Abtak Media Google News

સહકાર ભારતી દ્વારા સહકાર સપ્તાહ નિમિત્તે પ્રથમ જ્ઞાન સત્રનું વિજય બેંકના ઓડીટોરીયમમાં વિધિવત ઉદ્દઘાટન

14 નવેમ્બર થી 20 નવેમ્બર સહકાર સપ્તાહ રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસ આડે આવતી સમસ્યાઓના નિવારણ માટે સમાન હિત ધરાવતી સહકારી સંસ્થાઓ સાથે મળી ચિંતન, મનન દ્વારા શ્રેષ્ઠનું અમલીકરણ કરવા છેલ્લા 68 વર્ષોથી દર વર્ષે 14 નવેમ્બર થી 20 નવેમ્બર એક સપ્તાહ ઉજવણી કરાય.

સહકાર ભારતીની સ્થાપના સ્વ. શ્રી વકીલસાહેબના માર્ગદર્શન નીચે 11 જાન્યુઆરી 1979 માં વર્તમાનમાં કાર્યરત સહકારી સંસ્થાઓમાં સંસ્કાર સિંચન અને નવા સંસ્કારી કાર્યકર્તાઓના નિર્માણ દ્વારા નવી સહકારી સંસ્થાઓ ઊભી કરવામાં આવે.

આ માટે આજથી 68 વર્ષ પહેલા સહકાર સપ્તાહ ઉજવવાનું જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે ત્રણ મુદ્દાઓ 1) સહકારી ક્ષેત્રમાં ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર ભક્તુ 2)સહકારી સંસ્થાઓનો પારદર્શક વહીવટ અને 3)  સહકારી મંડળીઓના વહીવટનું રોજેરોજ નવિનીકરણ.

સહકાર ભારતી રાજકોટ દ્વારા આ જ મુદાઓને ધ્યાન રાખી આજનું પ્રથમ જ્ઞાનસત્ર યોજાઈ ગયુ. સહકાર ભારતી  દેશનું કદાચ વિશ્વનું સૌથી મોટું સહકારી સંગઠન છે કે જ્યાં સંસ્થા અને વ્યક્તિ બે પ્રકારના સભ્યપદ છે.   વિવિધ પ્રકોષ્ જેવા કે દૂધ મંડળી, સેવા મંડળી, કૃષિ ધિરાણ મંડળી, મહિલા મંડળી, સહકારી બેંક,મા પણ કામ કરે છે.

આજના પ્રથમ જ્ઞાનસત્ર *સમાજ ઉત્કર્ષ અને સહકારિતા એ વિષય પર આજના ઉદ્ઘાટન સત્રમાં આદરણીય શ્રી નલિનભાઈ વસાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે,* ભારતની સંયુક્ત કુટુંબ પ્રથા સહકારિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.સમાજ ઉત્કર્ષ માં સહકારિતા જ મુખ્ય ફાળો આપી શકે એમ છે.

સામાજિક વિકાસ તો વિજ્ઞાન અને સરકાર પણ કરી શકશે. પરંતુ વિકાસ અને ઉત્કર્ષમા઼ મૂળભૂત તફાવત છે.  વિકાસની આડઅસરો હોય છે જે દૂર કરવા માટે અન્ય સંશાધનો પણ બનાવવા જરૂરી બને છે.  દાખલા તરીકે બુલેટ અને ગનની શોધ સાથે  બુલેટપ્રુફ  જેકેટ બનાવવું પડે. પરંતુ ઉત્કર્ષમાં કોઈ આડઅસર ન હોય ફક્ત અને ફક્ત સુંદર મજાના બધાને ભાવે એવા ફળ જ હોય.

આજના કાર્યક્રમનું સફળ સંચાલન  જયેશ સંઘાણીએ કરેલ, વિજય બેંકના ચેરમેન  ગોપાલભાઈએ સ્વાગત પ્રવચન કરેલ, સહકાર ગીત હિતેશભાઈ શુકલએ ગાયું કલ્યાણ મંત્રી નરેશભાઈ  શુક્લએ તથા સહકાર ભારતી અને સહકાર સપ્તાહ વિશે માહિતી સંસ્થાના પ્રમુખ ડો.એન.ડી.શીલુએ આપેલ.

સહકારી અગ્રણીઓ સર્વ  દીપકભાઈ પટેલ, ગોપાલભાઈ માકડીયા,  હરગોપાલસિંહ જાડેજા, અર્જનભાઈ મકવાણા,  વિભાભાઈ મયાત્રા,  પ્રવીણભાઈ નિમાવત, ચંદ્રેશભાઈ કાપડિયા,  જયરાજસિંહ જાડેજા,   વિજય પુરોહિત, રાજકોટ જિલ્લા સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર  પરેશ ફેફર, સેવિકા સમિતિના   કાંતાબેન કથીરિયા શિવજ્યોત મંડળીના ડિરેક્ટરઓ તથા અન્ય વિવિધ મંડળીઓના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.