Abtak Media Google News

Table of Contents

ઈન્ફલુએન્ઝાના એબીસીડી ચાાર પ્રકાર પૈકી એ અને બી થક્ષ  મોસમ પ્રમાણે ઈન્ફેકશન જોવા મળે: હાલમાં H3N2 સાથે સંકળાયેલી બીમારીની ગંભીરતા મોસમી ફલુ જેવી છે

તાવ-શરદી-ઉધરસ-કફ જેવી સમસ્યા અત્યારે વધુ જોવા મળે છે: એચ3 એચ2 વાયરસ ફેલાતા સીઝનલ ઈન્ફેકશનના દર્દીઓ વધુ જોવા મળે છે

ઈન્ફલુએન્ઝા એ ના બે  પેટા પ્રકારોમાં એચ3 એચ2 અને  એચ 1 એન 1 છે: ઈન્ફલુએન્ઝાનો એ પ્રકારનો વેરિએન્ટ રોગચાળો ફેલાવી શકે તેવો: શકિત શાળી હોય છે, તેના  બી પ્રકારમાં સબ વેરિએન્ટ નથી હોતા અને  તે ફકત  તાવનું લક્ષણ છે

આ રોગ મોટે ભાગે સ્વ. મર્યાદિત છે, એટલે કે   દર્દી લક્ષણો આધારીત  ટ્રીટમેન્ટ કરે કેદવા લીધા વિનાપણ સ્વસ્થ થઈ શકે છે

પ્રવર્તમાન ઋતુ ચક્રમાં વિવિધ પ્રકારની માંદગી જોવા  મળી રહી છે. ત્યારે બાળથી મોટેરા તેની ઝપટમાં આવી જાય છે. વર્ષોથી વર્ષનાઆ  મહિનામાં સામાન્ય રીતે  શરદી ઉઘરસ,  તાવ, ઝાડા ઉલ્ટી જેવા સીઝનલ સમસ્યા  વધુ જોવા મળતી હોય છે, પણ કોરોના મહામારી બાદ આ વર્ષે વધુ પ્રકારના આવા  કેસો જોવા મળી રહ્યા છે.  અત્યારની  નાની  મોટી સમસ્યા  જોખમી ન હોવાથી પણ  લોકો એ તકેદારી રાખવી જરૂરી છે. ન્યુમોનિયાની અસર જોખમ  વધારી શકે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ ચેતવણી આપી છે. કે વિવિધ  વાયરસો તેના વિવિધ   વેરિએન્ટ સાથે આવી રહ્યા છે. ત્યારે પૃથ્વીવાસીઓએ સાવચેતી રાખીનેતેની સાથે જીવતાં શીખી લેવું પડશે.

ઈન્ફલુએન્ઝાના  એ,બી,સી,ડી, એમ ચાર પ્રકારો જોવા મળે છે,તેમાં એ અને બીથી મોસમ પ્રમાણે ઈન્ફેકશન જનસમુદાયમાંજોવા મળે છે.  હાલ  નાના બાળકોમાં ઠંડી ગરમીની મિકસ ઋતુમાં શરદી-તાવ, ઉધરસ, કફ, ઝાડા, ઉલ્ટીજેવી સમસ્યા જોવા મળે છે. આજ પ્રમાણેેની સમસ્યા મોટામાં પણ  જોવા મળી રહી છે. હાલમાં એચ.3 એચ.2 વાયરસ ફેલાતા   સીઝનલ વાયરસ ઈન્ફેકશનના  દર્દીઓ   વધુ જોવા મળે છે. ઈન્ફલુએન્ઝાએના બે પેટા પ્રકારો એચ.3, એચ.2 અને  એચ.1, એચ.2 છે તેનો એ પ્રકારનો વેરિએન્ટ રોગચાળો  ફેલાવી શકે તેવો શકિતશાળી  હોય છે. તો બી પ્રકારના સબવેરિએન્ટ નથી હોતા તે  ફકત તાવનું  લક્ષણ જોવા મળે છે.

આપણા દેશમાં એચ.3, એચ.2 વાયરસને  કારણે બે  લોકોના  મોતના અહેવાલ છે. તેના લક્ષણો, સારવાર વિશે જાણવું જરૂરી છે.  સાવચેતી એજ  સલામતી મુજબ ચેપી રોગોમાં સાવધાની રાખવી જરૂરી છે.  ઈન્ફલુએન્ઝા જેવી બિમારી પણ તકેદાી ન લેવાતા જોખમી બમની શકે છે. હાલ દેશમાં ફલુ જેવા વાયરસના   વધતા કેસો  ચિંતાનું  કારણ બની રહ્યા છે. સીડીસી મુજબ એચ.3, એન2 એ બિન માનવમાં ચેપ લગાવે છે.જેને સ્વાઈન  ઈન્ફલુએન્ઝા વાયરસ તરીકે ઓળખાય છે.  જયારે આ વાયરસ માનવીને ચેપ લગાડે ત્યારે તેને વેરિએન્ટ વાયરસ  કહેવાયય  છે.સીડીસીના અહેવાલ મુજબ 2011માં  એવિયન, સ્વાઈન અને હ્યુમન વાયરસ અને 2009નાં એચ.1, એન.2 રોગચાળાના વાયરસ એમ જીનમાંથી જનીન ધરાવતા મનુષ્યોમાં ચોકકસ પ્રકારનાં  એચ.3 એચ.2 પ્રકારનો વાયરસ જોવા મળ્યો હતો.

હાલમાં એચ3,એચ2 સાથે સંકળાયેલા બીમારીની ગંભીરતા મોસમી ફલુ જેવી છે જેના લક્ષણોમાં તાવ,ઉધરસ અને નાક વહેવુ જેવી શ્ર્વસન સમસ્યા ઓ સાથે શરીરમાં કડતર, દુ:ખાવો, ઉબકા, ઉલ્ટી, ઝાડા સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે.   સામાન્ય રીતે  આવા લક્ષણો માત્ર  7-8 દિવસ જોવા મળે છે, જોકે  ઘણા તો તેને  લાંબો સમય  સહન કરી શકતા હોય છે. હાલમાં એચ.3, એચ.2  માટે ઝાનામીવિર, એસેલ્ટામિવીર, પેરામિવીર અને બાલોકસાવીર જેવી દવા ઉપલબ્ધ છે.

હાલના પ્રવર્તમાન  રોગચાળાની સિઝનમાં ભીડવાળી  જગ્યાએ જવાનું ટાળવું નિયમિત  હાથ ધોવા,  ખોરાક લેતા  પહેલા અને      તમારા નાક, ચહેરાને કે મોંને સ્પર્શ   કરતા પહેલા હેન્ડ વોશ  કરવા હિતાવહ છે. જોકે કોરોના  મહામારી બાદ  આવી બાબતોમાંલોકો વધુ  જાગઢત થઈ ગયા છે.તાજેતરમાં  ઈન્ડિયન  કાઉન્સિલ ઓફ મેડિકલ  રીસર્ચ (આઈસીએમઆર)એ પણ જણાવેલકે  ભારતના કેટલાક   ભાગોમાં  તાવ અને તાવ સાથે   ઉધરસ એક અઠવાડીયા સુધી ચાલે  તેવા કેસો વદુ જોવા મળી રહ્યા છે.

શ્ર્વસન અને  ગંભીર સારવાર દવાની સમસ્યા સાથે કોવિડ યુગના નિવારક પ્રોટોકોલને ફરી શરૂ કરવાનો સમય આવી ગયો છે., કારણ કે આપણે હવે વિકસતા  વાયરસ સાથે વધુને વધુ જીવવું પડશે. હાલનું વાતાવરણ જોખમી ન હોવાની વાત પણ મેડીકલ  જગત કરી રહ્યું છે. એચ.3, એચ.2 ને કારણે  1968માં ફલુ રોગચાળો થયો હતો. જેને કારણે વૈશ્ર્વિક સ્તરે લગભગ 10 લાખ લોકો અને અમેરિકામાં  એક લાખ  લોકો મૃત્યુ  પામ્યા હતા એક તારણ મુજબ  એચ.3, એચ.2 દ્વારા થતો ચેપ સામાન્ય રીતે પાંચથી સાત દિવસ સુધી રહે અને તાવ ત્રણ દિવસ પછી  જતો રહે છે, જોકે ખાંસી ત્રણ અઠવાડીયા સુધી ચાલુ રહેતી જોવા મળે છે.

હાલના વાતાવરણમાં  તંદુરસ્ત  આહાર જેમાં ફળો અને શાકભાજી  સાથે રોગ પ્રતિકારક શકિત વધારવી  અને  પ્રવાહી વધુ પીવું ઘરે રાંધેલો  ખોરાક   જેમાં ઓછા મસાલા અને ઓછી ચરબી વાળો ખોરાક ખાવાથી ઘણી રાહત રહે છે. છેલ્લા પાંચ દાયકામાં વાયરસનો ફેલાવો  નાટકીય રીતે વિકસીત થયો છે. કારણ કે  1960  અને  1970ના દાયકાના અંતમાં  જન્મેલા   લોકોને    બાળકો તરીકે   તેનો ચેપ લાગ્યાનું એક સર્વેના તારણમાં જોવા મળે છે.

કોને જોખમ વધારે?

પાંચ વર્ષથી  નાન બાળકો કે  60 થી વધુ વયના  સિનિયરો  સાથે સગર્ભા સ્ત્રી,  અસ્થમા,  હૃદયરોગી, ડાયાબીટીસ, નબળી રોગ પ્રતિકારક  શકિત અને ન્યુરોલોજિકસ કે ન્યુરોડેવલપમેન્ટલ જેવી લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિઓ ધરાવતા લોકો જો આ વાયરસથી સંક્રમિત થાય તો જોખમ વધી શકે છે.  જો કેઆ  અગાઉ પણ એચ.3, એચ.2 વાયરસ હતો જે તે કોઈ નવો નથી આ રોગ મોટા ભાગે સ્વ. મર્યાદિત છે એટલે કે  દર્દી લક્ષણો આધારીત ટ્રીટમેન્ટ કરે કે  દવા લીધા વિના પણ  સ્વસ્થ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.