Abtak Media Google News
  • દુબઈના ખ્યાતનામ આર્ટીસ્ટ અકબરજી દ્વારા કંડારેલ અને આર્ટ એક્ઝિબીશન રાજીવ મેનન દ્વારા ક્યુરેટ કરવામાં આવેલી નરેન્દ્ર્રભાઈ મોદીના વક્તવ્ય અને તેમણે દેશહિત માટે કરેલા કાર્યોના કેનવાસ અને આકર્ષક વોટરકલર પેન્ટીંગ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
  • શહેરીજનો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે રરમી સુધી વિનામુલ્યે પ્રદર્શની નીહાળી શકશે

સમગ્ર દેશમાં આત્મનિર્ભર અભિયાન ધ્વારા વિકાસની પ્રકાશગંગા ફેલાવનાર નરેન્દ્રભાઈ મોદી સાંસ્કૃતિક ધરોહર સાથેના વિકાસના પ્રહરી રહયા છે ત્યારે માં ભારતી ને પરમ વૈભવના શિખર પર બેસાડવા માટે કૃતિનિશ્ર્ચયી અને સમગ્ર વિશ્ર્વમાં ભારત માતાનું ગૌરવ વધારનાર દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશાળ રાષ્ટ્રવાદની વિચારધારા,તેનું સમગ્ર જીવન-ક્વન, તેમણે દેશહિત માટે લીધેલા અનેકાનેક વિકાસલક્ષ્ાી નિર્ણયો, મન કી બાત સહિતના પ્રસંગોની યાદગાર ક્ષ્ાણોને આવરી લેતી કેનવાસ અને વોટર કલર પેઈન્ટીંગની પપ જેટલી કૃતિઓની પ્રદર્શનીનું ઉદઘાટન ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, નિતીન ભારધ્વાજ, રાજુભાઈ ધ્રુવ, વિક્રમ પુજારા, માધવ દવે, હરેશ જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Dsc 7666

આ તકે વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં  સરદાર વલ્લભભાઈ પટેલ અને  પં.દીનદયાલ મુખર્જીનું અખંડ ભારતનું સ્વપ્ન પૂર્ણ  થઈ રહયું છે.આઝાદીના અમૃત વષેર્ર્ બ્રિટનને પાછળ રાખી હિન્દુસ્તાન વિશ્ર્વની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા  બન્યુ છે ત્યારે વિશ્ર્વસ્તરે દેશનું સ્થાન મજબુત થતુ જાય છે, માન. નરેન્દ્રભાઈ મોદી બીજી વખત વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા પ્રસ્થાપિત થયા છે તે દેશવાસીઓ માટે ગૌરવવંતી ક્ષ્ાણો છે.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમ્યાન વિશેષ ધ્યાન ભારતના સમૃધ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતીક વારસા પર આપવામાં આવ્યુ છે.

Dsc 7672

ત્યારે દુબઈના ખ્યાતનામ આર્ટીસ્ટ અકબરસાહેબ ધ્વારા કંડારેલ અને આર્ટ એકઝીબીશન રાજીવ મેનન ધ્વારા ક્યુરેટ કરવામાં આવેલ  નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્ય અને તેમણે દેશહિત માટે કરેલા કાર્યોના કેનવાસ અને આકર્ષક વોટરકલર પેન્ટીંગ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. શહેરીજનો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે તા.17/10 થી તા.રર/10 વિનામુલ્યે પ્રદર્શની નીહાળી શકશે.

  • રાજકોટની જનતા અને નરેન્દ્રભાઈ મોદીને પરસ્પર એકસરખો લગાવ છે: પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • 19 મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રમોદીનું રાજકોટમાં  ભવ્ય સ્વાગત કરવા માટે પ્રજામાં સ્વયંભૂ ઉત્સાહ

વડાપ્રધાનના રાજકોટ આગમન અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની લાગતા જણાવ્યું હતું કે રાજકોટની જનતા અને નરેન્દ્રભાઈ મોદી બંનેને અરસ-પ્રસ નો સરખો લગાવછે વડાપ્રધાનને વધાવ વા જનતા ઉમંગપૂર્વક તૈયારી કરી રહી છે નરેન્દ્ર ભાઈ ને રાજકોટવાસીઓએ જ તૂટીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને રાજકોટ વાસીઓના શુકનવંતા મતદાનથી દેશને વડાપ્રધાન જેવા યુગપુરુષ

Dsc 7680

મળ્યા છે વિજયભાઈ એ આપના આગેવાનોની ટ્વિટ ઉપર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કાયદાકી વાતોને રાજકીય સ્વરૂપ અપાય છે, કય્યદાકિય બાબતે કાયદા મુજબ વાત કરવી જોઈએ, દુબઈમાં પેઇન્ટર આર્ટિસ્ટ મિસ્ટર અકબર દ્વારા આપણા વડાપ્રધાનના ચિત્ર બનાવે એ ગૌરવની વાત છે પૂજ્ય હીરાબાના પેન્ટિંગથી શરૂ કરી આત્મનિર્ભર ભારત તથા નરેન્દ્ર ભાઈ દ્વારા જે કોઈ કામો થયા છે તે બધાને ઉજાગર કરતું પેન્ટિંગ એક્ઝિબિશન સમગ્ર વિશ્વમાં ભારતીય ની છાતી ગજગજ ફુલાવે તેવું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપની બે તૃતીયાંશ બહુમતી વાળી સરકાર બનાવવા સમગ્ર દેશની પ્રજા કટિબદ્ધ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.