Abtak Media Google News

પહેલા જ પ્રયાસમાં 86.65મીટરનો થ્રો ફેંકી નંબર વનની પોઝિશન મેળવી: એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવવા વાળા 12માં ભારતીય બન્યા

ભારતીય ફેન્સ માટે બુધવારે દિવસની શરુઆત શાનદાર રહી. ઓલિમ્પિકમાં મેડલની આશા છે. નીરજ ચોપડાએ જેવલિન થ્રો ઇવેન્ટમાં સરળતાથી જગ્યા બનાવી. નીરજે પોતાના પહેલા પ્રયાસમાં ફાઇનલની ટિકિટ મેળવી લીધી. ફેન્સ પોતાના સ્ટાર પાસેથી આ જ પ્રકારના પ્રદર્શનની આશા કરી રહ્યા હતા.

કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલિસ્ટ નીરજ ચોપડાનુ ફાઇનલમાં રમવાનુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ હતુ. બુધવારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજ આશાઓ પર ખરા ઉતર્યા. તેઓ દેશના પહેલા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોમાં જગ્યા મેળવી છે. સાથે જ ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવવા વાળા 12માં ભારતીય એથ્લીટ છે.

નીરજ ચોપડાએ પોતાના પહેલા અટેમ્પટમાં જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમણે પહેલા પ્રયાસમાં 86.65મીટર દૂર થ્રો કર્યો. ત્યારબાદ તેઓ ચાર્ટમાં સીધા નંબર વન પર પહોંચી ગયા. તેમણે પહેલા પ્રયાસમાં જ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધુ હતુ.

જેવો તેમણે 86.65મીટરનો થ્રો ફેંક્યો ભારતીયોમાં  ખુશી  છવાઇ ગઇ. નીરજ પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા હતી.  નીરજ સિવાય પહેલા અટેમ્પટમાં ફિનલેન્ડના લાસી એટોલાટોલોને પણ ક્વોલિફાઇ કર્યુ. તેમને સ્કોર 83.50 મીટર રહ્યો. ફાઇનલ ઇવેન્ટ સાત ઓગષ્ટે રમાશે.ચોપરાની ઓલિમ્પિક તૈયારીઓ ઇજા અને કોવિડ-19 મહામારીના કારણે પ્રભાવિત થઇ હતી. પરંતુ તેમણે પ્રશંસકોને નિરાશ ન કર્યા અને ઓલિમ્પિકમાં પહેલા થ્રો પર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી.

બોક્સર લવલીનાની સેમીફાઇનલમાં હાર પરંતુ બોન્ઝ મેડલ પર કબ્જો કર્યો

ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકની બોક્સિંગ રિંગમાં પોતાના મેડલનો રંગ બદલવામાં નિષ્ફળ રહી હતી. સેમિફાઇનલ મેચમાં તેણીને વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બોક્સર બુસેનાજ હરાવી હતી. આ હાર સાથે તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.લવલીના ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારત માટે મેડલ જીતનાર ત્રીજી અને બીજી મહિલા બોક્સર છે.

તેમના પહેલા વિજેન્દર સિંહે 2008 ના બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી મેરી કોમે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લવલીના માટે આશ્ચર્યજનક બાબત એ હતી કે, તેણીએ પ્રથમ ઓલિમ્પિક્સ રમતી વખતે મેડલ પોતાને નામ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.