Abtak Media Google News

પશ્ચિમ બંગાળમાં રથયાત્રાને લઇને ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાત્તા હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસની બેંચે રથયાત્રાની અનુમતિને રદ્દ કરી દીધેલ છે. ગુરૂવારનાં રોજ એકલ બેંચે ભાજપને ત્રણ રથયાત્રાની પરવાનગી આપી હતી. મમતા સરકારે એકલ બેંચનાં નિર્ણય વિરૂદ્ધ મોટી બેંચમાં અરજી કરી હતી. 

Advertisement


મુખ્ય ન્યાયાધીશ દેવાશીષ કારગુપ્તા અને ન્યાયમૂર્તિ શમ્પા સરકારની ખંડપીઠે મામલો પરત એકલ પીઠની પાસે મોકલતા કહ્યું કે, તેઓ આનાં પર વિચાર કરતી વેળાએ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ ખાનગી સરકારી એજન્સીને ધ્યાનમાં રાખે. બે જજોની પીઠે આ આદેશ રાજ્ય સરકારની અપીલ પર સુનાવણી બાદ આપ્યો કે જેમાં એકલ પીઠનાં આદેશને ચેલેન્જ આપી. 

મમતા સરકારનાં નિર્ણય વિરૂદ્ધ ભાજપે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુરૂવારનાં રોજ નિર્ણય ભાજપનાં પક્ષમાં આવ્યો હતો. પરંતુ આજે બાજી કંઇક પલટાઇ ગઇ. હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસની બેંચે નિર્ણયને પલટાવતા રથયાત્રાની પરવાનગીને રદ્દ કરી દીધી. 

બેંચનાં નિર્ણયને મમતા સરકારને માટે ઝટકો ગણાવવામાં આવી રહેલ છે કેમ કે, તેઓએ ભાજપની રથયાત્રાની પરવાનગી નહીં આપી હતી. પરંતુ શુક્રવારનાં રોજ ભાજપ માટે ઝટકો સાબિત થયો. મોટી બેંચે ચુકાદાને પલટાવતા રથયાત્રા પર પ્રતિબંધ યથાવત રાખવાનો ચુકાદો સંભળાવ્યો. રદ કરી છે.

સિંગલ બેન્ચના નિર્ણયને મમતા સરકારને મોટો ઝટકો બતાવવામા આવ્યો હતો.કેમકે તેમણે BJPની રથ યાત્રાને માન ન આપ્યું.પરંતુ શુક્રવારનો દિવસ ભાજપ માટે ઝટકા વાળો સાબિત થયો.મોટી બેન્ચ આ નિર્ણયને  બદલીને  રથયાત્રા પર પ્રતિબંધનો નિર્ણય સભળાવ્યો.

રાજ્ય સરકારના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ આ રથયાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. આ આદેશને રદ કરીને ન્યાયમૂર્તિ તાપબ્રત ચક્રવર્તીએ એક જ ખંડપીઠે ગુરુવારે ભાજપના રથ યાત્રા કાર્યક્રમને મંજૂરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.