Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરાર અનુસાર ઓડીશાના પારાદીપ બંદર પર ૧૬ લાખ બૈરલ અમેરિકી ક્રૂડ ઓઇલ પહોચ્યું! ઇન્ડિયન ઓઇલ અમેરિકાથી ક્રૂડ ઓઇલ આયાત કરનારી પ્રથમ સરકારી કંપની બની

પ્રથમવાર ભારતમાં અમેરિકી ક્રૂડ ઓઇલની આયતા કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ઇંધણ તેલને લઇ જે કરાર થયો હતો તે કરાર અંતર્ગત અમેરિકા ક્રૂડ ઓઇલની પ્રથમવાર આયાત ભારતમાં પહોંચી છે. પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ વિશે માહીતી આપતા કહ્યું હતું કે ૧૬ લાખ બેરલ અમેરિકી ક્રૂડ ઓઇલની આયાત ઓડીસાના પારાદીપ બંદર પર પહોંચી ગઇ છે. આ પ્રથમ આયાતમાં લગભગ ૨.૨૭ લાખ ટન ક્રૂડ ઓઇલ પહોંચ્યું છે.

આઇઓસી ભારતની પ્રથમ સરકારી રીફાઇનરી બની ગઇ છે. જે અમેરિકાથી આવેલા ક્રૂડઓઇલને રિફાઇન કરશે. કંપનીએ ૩૯ લાખ બેરલનો ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત સરકારી કંપનીઓ ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (એચપીસીએલ) એ કોચી અને વિજાગ રીફાઇનરીઓ માટે ક્રમશ: ૨.૯૫ મીલીયન અને ૧ મીલીયન બેરલ અમેરીકી ક્રૂડ ઓઇલનો ઓર્ડર આપ્યો છે.

કંપનીના અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં ભારતીય સાર્વજનીક ક્ષેત્રની રીફાઇનરીઓમાં કાચા તેલ (ફુડ ઓઇલ)ની કુલ માત્રા ૭.૮૫ મીલીયન બેરલ છે. અમેરિકાથી આયાત કરેલું ક્રૂડ ઓઇલ વર્ષ ૧૯૭૫ માં અમેરિકાએ ભારત માટે ક્રૂડ ઓઇલની આયાત બંધ કરી દીધી હતી. તો બીજી તરફ ભારતીય દુતાવાસના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં અમેરિકી ક્રૂડ ઓઇલની આયાતથી દ્વિપક્ષીય વેપારની ક્ષમતા બે અરબ ડોલર સુધી વધી જશે.

આ માટે ભારતીય કંપનીઓએ અમેરિકામાં પાંચ બીલીયન ડોલરનું રોકાણ કર્યુ છે. આ ઉપરાંત ૫.૮ મીલીયન ટન એલએમજી (લીકવી ફાઇડ નેચરલ ગેસ) આયાત કરવાનો પણ કોન્ટ્રાકટ થયો છે. પ્રથમ આયાત ભારતમાં જાન્યુઆરી ૨૦૧૮માં થશે.

ઇન્ડિયન ઓઇલીનું કહેવું છે કે પારાદીપ પર આવેલા અમેરિકી ક્રૂડ ઓઇલનું રીફાઇન તેના પૂર્વી નટની નજીક સ્થિત રીફાઇનરીઓ જેવી કે, પારાદીપ, હલ્દિયા: બરૌની આજે બોંગાઇગાંવમાં કરાશે ભારત સરકારે સરકારી ઓઇલ કંપનીઓને અમેરિકા અને કેનેડાથી ક્રૂડ ઓઇલ ખરીદવા પ્રોત્સાહીત કરી છે.ભારત વિશ્ર્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ આયાતી દેશ છે. ભારતે દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનની જેમ અમેરિકાથી ક્રૂડ ઓઇલ મંગાવવાનું શરુ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ઓપેકે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં કાંપ મુકવાનો નિર્ણય કર્યો છે. આથી મઘ્યપૂર્વ દેશમાં ક્રૂડ ઓઇલના ભાવ વઘ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.