Abtak Media Google News

ફિઝિકલ તથા સાઇબર રિસ્ક ઘટાડવા, સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય હાથ ધરશે

ભારતે  વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાની એક અલગ જ છાપ ઊભી કરી છે. એટલું જ નહીં વ્યાપાર સહિત અનેકવિધ ક્ષેત્રે ભારતનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે અમેરિકામાં પણ ભારતીય લોકોનું વર્ચસ્વ વધતા તેઓને અનેક સારી પોસ્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બીડને ભારતીય મૂળના મધુ બેરીવાલ અને મનુ અસ્થાનાને નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એડવાઈઝરી કાઉન્સિલમાં સ્થાન આપ્યું છે. વ્હાઇટ હાઉસમાં આ જગ્યાનું મહત્વ ખૂબ જ વધુ છે ત્યારે તે સ્થાન ઉપર ભારતીય મહિલાઓ નું વર્ચસ્વ ઊભું થતાં ભારત દેશ માટે એક ગૌરવની વાત છે.

હર હંમેશ સ્ત્રી સશક્તિકરણને જ પ્રાધાન્ય આપ્યું છે ત્યારે ભારતીય મૂળની એક મહિલા હવે યુનાઇટેડ નેશનમાં સાયબર અને ફિઝિકલ હુમલાઓ જે થઈ રહ્યા છે તેના ઉપર કઈ રીતે અંકુશ મૂકવામાં આવશે તે મુદ્દે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલાંઓ લેશે એટલું જ નહીં સુરક્ષાને પણ કઈ રીતે વધારી શકાય તે દિશામાં પણ તેઓ આવનારા સમયમાં મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરશે. માહિતી મુજબ હાલ જે અમેરિકામાં પ્રશ્ન ઉદભવિત થઈ રહ્યા છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે અને સ્ત્રી સશક્તિકરણ ને ચરિત્રાત કરનારી ભારતીય મૂળની બે મહિલાઓ આ વિશેષ કાર્યમાં પોતાનું અનેરૂ યોગદાન પણ આપશે.  મધુ બેરીવાલ ઇનોવેટિવ ઇમર્જન્સી મેનેજમેન્ટ મુદ્દે ખૂબ સારું કામ કરી રહ્યા છે જેની ઉપયોગીતા અમેરિકાને વર્તાતા તેઓને નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એડવાઈઝરી કાઉન્સિલમાં સ્થાન આપ્યું છે તો બીજી તરફ મનુ અસ્થાનાએ પણ  ઉર્જા ક્ષેત્રે પણ પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.