Abtak Media Google News

ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ રચાયો છે. ભારતને 100 વર્ષ બાદ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતને આ સુવર્ણ તક નીરજ ચોપડાએ અપાવી છે. ભારતનું ‘નીર’ ઓલમ્પિકમાં ચમકયું છે. નીરજ ચોપડાએ ઓલમ્પિકના ‘ચોપડા’માં ઝળહળતું પ્રદર્શન કરી ગોલ્ડ મેળવી ઈતિહાસ રચી દીધો છે.

જવેલીન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ પોતાના પ્રથમ પ્રયાસમાં 87.03, બીજા પર 87.58 અને ત્રીજા સ્થાને 76.79 સાથે પોઈન્ટ પર રહ્યા હતા. જ્યારે ચોથો આને પાંચમો રાઉન્ડ ફાઉલ થ્રો રહ્યો હતો. એથ્લેટિક્સમાં મેડલ જીતવાની ભારતની 121 વર્ષની રાહ આજે પૂર્ણ થઈ છે.છેલ્લા 100 વર્ષોમાં ભારતનું આ રીતનું પ્રતિનિધિત્વ કરનાર નીરજ ચોપડા પ્રથમ ખેલાડી બની ગયા છે.

નીરજ ચોપડાને સુવર્ણ પદક એનાયત થયો એ ઝલક

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

હરિયાણાના પાનીપતના છે નિરવ ચોપડા

નીરજ ચોપડા હરિયાણા રાજ્યના પાણીપતના રહેવાસી છે. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1997ના રોજ થયો હતો. ચોપરા અગાઉ 2018 એશિયન ગેમ્સ અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 88.06 મીટર ગોલ્ડ-મેડલ જીત્યો હતો. ચોપડાને 2018 એશિયન ગેમ્સમાં ભારત માટે ઉદઘાટન સમારોહમાં ધ્વજવાહક તરીકે પણ પસંદ કરવામાં આવેલા. તેમણે અગાઉ 2016 વર્લ્ડ U20 ચેમ્પિયન અને 86.48 મીટરનો વિશ્વ અંડર -20 રેકોર્ડ બનાવ્યો હતો. અન્ડર -20માં ટ્રેક એન્ડ ફિલ્ડમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.