Abtak Media Google News

Table of Contents

મહાપાલિકા દ્વારા વિકાસ દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાર્પણ અને આવાસ ફાળવણીનો ડ્રો: મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય સડક, પરિવહન રાજમાર્ગ મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની વર્ચ્યુઅલ હાજરી

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી (સેવાયજ્ઞ) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ દિવસ અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ આજરોજ સવારે 09:45 કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી, નવસારીના સાંસદ સી.આર.પાટીલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ તથા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી કે.કૈલાસનાથનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

Advertisement

કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના વરદ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા.

Img 20210807 Wa0013

આ પ્રંસગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી, ડે.મ્યુનિસિપલ કમીશનર આશિષકુમાર, એ.કે.સિંઘ, ચેતન નંદાણી તથા રૂડા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ચેતન ગણાત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવે છે કે, સરકારના 05 વર્ષની ઉજવણી નહિ પરંતુ, જનકાર્યનો સેવા યજ્ઞ છે. આજે એક મંચ પરથી એકસાથે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયેલ છે. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી દેશના નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત માટે વિકાસનીતિને પ્રસ્થાપિત કરેલ છે. તે પથ પર રાજ્યના વિકાસમાં અમો આગળ ધપી રહ્યા છીએ. ગુજરાત દેશનું રોલમોડલ બની રહ્યું છે.

ગુજરાત સરકારે 4 સ્થંભ જેવા કે, પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારને અનુસરી વિકાસની ગતિ આગળ વધારી રહ્યા છીએ. જેમ વિક્રમાદિત્યએ તપોબળથી  સિંહાસનને જનકલ્યાણકારી બનાવેલ. એવી જ રીતે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સિંહાસનને પણ તપોબળ દ્વારા જનસેવામાં સમર્પિત કર્યું હતું. એ જ દિશામાં, અમારી સરકાર આગળ વધી રહી છે.

વિશેષમાં, મુખ્યમંત્રીએ જણાવેલ કે, પ્રધાનમંત્રીએ નર્મદાનો પ્રશ્ન ઉકેલીને ગુજરાતના વિકાસ દ્વ્રારો ખોલ્યા છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતો, આદિવાસીઓ, બેરોજગારો, સાગરખેડુ વિકાસ, વનબંધુ યોજના-2, સોલાર, ટુરીઝમ, અનેક ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવ્યું છે. દેશના દરિયા કિનારે વસતા સાગરખેડુઓ વિકાસ અને ઉથ્થાન માટે રૂ.50,000 કરોડ અને વનવાસીઓના વિકાસ અને ઉથ્થાન માટે રૂ.,1,00,000 કરોડની વનબંધુ યોજનાની અમલવારી ચાલુ કરવામાં આવી છે. કચ્છમાં 30 હજાર મેગા વોટનો એનર્જી પાર્ક બનાવવાની કામગીરી ચાલુ છે જે 2030 સુધીમાં પૂર્ણ થતા તે દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક કાર્યરત થશે.

કેવડીયા ખાતે વર્લ્ડ ટુરીઝમ ક્ષેત્રે અનેરું સ્થાન પામે તેવા સ્ટેચ્યુ ઓફ યુનીટીની રોજ 40,000 પ્રવાસીઓ મુલકાત લે છે. દ્વારકા પાસે શિવરાજપુર બીચનું પણ ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે. તો ધોલપુર, ચાંપાનેર વગેરે વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામ્યા છે. દસેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે. અમોએ સતાને સેવાનું સાધન માન્યું છે, ભોગવવાનું નહિ. અને તેના કારણે જ, છેલ્લા 05 વર્ષમાં રાજ્યનો હેપીનેશ ઇન્ડેક્સ ખૂબ ઉંચો ગયો છે.

પ્રાસંગિક પ્રવચનમાં માન.મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, રાજ્ય સરકારે 05 વર્ષના સેવાયજ્ઞમાં લોકોની સમસ્યા ઉકેલવામાં તેમજ રાજ્યના વિકાસને વેગ આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારનો મુખ્ય એજન્ડા વિકાસ છે. તે પથ પર રાજકોટ શહેરનો પણ વિકાસ પૂરપાટ ચાલી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25000થી વધુ આવસો સોપી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરેલ છે. આજે 1276 આવાસો લાભાર્થીદીઠ ફક્ત 5.5 લાખમાં લાભાર્થીઓને મળવાના છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામો જેવા કે, વોર્ડ નં.03માં સંતોષીનગર મેઈન રોડ પર જી.એસ.બી.તથા ડામર કરવાનું કામ, વોર્ડ નં.04માં ડ્રેનેજ કામ તથા ડી.આઈ.પાઈપલાઈન કામ,  વોર્ડ નં.08માં જુદા જુદા વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ, વોર્ડ નં.10માં જુના યુનિવર્સીટી રોડ પ્રેમ મંદિરથી યુનિવર્સીટી ગેઈટ તેમજ વૃંદાવન સોસાયટી મેઈન રોડથી મોકાજી સર્કલ સુધી રસ્તાના સાઈડ સોલ્ડરમાં યુટીલીટી ડક્ટ લગાડવાનું કામ, વોર્ડ નં.11માં બેકબોન પાર્ક મેઈન રોડ અને આંતરિક રસ્તાઓમાં તેમજ કસ્તુરી કાસા હાઈરાઈઝ પાસેના ટી.પી. રોડ પર રસ્તાની સાઈડમાં પેવિંગ બ્લોક લગાડવાનું કામ સહિતના રૂ.13.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવેલ.

આ ઉપરાંત વોર્ડ નં.04માં જુદા જુદા ટી.પી.રોડ, રાજકોટ ગ્રીટ મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, પંચવટી સોસાયટીમાં મેટલીંગ કરવાનું, વોર્ડ નં.07માં લક્ષ્મીનગર નાલાથી ટાગોર રોડને જોડતા એપ્રોચ રોડને પહોળો કરવાનું કામ, વોર્ડ નં.11માં સ્પીડવેલ ચોકથી નવા 150 ફૂટ રીંગ રોડ સુધીના 24મી. ટીપી. રોડને ડેવલોપ કરવાનું કામ, ટી.પી.27-28ના 18મી. ટીપી. રોડને ડેવલોપ કરવાનું કામ તથા વોર્ડ નં.18ના સોલવન્ટ વિસ્તારના જુદા જુદા રોડ પર મેટલીંગ કરવાના રૂ.10.37 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આમ, કુલ રૂ.23.58 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયું. તેમજ વોર્ડ નં.04માં મોરબી રોડ પર ટીપી સ્કીમ નં.13ના વિસ્તારમાં મહિલા ગાર્ડન તથા થીમ પાર્ક ગાર્ડન વિકસિત કરી 03 વર્ષ નિભાવની કરવાનું રૂ.63 લાખથી વધુ ખર્ચના કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ ઊઠજ-2 ના 1276 આવાસોના ફાળવણી ડ્રો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

વતન પ્રેમ યોજના અંતર્ગત બહાર વસતા ગુજરાતીઓને વતન વિકાસ માટે સહયોગની અપીલ કરતા અમિત શાહ

Amit Shah

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જોડીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણ નીતિ અનુસાર વિકાસ પ્રક્રિયા આગળ ધપાવી છે તે માટે તેમણે અભિનંદન આપું છુ. કોરોનાકાળમાં જયારે વિશ્વમાં વિકાસકામો થંભી ગયા હતા ત્યારે ગુજરાતે વણથંભી વિકાસયાત્રા ચાલુ રાખી હતી અને તેથી જ આજે રૂ.3322 કરોડના વિકાસકામો લોકાર્પણ અને રૂ.1961 કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત થયા છે. વતનપ્રેમ યોજના અંતર્ગત વિદેશમાં તથા ગુજરાત બહાર વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાની એક સુંદર યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

Dhansukh Bhanderiરાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં 5ાંચ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે : ધનસુખભાઇ ભંડેરી

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, વડાપ્રધાનના સ્વપ્ન “સૌને ઘર” સિધ્ધ કરવાના હેતુ માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.20/11/2016થી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાના અમલથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરવિહોણા અને કાચું આવાસ ધરાવતા કુટુંબોને 2022 સુધીમાં “પોતાના સ્વપ્નનું ઘર” મળી રહે તેમજ તેઓનું જીવનધોરણ ઊંચુ લાવવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન બાંધકામ માટે રૂા.1,20,000/-ની

Nitin Gadakariગુજરાતને રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવે, એક્સપ્રેસ વે, ફોર લેન હાઇવે તેમજ નવા બ્રિજની કેન્દ્રએ મંજૂરી આપી છે : નીતિન ગડકરી 

આ પ્રસંગે પોતાના વર્ચ્યુઅલ ઉદ્બોદનમાં કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છુ. માન.નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અત્યારે તેમણે રાજ્યને પ્રગતિશીલ બનાવ્યું હતું, હવે રાજ્ય સમૃદ્ધ બનવા તરફ ગતિ કરી રહ્યું છે. રાજ્યના રાજકોટ-જેતપુર હાઈવે સિક્સ લેન બનશે. એક્સપ્રેસ ગુજરાતના 7 જીલ્લામાંથી પસાર થશે અને તેમાં પછાત એવો આદિવાસી એરિયા પણ કવર થશે જેના કારણે તે એરિયાની પ્રગતિના દ્વાર ખુલશે. દેશભરમાં અમેરિકાના સ્ટાન્ડર્ડના રોડ બનવાનો નિર્ધાર કર્યો છે. અગાઉની સરકારના વખતમાં દરરોજ 2.0 કિમીના રોડ બનવાનું કામ હાથ ધરાતું પરંતુ હવે 38 કિમીના કામ પુરા થાય છે.

Nitin Patelરાજ્યનો વિકાસ માત્ર સરકારની નહીં જનતાની પણ સફળતા : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ વર્ચ્યુઅલ લોકાર્પણ , ખાતમુહૂર્ત પ્રસંગમાં સૌનું સ્વાગત કર્તા એમ જણાવેલ કે, વડાપ્રધાન દ્વારા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સુત્રને ધ્યાન રાખી, દેશની વિકાસ યાત્રા આગળ ધપાવાવમાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિકાસપથ પર કુચ કરવામાં આવી રહી છે. હાલના ગુજરાતનો વિકાસ એ માત્ર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે સરકારની જ નહિ પરંતુ, દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, પક્ષપ્રમુખ સહીત રાજ્યની 6.30 કરોડની જનતાની સફળતા છે. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જીન છે.

5 વર્ષમાં સારો નરસો સમય આવ્યો. કોરોનાનો કપરો કાળ જોયો. માન.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રુપ દ્વારા રોજેરોજ રાજ્યને માર્ગદર્શન મળતું રહ્યું છે. 1990માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો. આજે 30 વર્ષથી વધુ સમય થયા અને અનુભવે એમ કહું છુ કે, રાજ્યના વિકાસની સાથોસાથ રાજકીય સ્થિરતા પણ જરૂરી છે અને ભારતીય જનતા પક્ષે એ આપી છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી સરકારે કામ કર્યું છે. ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવ્યું છે.

સહાય સાથે લાભાર્થીને તેના પોતાના મકાન બાંધવા માટે મળતી બીજી વધારાની સહાય મળીને કુલ રૂા.1,52,160/- ની સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્યના 34000 થી વધુ ગામો પરાઓને કુલ રૂા.17,196 કરોડની રકમના પ3,250 કિ.મી. લંબાઇના 20,486 રસ્તાઓના કામોને મંજુરી આપેલ છે.

ગુજરાત સરકાર દ્વારા સિંચાઇ સુવિધા વધારવા, સિંચાઇમાં પડતી તકલીફો દુર કરવા માટે તથા હયાત સિંચાઇ સુવિધાના સુદ્રઢીકરણ માટે છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કામગીરીઓ હાથ ધરેલ છે. જેમાં જળસંચયના કામો માટે સુજલામ સુફલામ જળ અભિયાન, આદિજાતિ વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના અને મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ, નર્મદાના વધારાના પૂરના પાણીથી ઉત્તર ગુજરાત વિસ્તાર માટે સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયો ભરવા માટેની સૌની યોજના તેમ જ સિંચાઇ યોજનાના હયાત કેનાલ માળખાના આધુનિકરણ અને સુધારણા માટે વિવિધ યોજનાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશતો અટકાવવા માટેના તથા દરિયાઇ ધોવાણ ઘટાડવા માટેના કુલ રૂા.20,900 કરોડના કામો હાથ ધરેલ છે.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા હળવી કરવા માટે જુદા જુદા તળાવો જોડવા તથા પાઈપલાઈન નાખવાની કામગીરી રૂ.1161 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા 05 વર્ષમાં પીવાના પાણીની યોજના માટે પાણી પુરવઠા વિભાગ હસ્તક રૂ.21761 કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે. તેમજ અંદાજે 3127 બોર, 41575 હેન્ડપંપ અને 29677 મીની પાઈપલાઈન યોજના કરવામાં આવેલી છે. પીવાના પાણીનો અનાધિકૃત ઉપયોગ અટકાવવા માટે ધ ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) એક્ટ-2019 કાયદો લાવવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 7.85 જેટલા આવાસો મંજુર કરવામાં આવેલ છે. આ આવાસો માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા કુલ રૂ.1984.19 કરોડ તથા  રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.1563.79 કરોડની માતબર રકમની સહાય આપવામાં આવેલ છે. જેનો 4.71 લાખ લાભાર્થીઓએ લાભ લીધેલ છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 05 વર્ષમાં કુલ 39 ફ્લાયઓવર માટે રૂ.1913 કરોડ મંજુર કરવામાં આવેલ છે.

રોજગાર અને તાલીમ માટે છેલ્લા 05 વર્ષમાં રાજ્યની 74 આઈ.ટી.આઈ. માટે રૂ.627 કરોડના ખર્ચે નવા મકાનો બાંધવામાં આવેલ છે. જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે દૈનિક 8300 બસ દ્વારા 44,268 ટ્રીપથી દૈનિક 25 લાખ મુસાફરોને પરિવહનની સુવિધા આપવામાં આવે છે. લોકોને એરપોર્ટ જવા બસ સ્ટેશન મળી રહે તે માટે પ્રથમ તબ્બકામાં રૂ.488 કરોડના ખર્ચે 06 બસ સ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. અને હાલ બીજા તબક્કામાં રૂ.677 કરોડના ખર્ચે 09 બસ સ્ટેશનોની કામગીરી હાલ ચાલુ છે.

રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતોની કચેરીના નવા મકાનો બનાવવા માટે રૂ.673 કરોડનું અનુદાન મંજુર કરવામાં આવેલ છે. જેમાંથી જીલ્લા પંચાયતના 13 મકાનો તથા તાલુકા પંચાયતના 129 મકાનો નવા બનાવવાની કામગીરી ચાલુ છે.

આ યોજનામાં  ગુજરાત સરકાર 40% રકમ ફાળવશે. તો મારી દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને આ યોજનામાં જોડાઈ માતૃભૂમિના વિકાસમાં સાથસહકાર આપવા અપીલ છે. આજરોજ રાજ્યમાં 25,000 આવાસો લોકાર્પણ કરવામાં આવ્યા છે અને બીજા 45,000 આવાસો માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. સને 2022 સુધીં ઘર વિહોણા લોકોને ઘર મળી તેવું નરેન્દ્રભાઈનુ સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે.

કોઈપણ રાજ્યમાં મજબુત રોડ નેટવર્ક વિકાસની પારાશીશી છે. ગુજરાતમાં મજબુત રોડ નેટવર્ક માટે ગડકરીજીને અભિનંદન આપું છું અને આભાર માનું છું. રાજ્યમાં પાણી પુરવઠા માટે ટેન્કરરાજ હવે ભૂતકાળ બની ગયું છે. સૌની યોજના માટે 1800 એમ.એમ.ની પાઈપલાઈન નાખવામાં આવી ત્યારે વિપક્ષો હસી ઉડાવતા હતા કે તેમાંથી હવા નીકળશે. પરંતુ હવે તેમાંથી ફક્ત પાણીના ધોધ જ વહે છે. રાજ્યએ હાલ કોરોનાની 2 લહેર પાર કરી છે. ગુજરાત સૌથી વેકસીનેશન કરાવ્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગરીબોને મફત અન્ન વિતરણ કરવાની યોજના અમલમાં મુકાવી છે. તે અંતર્ગત ગરીબોને દિવાળી સુધી માથાદીઠ 5 કિગ્રા અનાજ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જે માટે રૂ.80,000 કરોડનો ખર્ચ થનાર છે. તેમ અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.