Abtak Media Google News

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર ગુરુવારે રાજયસભામાં હંગામાના કારણે પોતાનું પ્રથમ ભાષણ આપી શકયો ન હતો: આ ખોટ તેણે ફેસબુક પર ૧૫ મિનિટનો વીડિયો પોસ્ટ કરીને પુરી કરી

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર ગુરુવારે રાજયસભામાં હંગામાના કારણે પોતાનું પ્રથમ ભાષણ આપી શકયો ન હતો. આ ખોટ તેણે ફેસબુક ઉપર વિડીયો પોસ્ટ કરીને પુરી કરી હતી. ટુંકમાં સચિનની સંસદમાં બોલતી બંધ કરી દેવાતા તેણે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડયો હતો. તે ભારતની લગભગ ૧૫ મિનિટના આ વિડીયોમાં સચિને દેશમાં રમત અને ખેલાડીઓની હાલની સ્થિતિ અને તેને સુધારવા માટે પોતાની સલાહ આપી હતી.

સચિતને જણાવ્યું હતું કે, હું દેશમાં સ્પોર્ટિંગ કલ્ચર વિકસિત કરવા માટે ૩-આઈનું ફ્રેમવર્ક પ્રસ્તાવિત કરવા માગુ છું. ઈન્વેસ્ટ-ઈન્સ્યોર અને ઈર્મોટલાઈજ. ફેસબુક પોસ્ટમાં આગળ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, આપણે સમય અને પ્રયત્નને ઈન્વેસ્ટ કરવા પડશે. જેમાં આપણે વેલનેસ (સ્વાસ્થ્ય) ઈન્સ્યોર કરી શકીશું. હું નાણામંત્રી અરૂણ જેટલીને વિનંતી કરીશ કે તે કંપનીઓના સીએસઆર ફંડમાં રમતોના ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે નિશ્ર્ચિત રકમ નિર્ધારીત કરે. સ્કૂલ, જિલ્લા, રાજય અથવા દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવા બદલ વધારાના માર્કસ અથવા ગ્રેસ મળવા જોઈએ.

કેન્દ્ર સરકારના બેટી બચાવો, બેટી પઢાવો મિશનને બિરદાવતા ભારત રત્ન સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, દીકરીનો જન્મ થાય ત્યારે આપણે કહીએ છીએ કે ઘરમાં લક્ષ્મીજી દેવી પધાર્યા છે પરંતુ એ જ દીકરીને લક્ષ્મીદેવીની જેમ રાખવી, સાચવવી, સંભાળ રાખવી તે આપણી જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે સચિન અને અંજલી તેંડુલકરને પ્રથમ સંતાન રૂપે દીકરી સારા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.