Abtak Media Google News

160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે રેપિડ મેટ્રો

Train Namo

Advertisement

નેશનલ ન્યૂઝ

દેશની પ્રથમ રેપિડ મેટ્રો એટલે કે નમો ભારત ટ્રેનને ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી. લોકોએ નમો ભારત ટ્રેનમાં ઉદ્ઘાટન બાદ તરત જ તેમાં મુસાફરી કરવાનો લાભ લીધો હતો. આ રેપિડ એક્સ મેટ્રો દિલ્હી અને મેરઠ વચ્ચે શરૂ થઈ રહી છે. તેમાં પણ તેની પ્રથમ સેવા હાલમાં સાહિબાબાદથી દુહાઈ સુધી માત્ર 17 કિમીની હશે.

આ ટ્રેનની વાત કરીએ તો તે અન્ય ટ્રેનોની સરખામણીએ વધુ સ્પીડે દોડતી તમામ ટ્રેનો કરતા પણ ફાસ્ટ છે તેનું ભાડું પણ ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં, ચાલો તમને આ ટ્રેનના ભાડા અને ઝડપ વિશેની તમામ માહિતી આપીએ.

આ ટ્રેનમાં બેસીને મુસાફરી કરવા માટે લોકોએ સાહિબાબાદથી દુહાઈ સુધી 50 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જ્યારે પ્રીમિયમ કોચ માટે ભાડું બમણું છે એટલે કે 100 રૂપિયા એક પેસેન્જરે ચૂકવવા પડશે. જ્યારે સાહિબાબાદ અને ગાઝિયાબાદથી મુસાફરી કરવા માટે તમારે સ્ટાન્ડર્ડ કોચમાં 30 રૂપિયા અને પ્રીમિયમ કેટેગરીના કોચમાં 60 રૂપિયા ચૂકવવા પડશે.

આ સાથે સાહિબાબાદથી ગુલધર જવા માટે તમારે 30 રૂપિયા ખર્ચવા પડશે. જો સૌથી ઓછા ભાડાની વાત કરીએ તો એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જવા માટે સૌથી ઓછું ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. એ જ રીતે, એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પ્રીમિયમ ક્લાસમાં મુસાફરી કરવા માટેનું સૌથી ઓછું ભાડું 40 રૂપિયા છે.

નમો ભારત રેપિડ એક્સની સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની હશે. મતલબ કે આ ટ્રેન સ્પીડમાં દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત સાથે પણ સ્પર્ધા કરશે. રેપિડ એક્સમાં સુરક્ષાની જવાબદારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હેઠળની રહેશે. આ ટ્રેનોમાં ઓવરહેડ લગેજ રેક, વાઈ-ફાઈ, દરેક સીટ પર મોબાઈલ ચાર્જિંગ સહિતની અનેક સુવિધા લોકોમાં માટે કરવામાં આવી છે.ટિકિટ માટે ડિજિટલ ક્યુઆર કોડ આધારિત ટિકિટ મોડ શરૂ કરવામાં આવશે. રેપિડ એક્શ કનેક્ટ એપ્લિકેશન દ્વારા, તમે ઘરે બેઠા તમારી ટિકિટ બુક કરી શકશો. આ સિવાય તમે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ દ્વારા મુસાફરી કરી શકશો.

જો કે આ ટ્રેનમાં દિલ્હી મેટ્રો કાર્ડ કામ કરશે નહીં. તમારે એનસીએમસી કાર્ડને ન્યૂનતમ 100 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. દિલ્હીથી મેરઠ સુધી રેપિડ રેલ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. તેની કુલ લંબાઈ 82 કિલોમીટર છે. જેનાં પ્રથમ તબક્કામાં દુહાઈ અને સાહિબાબાદ વચ્ચે 17 કિલોમીટર શરૂ કરવામાં આવશે. તેમાં કુલ પાંચ સ્ટેશનો સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપોનો સમાવેશ થાય છે. મેરઠથી સાહિબાબાદનું ભાડું 170 થી 200 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.