Abtak Media Google News

શ્રીલંકા તથા વિયેતનામમાંથી આયાત થયેલા મરી ઘરઆંગણે સસ્તા પડતા હોય સતત બીજા વર્ષે ભારતીય મરીની નિકાસ માટેનું ચિત્ર ધૂંધળું

ભારતીય કાળાં મરીની નિકાસ ગગડીને દાયકાના નીચા સ્તર પર જાય તેવી શક્યતા છે. આ તેજાના પર કિલો દીઠ રૂ.૫૦૦ની લઘુતમ આયાત કિંમત લાદવામાં આવી તેના કારણે શિપમેન્ટ ઘટી ગયાં છે. પાછલા ડિસેમ્બર મહિનામાં એમઆઇપી જાહેર કરવામાં આવી ત્યાર બાદ નિકાસ લગભગ સ્થિર થઈ ગઈ છે. આ એવા સમયે થયું છે જ્યારે ઉદ્યોગ શિપમેન્ટમાં વધારો કરવા માંગતો હતો. ભારતીય કાળાં મરીની ઊંચી કિંમત હોવાના કારણે નિકાસ ઘટી હતી.

સતત બીજા વર્ષે ભારતીય મરીની નિકાસ માટેનું ચિત્ર ધૂંધળું છે. ૨૦૧૬-૧૭માં મરીની નિકાસ ૧૭,૬૦૦ ટનને સ્પર્શી ગઈ હતી. ચાલુ વર્ષના પ્રથમ છમાસિક ગાળા માટે શિપમેન્ટ ૨૦ ટકા ગગડીને ૭,૮૦૦ ટન નોંધાયું હતું.

ઉદ્યોગ પ્રથમ છમાસિક ગાળાની ખાધને સારી રીતે ભરવાની આશા રાખતો હતો ત્યારે જ એમઆઇપીની જાહેરાત કરવામાં આવી હતી. હવે નિકાસ ગગડીને ૧૫,૦૦૦ ટનની નીચે જતી રહેવાના જોખમનો સામનો કરી રહ્યું છે. ૨૦૧૨-૧૩માં ૧૫,૩૬૩ ટન મરીની શિપમેન્ટ પાછલા દાયકાનો અત્યાર સુધીનો સૌથી નીચો આંક છે.

આ મહિને ઉદ્યોગે થોડી રાહત મેળવી હતી કેમ કે ઓલેરસિન નિકાસકારોને એમઆઇપીમાં રાહત આપવામાં આવી હતી. જોકે, અગ્રણી ઓલેરસિન નિકાસકાર પ્લાન્ટ લુપિનના પરચેઝ મેનેજર કેબી આદિત્યને જણાવ્યું હતું કે ઓલેરસિન નિકાસકારો દ્વારા આયાત કરવામાં આવેલો જથ્થો કદાચ બહુ મોટો નહીં હોય.

એક વર્ષમાં તે આશરે ૧૦,૦૦૦ ટન હશે. બીજી તરફ ગ્રાઉન્ડ પેપર નિકાસકારો પુન:નિકાસ માટે કદાચ ઘણીવાર આયાત કરી રહ્યા છે. અત્યાર સુધી EOUsને મુક્તિ આપવામાં આવતી ન હતી.દરમિયાન, શ્રીલંકા તથા વિયેતનામમાંથી આયાત કરવામાં આવેલા મરી ઘરઆંગણાના બજારમાં પ્રવેશી રહ્યા છે કારણ કે તે હજુ પણ ભારતીય મરીની તુલનામાં સસ્તા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.