Abtak Media Google News

ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટાઇઝેશન

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી મોટુ કદમ ડિઝિટલ ઇન્ડિયા મુહિમ છે. જેના થકી પેપરલેસ ગવર્નન્સ અને નાગરિકોને જરૂરી સેવાઓ સરકારી યોજનાઓના લાભો ઘરે બેઠા ઉપલબ્ધ થયા છે. ગુજરાત પણ ડિઝિટલ સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર રહ્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસુલ ક્ષેત્રે વધુ પારદર્શકતા લાવવા માટે થયેલી ડિજિટલ ક્રાંતિ નાગરિકો ક્યારેય ભૂલી નહિ શકે. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. શ-ઘછઅ પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે તે સુવિધા પણ શ-ઘછઅ પર ઉપલબ્ધ છે. એટલુ જ નહિઓ, શછઈખજ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યુ છે. તે ઉપરાંત નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-2, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરી દઇ સેવાઓ વધુ સરળ બનાવી દેવામાં આવી છે.

ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનીયા સ્કેન કરી વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. તેમજ હવે, અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં. 6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.