Abtak Media Google News

ચેકિંગ સ્કવોડના અધિકારીઓને પરીક્ષાના આગલા જ દિવસે કર્યા સેન્ટર પર જવાનું તેનો ઓનલાઇન ઓર્ડર મળશે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજની એ-ગ્રેડની યુનિવસીટી ગણવામાં આવે છે. અને તમામ યુનિવર્સીટીમાં સૌરાષ્ટ્ર યુનિવસીટીઓમાં ડીજીટલાઇઝેશન ક્ષેત્રે અગ્રેસર રહી છે. અને યુનિવર્સીટીની સફળતામાં વધુ એક ઉમેરો થયો છે. ડીજીટલાઇઝ કરવાના ભાગરુપે વધુ એક પગલું હાથ ધરવામાં આવ્યું છે. યુનિવર્સીટી સંપૂર્ણ પણે પેપરલેશ બને તે માટે પહેલ હાથ ધરવામાં આવી છે. પરીક્ષા દરમીયાન હવેથી ચેકીંગ સ્કોવર્ડ મુકાઇ ત્યારે અધિકારીઓને પરીક્ષાના આગલા દિવસે કઇ કોલેજમાં જવામાં થાય તેના ઓટોમેટીક ઓર્ડર જનરેટ થઇને ઓનલાઇન રીલીઝ થઇ જશે.

આ એપમાં બેક એન્ડ સિસ્ટમ અને ફટ એન્ડ સિસ્ટ તૈયાર કરવામાં આવી છે. તમામ ચેકીંગ સ્કોવર્ડ ની પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે અને પરીક્ષા વિભાગમાં જનરેટ કરાયેલી નવી સિસ્ટમથી કેટલા કોપીકેસ થયા તેની વિગતો હવે ઓનલાઇન જોવા મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે અબતક સાથેની વાતચીત દરમીયાન જણાવ્યું હતું કે ૨૦૧૫ થી ડીજીટલ ઇન્ડિયાનું સપનું વડાપ્રધાનનું સાકાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ડીઝીટલ યુનિવસીટી થાય તે માટેના પ્રયાસ સતત ચાલુ છે. હાલ યુનિવર્સીટીમાં કુલ ૩ લાખ વિભાર્થી છે. અને એ ત્રણ લાખ વિઘાર્થીઓમાંથી ર લાખ ૫૪ હજાર વિઘાર્થી ડીઝીટલ પેમેન્ટ મોડ ઉપર અમે લાવ્યા છીએ. પ્રથમ યુનિવસીટી છે કે જે કેશલેશ યુનિવર્સીટી તરીકે આગળ વધી છે. ઘણા પ્રકલ્પોને પણ ઓનલાઇન કરવામાં આવ્યાં છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોઇ વિઘાર્થીઓએ રિએસેસમેન્ટનું ફોર્મ કે એલીજીબીલીટ ફોર્મ મેળવવું હોય તેમજ તેનું પેમેન્ટ પણ ઓનલાઇન કરવામાં પ્રક્રિયાઓ હાથ ધરાઇ છે. તેવો ડીઝીટલ વે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ઉભો કર્યો છે. અને ખાસ તો પરિક્ષા દરમીયાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષાના ર૦૦ કેન્દ્રો ઉપર ર૦૦ ટીમ મુકવામાં આવે તો સમય બગડે તો તેને લઇ એક એપ શોધવામાં આવી અને ખાસ તો આ એપમાં અઘ્યાપકોની કેટેગરી ૧, ર અને ૩ એમ સમાવિષ્ટ કરવામાં આવી છે.

અઘ્યાપકો સેન્ટરમાં કયાંય જવાના છે તેનો ખ્યાલ આવે એટલે આ એપથી કુલપતિના તેમજ પરીક્ષા નિયામકના કામના કલાકો બચે આ ઉપરાંત યુનિવર્સીટી કેશલેસની સાથો સાથ પેપર લેશ બને તેવા પ્રયાસો હાથ ધરાયા છે. નાણાકીય વહીવટ મેલ દ્વારા કરવામાં આવે છે. પેપરલેશ ૯૦ ટકાનું કામ પૂર્ણ થયું છે. દર પંદર દિવસે નવું ફિચર્સ એપમાં મુકવામાં આવે છે. ૩ લાખ માંથી ર લાખ પ૪ હજાર વિઘાર્થીઓ ગેટ-વે પેમેન્ટ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.