Abtak Media Google News

સંતુલનમાં વધારો,પગના સ્નાયુઓને મજબૂત બનાવે,ચયાપચયમાં સુધારો, વજનમાં ઘટાડો સહિતના ફાયદા: નિયમિતા અને સ્વયં શિસ્ત કસરત માટે જરૂરી

આજના ભાગદોડ વાળા જીવનમાં મનુષ્ય ઘડિયાળના કાંટાની જેમ સતત દોડિયા કરે છે.શરીર સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે નિયમિત કસરત કરવા માટે સમય નીકાળી શકતો નથી.પરંતુ શરીર સ્વાસ્થ્ય માટે વ્યાયામ અને કસરત સાંપ્રત સ્થિતિમાં અનેક રોગો અને તકલીફોથી દૂર રાખે છે તે વાસ્તવિકતા છે.શરીર સ્વસ્થ રાખવા લોકો વોકિંગ,જોગિંગ,રનિંગ કરે છે.વહેલી સવારે મોર્નિંગ વોકમાં  નીકળે છે.તદઉપરાંત સ્વસ્થ સ્વાસ્થ્ય માટે લોકો જિમ,એરોબિક,યોગા,ઝુંબા કરે છે.આ તમામ વ્યાયામ થકી શરીરી સ્વસ્થ અને નિરોગ રહે છે.

વોકિંગની કસરત દેરક લોકો કરે છે.પરંતુ જો આ વોકિંગ પાછા પગે કરે તો ઘણું ઉપયોગી નીવડી શકે છે.સામાન્ય રીતે વોકિંગ કરતા સમય આપણે ફોરવર્ડ મોશનમાં ચાલીએ છીએ.એજ રીતે પાછા પગે ચાલવાની કસરતથી પાસ થઈને અનેક ગણા લાભ થાય છે.પાછોતરા પગલા સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ પુરા પાડે છે પાછા પગે ચાલવાથી શરીર સ્વાસ્થ્યમાં સંતોલનમાં વધારો, પગના સ્નાયુઓ મજબૂત બનાવે છે,ચયાપચમાં સુધારો કરે, વજન ઘટાડવામાં મદદ કરે છે.આ સહિતના અનેક ફાયદાઓ થઈ શકે છે.

પાછા પગલે ચાલવાના ફાયદાઓ

શરીરમાં ઊર્જાનો વધારો થાય છે,મૂડ સુધારા કરે છે પાછોતર પગલા ચાલવાથી કંટાળાને ટાળી શકાય છે.એકંદરે મૂળ સારો થાય છે.પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે.પાછળની ગતિમાં ઝડપી પગલાં લેવાથી પગના નીચેના સ્નાયુઓની લવચીકતા અને તાકાત વધે છે.શરીરનું નિયંત્રણ,સંકલન અને સંતુલન વધે છે. આ પ્રકારનું વોકિંગ એનર્જી વધારે છે કેલરી બર્નિંગ કરે છે જેથી મેટાબોલીઝમમાં સુધારો થાય છે.ચાલવા માટે યોગ્ય સ્થળની પદંગી કરવી.ચાલવામાં અનુકૂળ હોય એવા સારા જૂતા પહેરવા જરૂરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.