Abtak Media Google News

ઉપગ્રહો લોન્ચ થતાજ લોકો હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા સુચારુંરૂપથી માણી શકશે

ભારત હવે અવકાશી ખેતી તરફ પણ આગળ વધી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્થિતિને ધ્યાને લઈ અવકાશ ક્ષેત્રે ભારત પોતાનું આદિત્ય સ્થાપિત કરવા માટે અનેક નવીનતમ યોજનાઓ અને પ્રોગ્રામો ને અમલી બનાવી રહ્યું છે. ત્યારે અવકાશી ક્ષેત્ર ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારત ફરી ઇતિહાસ રચવા સજ થયું છે જેમાં હવે ભારત જીએસએલવી રોકેટ મારફતે ગ્લોબલ કોમ્યુનિકેશન કંપની વનવેબના 36 ઉપગ્રહોને એક સાથે અંતરીક્ષમાં છોડશે. ઉપગ્રહ અંતરીક્ષમાં છોડાતા ની સાથે જ સમગ્ર વિશ્વમાં લોકો હાઈ સ્પીડ ઇન્ટરનેટ ની સેવા શોચારુ રૂપથી માણી શકશે.

માત્ર ભારત જ નહીં પરંતુ રશિયન સ્પેસ કંપની પણ મિત્રોની મદદ લઈ તેની બ્રોડબેન્ડ સેટેલાઈટને અવકાશમાં તરતી મૂકવા માટે ઇસરો સાથે કરારો કર્યા છે. આ તમામ સેટેલાઈટો સાથે ઇસરોનું લોન્ચ વ્હીકલ એટલે કે જીએસએલબી રોકેટ રે ઓક્ટોબર 21 અથવા 22 ના રોજ છોડાશે પરંતુ હજી તે અંગે ઇસરો દ્વારા કોઈ અધિકૃત તારીખ જાહેર કરવામાં આવી નથી. મિત્રો માટે ઐતિહાસિક વાત એ છે કે આ મિશન તેમનું પ્રથમ કોમર્શિયલ મિશન છે જેમાં ઈસરોનું જીએસએલબી રોકેટ 36 જેટલા ઉપગ્રહોને એક સાથે લઈ અંતરીક્ષમાં પહોંચશે અને આ રોકેટનું પેલોદ આશરે છ ટન જેટલો છે.

વન વેબ કંપની પ્રથમ વખત ભારતીય રોકેટનો ઉપયોગ કરી 36 જેટલી સેટેલાઈટને અંતરીક્ષમાં છોડવા માટે તૈયાર થયું છે અને આ તમામ ઉપગ્રહો લો અર્થ ઓર્બીટ એટલે કે એલઈઓ માં છોડવામાં આવશે. ફેબ્રુઆરી 2022 સુધીમાં વન વેબ કંપનીએ 428 જેટલા અગ્રહોને અંતરીક્ષમાં છોડ્યા છે જેનાથી નાના ગામડાઓ નાના શહેરો લોકલ અને રિજનલ મ્યુનિસિપાલટી સહિતના એ તમામ વિસ્તારો કે જ્યાં ઇન્ટરનેટ પૂરું પાડવું કપડું છે ત્યાં ઇન્ટરનેટ પહોંચ્યું છે. આ સેટેલાઈટ ને લોન્ચ કરતાની સાથે જ ભારતમાં પણ ઘણાખરા ફાયદાઓ જોવા મળશે અને જે ડિજિટલ ઇન્ડિયા નું વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે તે પણ ઘણાખરા બનશે સાકાર બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.