Abtak Media Google News

ભારત અત્યારે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પણ હવે ભારતમાં જન્મદર ઘટી રહ્યો છે. હવે હમ દો હમારા એકના સૂત્ર હેઠળ એક મોટો વર્ગ માત્ર એક બાળકની જ અપેક્ષા રાખતો થયો છે.  લાન્સેટ જર્નલના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ભારતમાં જન્મદર ઘટી ગયો છે અને 2050 સુધીમાં જન્મદર ખૂબ નીચે જશે એટલે વસતિ ઘટી જશે.

1950માં ભારતમાં ફર્ટીલિટી રેટ 6.2 હતો. હવે એ ઘટીને 2 થયો છે. 2050 સુધીમાં જન્મદર 1.3 થાય તેવો અંદાજ છે. ગ્લોબલ જન્મદરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. 1950માં ગ્લોબલ જન્મદર 4.8 હતો, હવે એ ઘટીને 2.2 થઈ ગયો છે. એક દંપતી સરેરાશ બે બાળકોને જન્મ આપવાનું પણ ટાળે છે તેથી આગામી દશકામાં યુવા વર્કફોર્સની મોટી અછત સર્જાશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે જન્મદર આદર્શ રીતે ઓછામાં ઓછો બે હોવો જોઈએ.2021માં 2.2 કરોડ બાળકો જન્મ્યા હતા. પરંતુ આ જન્મદરમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો હોવાથી 2050 સુધીમાં વર્ષે 1.3 કરોડ બાળકો જ જન્મશે. તેના કારણે યુવા વસતિની મોટી અછત સર્જાશે અને તેની અસર ગ્લોબલ વર્ક ફોર્સ પર થશે. ભારતમાં 1950ના દશકામાં એક મહિલા સરેરાશ 6.2 બાળકોને જન્મ આપતી હતી.

1980 આવતા આવતા એક મહિલા સરેરાશ ચાર બાળકોને જન્મ આપતી થઈ હતી. 21મી સદીમાં આ એવરેજ ઘટી ગઈ છે. હવે એક મહિલા સરેરાશ બે બાળકોને જન્મ આપે છે. ગ્લોબલ ટ્રેન્ડ પણ લગભગ આ જ પ્રકારનો ચાલી રહ્યો છે. 1950ના ગાળામાં દુનિયામાં મહિલાઓ સરેરાશ 4.8 બાળકોને જન્મ આપતી હતી. 2021માં એ 2.2 બાળકોને જન્મ આપે છે. 2050માં 1.8 બાળકોને જન્મ આપતી હશે અને 2100માં 1.6 બાળકોનો જન્મ થતો હશે. એમાંય સમૃદ્ધ દેશોમાં આ એવરેજ ઘણી નીચી છે. ગરીબ કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં મહિલાઓ સરેરાશ વધારે બાળકોને જન્મ આપે છે. ભણેલી, નોકરી કરતી કે મોટા શહેરોમાં રહેતી કારકિર્દીલક્ષી મહિલાઓ બે બાળકોને જન્મ આપવાનું ટાળતી હોવાનું અહેવાલમાં કહેવાયું હતું.

દુનિયામાં 1950માં 9.3 કરોડ બાળકોનો જન્મ થયો હતો એવો અંદાજ છે. યાદ રહે ત્યારે દુનિયાની વસતિ માંડ 250 કરોડ હતી. તેની સરખામણીએ 9-10 કરોડ બાળકોનો જન્મ થયો હોય તેનો અર્થ એવો થાય કે જન્મદર ઘણો ઊંચો હતો. 2016માં વર્ષે જગતમાં 14.2 કરોડ બાળકો જન્મયાં હતા. 2021માં એમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને 12.9 કરોડ બાળકોનો જન્મ થયો હતો. લાન્સેટ જર્નલના અહેવાલમાં કહેવાયું કે ઘટાડોનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તે હવે આગામી દશકામાં પણ યથાવત રહેશે ને સતત ઘટશે. પરિણામે દુનિયાની વસતિ ઘટતી જશે. એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિનો જન્મ થાય તો વર્કફોર્સ જળવાઈ રહે છે, પરંતુ કપલ દીઠ એક બાળકનો ટ્રેન્ડ શહેરોમાં જોવા મળતો હોવાથી 2050 સુધીમાં મોટું પરિવર્તન આવશે. 2100માં તો દુનિયામાં એક કપલે માંડ એક બાળકનો જન્મ થતો હશે. આ સ્થિતિથી વસતિમાં અસંતુલન સર્જાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.