Abtak Media Google News

એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન વેબસાઈટ સાથે ફાઉન્ડેશનનું વિધિવત લોન્ચિંગ કરાશે

રૈયા રોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં આગામી રવિવારના રોજ ઈન્ડિયન ઈન્ટેલીજન્સ ગ્રુપ (આઈ.આઈ.જી. ફાઉન્ડેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવશે. ઉપરાંત ગ્રુપની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરાશે. જે અંગે વિસ્તૃત વિગત આપવા પ્રશાંત મીઠીયા, વીરલ ભટ્ટ, ભરત ભટ્ટ અને જે.સી.નારીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

ભારતમાં યુવા પ્રતિભાઓની કોઈ કમી નથી પરંતુ તેને એક યોગ્ય પ્લેટફોર્મ મળે તથા યુવા શકિતને અનુરૂપ એક કાર્ય-રચના તૈયાર થાય તેવા શુભ હેતુથી ભારતની અલગ અલગ ક્ષેત્રની પ્રબુદ્ધ યુવા પ્રતિભાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના સંગઠન ઈન્ડિયન ઈન્ટેલીજન્સ ગ્રુપની રચના કરવામાં આવી છે. આઈ.આઈ.જી. ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રકારના સામાજીક તથા રાષ્ટ્રહિતના અન્ય કાર્યક્રમો આગામી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનો માટે એક કોર્પોરેટ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી વિવિધ પ્રકારની યોગ્યતા ધરાવતા યુવાનોને આઈ.આઈ.જી. ફાઉન્ડેશનના વિવિધ બિઝનેસ પ્રોજેકટસમાં જોબ આપવામાં આવશે તથા વિવિધ પ્રકારની ટ્રેનીંગ તથા એડવાન્સ ટેકનોલોજીનો લાભ પણ આપવામાં આવશે.

આગામી તા.૨૪ને રવિવારના સવારે ૯:૩૦ કલાકે આઈ.આઈ.જી. ફાઉન્ડેશનનું વિધિવત લોન્ચીંગ કરવામાં આવશે તથા ગ્રુપની વેબસાઈટ  શશલરજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ.શક્ષ  તથા એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અપૂર્વમુની સ્વામી તથા એમ.એસ.પવાર, હિતેશભાઈ રાણા ઉપસ્થિત રહેશે તથા આગામી ટુંક સમયમાં શરૂ થનાર આઈ.આઈ.જી.ની બે હિન્દી ન્યુઝ ચેનલ ઈનસાઈડ ઈન્ડીયા ન્યુઝ તથા ઈનસાઈડ બિઝનેસ ન્યુઝની પ્રિલોન્ચિંગ તથા પ્રોમો કરવામાં આવશે. કાર્યક્રમ પ્રમુખસ્વામી ઓડિટોરીયમ રૈયા રોડ રાજકોટ ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.