Abtak Media Google News

વન-ડે અને ટી-૨૦માં બુમરાહને અપાયો આરામ જયારે વિરાટ કોહલી ત્રણેય ફોર્મેન્ટમાં ટીમનું સુકાન સંભાળશે

વિશ્વકપનાં સેમીફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ ટીમનાં પ્રવાસ પર જઈ રહી છે ત્યારે એવી ઘણીખરી અટકળો સામે આવી હતી કે, વિરાટ કોહલીએ તેનું સુકાની પદ છોડવું પડશે પરંતુ ટીમ સિલેકટરોએ ફરી વિરાટ ઉપર ભરોસો દાખવી તેને વન-ડે, ટી-૨૦ તથા ટેસ્ટ મેચમાં સુકાની પદ સોંપ્યું છે જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ અંતે મૌન તોડી તે ભારતીય સૈન્ય સાથે જોડાશે જેનાં કારણે રીષભ પંતને સ્થાન મળ્યું છે. વિશેષરૂપથી વાત કરવામાં આવે તો ટી-૨૦ અને વન-ડે માટે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

Advertisement

આગામી ૩ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું સિલેક્શન થઈ ગયું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતામાં પાંચ સદસ્યોની સિલેક્શન ટીમે ટી-૨૦, વનડે અને ટેસ્ટ ટીમ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરી હતી. ત્રણેય ફોર્મેટની મેચો માટે સિલેક્ટરોની ટીમે વિરાટ કોહલીને જ કેપ્ટન રાખ્યો છે. જ્યારે ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્રણેય ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ટી-૨૦ અને વનડે સીરિઝમાં આરામ અપાયો છે, તેના સ્થાને ઝડપી બોલર નવદીપ સૈનીને તક અપાઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આ પહેલા જ જાહેરાત કરી હતી કે તે વેસ્ટ ઈન્ડીઝ ટૂર માટે ઉપલબ્ધ નથી. આથી તેના સ્થાને રિષભ પંતને ત્રણેય ફોર્મેટમાં તક અપાઈ છે. જ્યારે સેક્ધડ વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહાને ટેસ્ટ સ્ક્વોડમાં શામેલ કરાયો છે. આ ઉપરાંત શ્રેયસ અય્યર, નવદીપ સૈની, રાહુલ ચહર જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડીઝ ટૂર માટેની ૩ ટી-૨૦ સીરીઝ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ આ મુજબ છે, વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત (વિકેટ કીપર), ક્રુનાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ૩ વન-ડે સીરીઝ માટેની ભારતીય ટીમની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની. એવી જ રીતે  ભારતીય ટીમ બે ટેસ્ટ સીરીઝ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે જેમાં ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), કે.એલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા હનુમા વિહારી, રિષભ પંત (વિકેટ કીપર), રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.