Abtak Media Google News

ચેમ્બરે રજૂ કરેલ પ્રશ્નોનું ટુંક સમયમાં નિરાકરણ લાવવા ઉદ્યોગમંત્રીએ હકારાત્મકતા દાખવી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેપાર – ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ માટે સરકાર સમક્ષ અવાર – નવાર રજુઆતો ધ્યાને મુકી હંમેશા અગ્રેસર રહી મહત્વની ભૂમિકા ભજવે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીએશનોના હોદાદારો સાથે તા.20-4-2023 ના રોજ રાજકોટ સરકીટ હાઉસ ખાતે રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતજીની અધ્યક્ષતામાં રાજકોટ – સૌરાષ્ટ્રના ઉદ્યોગોને લગતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા ઔપન હાઉસ યોજવામાં આવેલ હતું . તે દરમ્યાન રજુ કરાયેલ પ્રશ્નો અંગે તેનું તાત્કાલીક નિવારણ કઈ રીતે આવી તે શકે તેની ચર્ચાવિચારણા માટે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નેતૃત્વ હેઠળ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ્ને નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણી, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ નરેશભાઈ શેઠએ રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન  કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ પણ જોડાયેલ હતા .

ઉદ્યોગકારોને એમએસએમઈ ઈન્ડસ્ટ્રીઝ સ્થાપવા 6000 ચો.મી. જમીન 50%ના દરે આપવા

ગુજરાતમાં ઘણી  બધી એમએસએમઈ ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ એમએસએમઈ ની મર્યાદા આશરે 50 કરોડ સુધી વધારેલ  હોય તેને ધ્યાનમાંરાખી ને જીઆઈડીસીમાં  3000 ચો.મી.ને બદલે જો

6000 ચો.મી. જમીન ઉધોગકારોને 50 ટકાના  દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને એમ.એસ.એમ.ઈ સેકરટને બુસ્ટ મળશે

લોધીકા ઔદ્યોગીક વસાહતને રાહતદરે રેસીડેન્સીયલ દરે પીવાનું પાણી આપવું

રાજય સરકારની સીઆઈપી સહાય યોજના હેઠળ લોધીકા ઔધોગીક વસાહતમાં પાણી યોજના સાકાર થયેલ છે . વસાહતમાં પીવાના પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ન હોય ગુ.પા.પુ. બોર્ડ દ્વારા એનસી 20 પાઈપલાઈન માંથી 1 એમએલડી પાણી કનેકશન આપવામાં આવેલ છે. આ કનેકશન માત્ર પીવાના માણી માટે જ મંજુર થયેલ છે. આમ છતા ગુ.પા.પુ.બોર્ડ વસાહતને મળતા પીવાનાં પાણીના બીલની આકારણી ઔધોગીક વ5રાશના દરથી એટલે કે રૂ.56.59 / – પ્રતિ કી.લી.નાં ઉંચા દરથી કરે છે . વધુમાં આ દ2 માં દ2 વર્ષે 10 ટકા જેવો વધારો કરવામાં  આવે છે. પાણીના ઉંચા દર, પાર્ણી વિતરણ માટે થતો વિવિધ ખર્ચ જેવો કે મરામત, જાળવણી , ઈલેકટ્રીસીટી, વિતરણ એજન્સી વગેરે જેવા ખર્ચને કારણે પાણીનો વિતરણ દ2 પ્રતિ કી.લી. રૂા .99 / – (+ જીએસટી ) જેવો થાય છે . જે દર પીવાના પાણી માટે એમએસએમઈ માટે ખુબ જ વધારે ગણાય . આથી લોધીકા ઔધોગીક વસાહતને રાહત દરે અથવા રેસીડેન્સીયલના દરે પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

તમામ એમએસએમઈ એકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી આપવી

ગુજરાત રાજયમાં આશરે 4 લાખથી પણ વધુ MSME એકમો કાર્યરત છે અને નવા પણ સ્થપાઈ રહયા છે. રાજય સરકાર દ્વારા નવી ઔદ્યોગીક નિતી -2022 અમલમાં મુકેલ હોય જેમાં માત્ર માઈક્રો યુનીટોને (1 કરોડ સુધીના રોકાણકારોને) જ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી 10 % મળવાપાત્ર થાય છે . જયારે પાછળની તમામ ઔદ્યોગીક પોલીસીઓમાં માઈક્રો, સ્મોલ અને મિડીયમ એકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી મળવાપાત્ર થતી હતી . તેથી નવી ઔદ્યોગીક નિતીમાં તાત્કાલીક ફેરફાર કરી રાજયના તમામ MSME એકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી મળવપાત્ર થાય તેવી જોગવાઈ કરવી ખાસ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.