Abtak Media Google News

મીતાલીએ ઇંગ્લેન્ડની ખેલાડીનો ૫૯૯૨ રનનો વિક્રમ તોડયો

ભારતીય મહિલા બેટધર મિતાલી રાજે વન-ડેમાં રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ૬૦૦૦ રનનું સિમાચિન્હ સર કર્યુૃ છે.

ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વિમેન્સ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં ૬૯ રનની ઇનિંગ રમવાની સાથે ઇતિહાસ રચી દીધો હતો.

આ સાથે મિતાલી આંતરરાષ્ટ્રીય મહીલા ક્રિકેટમાં ૬૦૦૦ રનના માઇલ સ્ટોનને પાર કરનારી સૌ પ્રથમ ક્રિકેટર બની ગઇ છે.

મિતાલીએ તેની આ ઇનિંગ દરમિયાન ઇંગ્લેન્ડની સાર્લોટ એડવર્ઝનનો ૫૯૯૨ વન-ડે રન ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

મિતાલીએ સાર્લોટ કરતા ૧૬ ઇનિંગ ઓછી લેતા આ સ્કોર ખડકી દીધો હતો. તેથી તેનું પલડું ભારે થઇ જાય છે. મિતાલીની રન રેટ ૫૧.૫૨ છે. જયારે સાર્લોટની ૩૮.૧૬ જ છે. ભારતની મિતાલી રાજે ૧૮૩ મેચમાં ૧૬૪ ઇનિંગ રમીને ૬૦૨૮ રન કર્યા છે. ઇંગ્લેનડની સાર્લોટે ૧૯૧ મેચમાં ૫૯૯૨ રન, ઓસ્ટ્રેલીયાની બી કલાર્કે ૧૧૮૭ મેચમાં ૪૮૪૪ રન, કે.રોલ્ટને ૧૪૧ મેચમાં ૪૮૨૪ રન અને ઇંગ્લેન્ડની એસ ટેલરે ૧૨૬ મેચમાં ૪૧૦૧ રન કર્યા છે.

દૃુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે મિતાલી રાજે જે મેચમાં ૬૯ રન કરીને ૬૦૨૮ રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તે મેચ ભારત ઓસ્ટ્રેલીયા વિરૂઘ્ધ હારી ગયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.