Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં એઇડસ 1981 માં પ્રથમવાર જોવા મળ્યો હતો: જે આપણાં દેશમાં 1986માં જોવા મળેલ હતો. આજે 4ર વર્ષે પણ તેની કોઇ રસી કે સારવાર  મેડીકલ સાયન્સ શોધી શકયું નથી. છેલ્લા દોઢ દાયકામાં તેની સારવાર નિદાનમાં પ્રગતિ થતાં એઇડસના વાયરસ એચ.આઇ.વી. સાથે જીવતો વાહક હવે સારુ ગુણવત્તાસભર જીવન જીવી શકે છે, તેનું કારણ એન્ટિ રિટ્રો વાયરલ ડ્રગ છે. પ્રારંભમાં દુનિયામાં હાહાકાર મચાવનાર એઇડસમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. વિશ્વમાં સૌથી વધુ પ્રચાર પામેલો આરોગ્ય સમસ્યાનો કોઇ શબ્દ હોય તો તે એઇડસ છે. આજે વૈશ્ર્વિક સ્તરે 57 ટકા જેટલો નવા દર્દીઓ ઘટાડો જોવા મળી રહ્યો છે, જે તેના નાબુદી માટે મોટો આશાવાદ છે.

યુ.એન.એઇડસના નવા અહેવાલમાં જણાવે છે કે એઇડસને 2030 સુધીમાં નાબુદ કરી શકાય એમ છે. આ નિયંત્રણ અને નાબુદી માટે વૈશ્ર્વિક સ્તરે આગામી 7 વર્ષ અર્થાત રપપપ દિવસ અતિ મહત્વના છે. એઇડસ નાબુદી રોડમેપ 2030ને ભવિષ્યના રોગચાળા માટે તૈયાર કરવામાં અને તેનો સામનો કરવાની સાથે ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને હાંસલ કરવામાં મદદ કરશે. ધ પાથ ઘેટ એન્ડ એઇડસ એક આશા સાથે સમગ્ર વિશ્વ એક સાથે લડી રહ્યું છે. દર 1લી તારીખે વિશ્વ એઇડસ દિવસ ઉજવાય છે, સાથે આ દિવસથી બીજા વર્ષના 30 નવે. સુધી અર્થાના 2023-24 સુધી સતત જનજાગૃતિ સાથે તેના વાહકોને સંપૂર્ણ આરોગ્ય સેવા મળે તેવા આયોજન પર ભાર મુકયો છે.

ભંડોળની અછત, નીતિ અને નિયમકારી અવરોધો, ક્ષમતાઓની મર્યાદાઓ અને નાગરિક, સમાજ અને હાંસિયામાં ધકેલાય ગયેલા સમુદાયોના માનવ અધિકારો પરના ક્રેક ડાઉન , એચઆઇવી નિવારણ અને સારવાર સેવાઓની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે

42 વર્ષ બાદ પણ આજે એચ.આઇ.વી – એઇડસ સાથે જીવતાં વાહકોને નિદાન, સારવાર, દવા તેના અધિકારો અને ભેદભાવ જેવા ઘણા મુદ્દાઓમાં તકલીફ પડી રહી છે, જે તેના અંકુશમાં અવરોધ કરે છે. ભંડોળની અછત, નીતિ અને નિયમકારી અવરોધો, ક્ષમતાઓની મર્યાદાઓ અને નાગરીક અને સમાજ જે હાંસીયામાં ધકેલાય ગયા છે તેવા સમુદાયો તેના નિવારણ અને સારવારમાં અને પ્રગતિમાં અવરોધ કરે છે. પરિવર્તન એકક્ષણ નહી, પણ એક ચળવળના સ્વરુપ પર આધાર રાખે છે. આગામી 2023-24 માટે સમુદાયને નેતૃત્વ કરવા દો નો સંદેશ અપાવો છે. એઇડસનો ખાત્મો બોલાવવા માર્ગને અનુસરવા વિશ્વના સમુદાયને નેતૃત્વ કરવા દેવાની જરુર છે.

વૈશ્ર્વિક સ્તરે એઇડસ રોગચાળાને 2030 સુધીમાં સમાપ્ત કરવા માટે ફાસ્ટટ્રેક ની વ્યુહ રચના ઘડવામાં આવી છે. છેલ્લા વૈશ્ર્વિકસ્તરનાં આંકડા જણાવે છે કે વિશ્વમાં હાલ 39 મિલિયન દર્દીઓ છે, તો ગત 2022 માં એક જ વર્ષમાં નવા 1.3 મિલિયન નવા સંક્રમિત થયા હતા. ગત વર્ષમાં 630 હજાર લોકો એઇડસ સંબંધિત બિમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. યુનાઇટેડ નેશન દ્વારા પણ આગામી 7 વર્ષમાં તેના નાબુદી માટે પગલાં લેવા સર્વ દેશોને આહવાન કરેલ છે. એક પહેલમાં પણ આગામી બે વર્ષમાં તેના સંક્રમિતની સંખ્યામાં 75 ટકા અને 2030 માં 90 ટકાથી વધુ ઘટાડવાના પ્રયાસ પર ભાર મુકયો છે. હાલના સમયમાં એન્ટિ રિટ્રો વાયરલ થેરાપીમાં પ્રગતિ અને સારવારમાં વપરાતી દવાઓને કારણે તેના વાહકોનો લાઇફ સ્થાન વધારી દીધો છે. 1996 થી 2022 વચ્ચે લગભગ 21 મિલિયન એઇડસ સંબંધિત મૃત્યુને અટકાવવામાં સફળ થયા છીએ.

‘લેટ કોમ્યુનિટીસ લીડ’ તેના અંકુશ માટે સૌથી અગત્યની બાબત છે, જે સમગ્ર 2023-24 માં અનુસરીને વિશ્વ એક જુથ થઇને લડત લડશે. જે સમુદાયો આગેવાની લઇને લડત લડે છે. તેને સમાજના દરેક વર્ગે સહયોગ આપવો જરુરી છે, કારણ કે આજે પણ દરરોજના હજારો નવા સંક્રમિત વૈશ્ર્વિકસ્તરે જોવા મળે છે. આપણે 95 ટકા સુધી તેની જીવન રક્ષક દવા પહોચાડવામાં પણ હજી સફળ થયા નથી ત્યાં તેની રોકયામ કે અંકુશ નાબુદીમાં તો કયારે પહોંચીશું, આગામી 7 વર્ષ સમુદાયોને તેની લીડરશીપની ભૂમિકામાં સક્ષમ અને સમર્થન આપવા માટેનો આ એકશન કોલ છે. એઇડસનો અંત શકય છે, તે આપણી સમજમાં છે,, પણ તેના અંત માટે અનુસરવા માટે વિશ્વ સમુદાયોને નેતૃત્વ કરવા દેવાની જરુર છે.

એઇડ્સને ખાત્મો બોલાવવા ‘એન્ડ એઇડ્સ-2030’ નો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે: પરિવર્તન એક ક્ષણ નહીં, પણ એક ચળવળ પર આધાર રાખે છે, આ વર્ષ 2023-24 માટે ‘સમુદાયને નેતૃત્વ કરવા દો’ નો સંદેશ અપાયો છે: એઇડ્સનો અંત લાવે તેવા માર્ગને અનુસરવા માટે વિશ્વના સમુદાયોને નેતૃત્વ કરવા દેવાની જરૂર છે

ત્રીજા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG-3) માં 2030 સુધીમાં HIV/AIDS મહામારીનો અંત લાવવાનું  લક્ષ્યાંક છે. 2010 થી 2030 વચ્ચે નવા સંંક્રમણ અને તેનાથી થતા મૃત્યુમાં 90 ટકા ઘટાડો થશે એવી આશા છે, જો કે હાલ તેમાં 57 ટકા સફળતા મળી છે. હાલ 39 મિલિયન પૈકી 29.8 મિલિયનને જ જીવન રક્ષક દવા પહોંચાડી શકયા છીએ. દર વર્ષે 18 મેના રોજ વિશ્વ એઇડસ રસી દિવસ પણ ઉજવાય છે, જે 1998 થી ઉજવાય છે. 1987 થી આપણે દર વર્ષે એઇડસ દિવસ ઉજવણી કરીએ છીએ. આજે આપણે બાળકો, સ્ત્રીઓ, યુવાનો જ નહી પણ તમામ ઉંમરના લોકોમાં તેના ચેપ્ટનું પ્રમાણ અટકાવવું જરુરી છે. માતા દ્વારા બાળકને મળતા ચેપમાં ઘણી સારી સફળતા મળતાં એક મોટી આશા તેના અંકુશની મળી છે. 1988 થી દર વર્ષે યુ.એન. એઇડસ તેની સામે લડાઇ લડવા એક વૈશ્ર્વિક સુત્ર આપે છે, જેની છત્રછાયા તળે આખુ વર્ષ ઝુંબેશ ચેલાવાય છે.

આજે પણ સમાજમાં ઘણા લોકોને તેની ખબર નથી અને તેના લક્ષ્ણો વિશે જાણતા નથી. અસુરક્ષિત જાતિય વ્યવહારોની ટેવવાળાને સૌથી વધુ ભય રહેતો હોવાથી જન જાગૃતિ એક માત્ર રામબાણ ઇલાજ છે. એઇડસને જાણો અને એઇડસને ટાળો, એઇડસ એક સામાજીક જવાબદારી છે, એચ.આઇ.વી. સાથે જીવતાં અનાથ બાળકોના શિક્ષણ, રોજગાર, આવાસ જેવા ઘણા પ્રશ્ર્નો છે. જેમાં સમાજ સહયોગ જરુરી છે.  એચ.આઇ.વી. સાથે જીવતાં લોકોને સરળતાથી નિદાન-સારવાર દવા મળવી અતિ જરુરી છે. છત)ં આજે તેમાં ભેદભાવ જોવા મળી રહ્યા છે.

‘સૌ સાથે મળીને એઇડસને અટકાવવીએ’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.