Abtak Media Google News

વાહનોનું આયુષ્ય નક્કી થતા ઓટોમોબાઈલક્ષેત્રને જીવનદાન મળ્યું!

કૃષિ, ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વનનેશન વન રેશન કાર્ડ, ઉર્જા સહિતના સેક્ટર બજેટના મુળભુત પાસા બન્યા

આયાત બિલ ઘટાડવું

દેશના અર્થતંત્રને ક્રૂડ બિલના કરણે ભરપૂર ઘસારો થાય છે. જેથી આયાત બિલ ઘટાડવા માટે સરકારે જુના વાહન ભાંગવાની નીતિ ઘડાઈ છે. ઉપરાંત ઇ વાહનોને પ્રોત્સાહન અપાયું છે. ઇંધણમાં ઇથેનોલ પણ મિશ્રિત કરવામાં આવે છે.

ક્રૂડમાં બિલ ઘટાડવાના હેતુથી ઇલેક્ટ્રોનિક વાહનોનું ચલણ વધારવામાં આવશે આ ઉપરાંત સરકારે નવી સ્ક્રેપ પોલિસી અમલમાં મૂકી છે આ પોલીસથી વાહનનું આયુષ્ય નક્કી થઈ ચૂક્યું છે. પરિણામે 20 વર્ષ જૂના વ્યક્તિગત વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો અને સ્ક્રેપ કરવામાં આવશે જેનાથી ઓટોમોબાઇલ સેક્ટરને જીવનદાન તો મળશે.

ફોલાદી મજબુતી

સ્ટીલ, કાચું લોખંડ અને કોપર સહિતની ધાતુઓમાં આત્મનિર્ભર થવું પડશે ધાતુઓ સાથે સંકળાયેલા ઉદ્યોગ માટે રો મટીરીયલ સરળતાથી વસ્તુ મળી રહે તે માટે બજેટમાં જોગવાઈ થઈ છે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સેમી, ફ્લેટ અને એલોય, સ્ટેનલેસ સ્ટીક જેવા ઉત્પાદનો ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. ફોલાદી મજબૂતી માટે આત્મનિર્ભરતા લાવવી જરૂરી છે.અત્યાર સુધી મોટા પ્રમાણમાં ચીન સાથે સ્ટીલ સહિતની ધાતુઓનો વ્યવહાર થતો હતો અલબત્ત થોડા સમયથી સ્ટીલના ભાવ આસમાને પહોંચ્યા છે જેને નીચે લાવવા માટે મથામણ ચાલી રહી છે આવી સ્થિતિમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સસ્તી કિંમતે કાચો માલ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વેલ્યુ એડિશન (મુલ્યવર્ધન)

કોઈ કાચા ઉત્પાદનને પ્રોસેસ કરી, તેની વેલ્યુ વધારી બજારમાં વેચવામાં વધુ આર્થિક ફાયદો છે. માટે કોઈ એક સ્થળે જ ચોક્કસ ઉદ્યોગો સ્થપાય ને ત્યાંજ તમામ પ્રોસેસ ઉપલબ્ધ હોય તેવા પાર્ક બનાવવામાં આવશે. બજેટમાં 7 ટેકસટાઇલ પાર્કનું નિર્માણ થશે.

માત્ર ઉત્પાદન થાય તે પૂરતું નથી જે તે પ્રોડક્ટની વેલ્યુ એડીશન પણ મહત્વનો ભાગ ભજવે છે. સરકારે એસ.ઈ.ઝેડ જેવા અનેક પાર્ક બનાવ્યા છે જ્યાં એક જ સ્થળે કોઈ પ્રોડક્ટ અને નિર્માણ કરી ફિનિશિંગ કરી બજારમાં મોકલવામાં આવે છે. વર્તમાન સમયે આ આવા પાર્ક ટેકસટાઇલ ક્ષેત્રે પણ બનશે જેનાથી ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતોને લાભ થશે. આ પાર્કથી રોજગારીની તકો પણ સર્જ્યા છે.

બીનજરૂરી ભારણ ઘટાડવું

ધોળા હાથી સમાન અનેક સેક્ટર છે જે સરકારને કમાઈને આપતા નથી બેંકીંગ ઓઈલ સહિતના સેકટરમાં કેટલીક જાહેર કંપનીઓ કંઇ ખાસ ઉકાળી શકી નથી. માટે આવુ બિન જરુરી ભારણ ઘડવામાં આવે તે જરૂરી છે. તબકકાવાર રોકાણ ઘટાડવામાં આવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી એવી કંપનીઓ નું સંચાલન થઇ રહ્યું છે જેવો મોટા પ્રમાણમાં ખોટ ભોગવે છે એવી ઘણી બેન્કો છે જેનું એનપીએ આસમાને પહોંચી ગયું છે હવે

આવા એકમોમાંથી પોતાનો હાથ છૂટો કરવા સરકાર પગલાં લેશે બજેટમાં બેંકો અને એકમોના ખાનગીકરણને લઈ માર્ગ મોકળો કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય-સારવાર

આરોગ્ય મુદ્દે બેદરકારીથી દેશમાં વર્ષે દાડે કરોડો રૂપિયાની માનવ કલાકો બગડે છે. ઉપરાંત અલગ અલગ યોજનાઓમાં સરકાર દ્વારા ખર્ચ પણ અધધધ થઈ છે. જેથી આવો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ થશે જેના અનુસંધાને વીમા સેકટરમાં 74 ટકા એફડીઆઇને મંજૂરી અપાઈ છે. જે ખર્ચનું ભારણ ઘટાડશે. સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબૂત બનાવવા સરકારે બજેટમાં રૂ. 2,23,846 કરોડની ફાળવણી કરી છે, જેમાં કોરોના રસી માટે રૂ. 35,000 કરોડની ફાળવણીનો પણ સમાવેશ થાય છે. સરકારે આ બજેટમાં અગાઉના વર્ષની સરખામણીમાં 137 ટકા વધુ ફાળવણી કરી છે. બજેટમાં થતો ખર્ચ ઘટે તે માટે સરકાર દ્વારા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ને વેગ આપવામાં આવશે લોકો જીવન કે મેડીકલ વીમો લેતા થાય તો આપોઆપ સરકારી ચોપડે લાગતો ખર્ચ પણ ઘટી જાય.

માળખાગત સુવિધાઓ

માર્ગ અને પરિવહન ની સાથોસાથ માળખાગત સુવિધાનો વિકાસ પણ જરૂરી છે. જેના કારણે રેલવેમાં ઇલેક્ટ્રિફિકેશનનો વ્યાપ વધશે. બિન પરંપરાગત ઉર્જા પરંપરાગત ઉર્જાનું સ્થાન લેશે. ઇંધણનું બિલ ઘટશે.

જેમ ક્રૂડ, ગોલ્ડ અને ખાધતેલ સહિતની વસ્તુઓમાં આયાતના કારણે દર વર્ષે કરોડો રૂપિયા વિદેશ ઢસડાઈ જાય છે. આ ત્રણેય વસ્તુઓમાં આત્મનિર્ભર બનવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આવી જ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વિકાસની જરૂર છે રેલવેના ઈલેક્ટ્રીફીકેશનના કારણે ઈંધણનું બિલ ઘટશે તેવી આશા સેવવામાં આવી રહી છે આવી રીતે સાગરમાલા પ્રોજેક્ટ થકી પણ ક્રૂડનું બિલ પરિવહનમાં ઘટાડી શકાય છે અવી જ અનેક યોજનાઓ માટે બજેટમાં નાણા ફાળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.