાર ગણાય છે.

Advertisement

રક્ષા મંત્રાલયની એક કમીટીએ ગયા અઠવાડીયે ૧૦-પી  ૮-આઇ વિમાનો ખરીદવાની મંજુરી આપી દીધી હતી. હવે આ પ્રસ્તાવને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અઘ્યક્ષતાવાળી ડિફનેશ એકવીઝીશન કાઉન્સીલ પાસે મંજુરી માટે ઓગસ્ટ મહીના સુધીમાં મોકલાવી દેવાશે જે વિમાનો ખરીદવા માટે ભારતે કવાયત હાથ ધરી છે આ ૧૦-પી  ૮-આઇ વિમાનો અગાઉ પણ ભારતે ખરીદેલા બાદ પી ૮-આઇ  વિમાનો  કરતા વધુ એડવાન્સ વર્જન ધરાવતા હશે, ભારતીય નૌસેનામાં અગાઉ પણ ૨૦૧૩ પી ૮-આઇ વિમાનો નૌસેનામાં સામેલ કરવામા આવ્યા હતા. અત્યારે આવા ૮ વિમાનો નૌસેના પાસે છે અને બાકીના ચાર વિમાનો જુલાઇ-૨૦૧૨-૨૨ થી નૌસેના ને મળી જશે.

બોઇંગ દ્વારા બનાવવામાં આવેલા આ વિમાનો સેન્સર સાથે સજજ છે અને શત્રુઓની સબમરીનોને શોધીને તેમને ખતમ કરવાની તાકાત ધરાવે છે ભારતી નૌસેના આવા એક ડઝનથી વધુ પી ૮-આઇ વિમાનો મેળવવા માંગતી હતી. પરંતુ અમેરિકા સો ર.૫ અબજ ડોલરના ૩૦ સશસ્ત્ર-સી ગાંજીયન ડ્રોની ખરીદી પછી નૌસેના ૧૦ વિમાનોની ખરીદી માટે સહમતિ આપી છે. આ ઓર્ડર માંથી નૌસેના વાયુસેના અને સૈન્યની ૧૦-૧૦ ગાજીંયન વિમાનો મળશે. આ હંટર કિલરડ્રોની વિગતો અને પ્રસ્તાવ ડિફેનશ એકવીઝીશનને મોકલી દેવામાં આવી છે. આ ઉપરાંત ર૫ નેવલ મલ્ટીરોલ એમએસ-૬૦ રોમિયો હેલીકોપ્ટર ૨.૬ બિલીયન ડોલરની કિંમતના દિલ્હી ઉપર મિસાઇલ સુરક્ષા કવચ માટે નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર એટલે કે ભુમીથી હવા ઉપર પ્રહાર કરતા મિસાઇલ લગભગ એક બિલિયન ડોલરના સોદા સાથે જ વધુ છે. અયાજી એટેક હેલિકોપ્ટર ૯૨૦ મિલિયન ડોલરની કિંમતના કરાર સહીત અન્ય સોદા અત્યારે પ્રક્રિયામાં છે. ૨૦૦૭ થી શરુ થયેલી ભારત-અમેરીકા વચ્ચેની વેપાર અને સંરક્ષણ સોદાઓની કવાયત અંતર્ગત અત્યાર સુધી ૧૭ અબજ ડોલર રૂપિયાની સરક્ષણ સોદાઓ થઇ ચુકયા છે. સાથે સાથે બન્ને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોની વ્યુહાત્મક ભાગીદારીની વિસ્તરણ  કર્યુ છે પરંતુ તેમ છતાં ભારત સીએએ, ટીએસએ અંતર્ગત વેપાર પ્રતિબંધ ના જોખમનો સતત સામનો કરી રહ્યો છે. ભારત અને રશિયા વચ્ચે ઓકટોમ્બર ૨૦૧૮ માં એસ. ૪૦૦ ટ્રાયમ મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે ૫.૪૩ અબર ડોલર રૂપિયાનો સોદો થયો હતો. સોદાને લઇને પણ અમેરિકા પોતાના વિરોધ નોંધાવી ચુકયો છે ત્યારપછી ભારતે માર્ચ -૨૦૧૯ માં પરમાણુ, ક્ષમતાવાળી સબમરીન ૧૦ વર્ષના ભાડા પેટે લેવાની રશિયા સાથે ત્રણ અબજ ડોલરની સમજુતી કરી હતી. સીએએ ટીએસએ અંતર્ગત પ્રતિબંધોના જોખમથી બચાવ માટે કેટલીક ભારતીય બેન્કોએ રશિયાને ચુકવણી કરવાનું બંધ કરી દીધું હતું.

સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે અમેરિકાને આ વાત ઘ્યાને લેવી જોઇએ કે ભારત અને રશિયા વચ્ચે એક અલગ પઘ્ધતિની વ્યુહાત્મક ભાગીદારી ઘણા લાંબા સમયથી ચાલી આવે છે જો બંધ ન કરી શકાય અને એસ. ૪૦૦ સોદાને રદ કરવાની વાતનો વિચાર પણ ન કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.