Abtak Media Google News

એક હજારથી વધુ પ્રોજેકટસ મેજિક શો, નેટ શો, બાળ સર્કસ જેવી આકર્ષક ઈવેન્ટ સાથે ફુડ ઝોન ગેમઝોન: મેગા ઈવેન્ટની સફળતા માટે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ અબતકના આંગણે

બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવીએ ખુબ જ મહેનતનું પરંતુ આવશ્યક કામ છે. આવું જ કંઈક કરી રહી છે રાજકોટ-પડધરીની ક્રિસ્ટલ સ્કુલ્સ દ્વારા ક્રિસ્ટલ એકસ્પો-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો પ્રોત્સાહિત કરવા અને એકસ્પો નિહાળવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓએ અબતકની મુલાકાત લીધી.

ક્રિસ્ટલ સ્કુલ્સ (રાજકોટ-પડધરી) વિદ્યાર્થીઓની વ્યકિતગત આવડતને ઓળખી તેનામાં રહેલી આંતરીક શકિતને યોગ્ય દીશા આપવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. શાળાના વિદ્યાર્થીઓએ પણ આ મંત્રને સાકાર કરતા હોય તેમ અભ્યાસ, રમત-ગમત, સંશોધન જેવી ઈતર પ્રવૃતિ ક્ષેત્રે અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કિર્તી મેળવી છે તે માટે શાળાના વાર્ષિક આયોજનમાં જ અભ્યાસની સાથે સાથે બાળકના શારીરિક-માનસિક અને બૌઘ્ધિક વિકાસના કાર્યક્રમોને આવરી લેવામાં આવે છે. તેમજ દર વર્ષે એક મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે બાળ વૈજ્ઞાનિકો અને બાળ કલાકારોનો અદભુત સમન્વય કરી તા.૨૫/૨૬ ડિસેમ્બર (પડધરી બ્રાંચ) તેમજ તા.૨૯/૩૦ ડિસેમ્બર (રાજકોટ બ્રાંચ)માં ક્રિસ્ટલ એકસ્પો-૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ૧૦૦૦થી વધુ પ્રોજેકટસ તેમજ ડિઝનીલેન્ડ, મેજીક-શો, સ્માર્ટ સિટી, નેટ-શો, વૈજ્ઞાનિક રહસ્યો, ગ્રામ્ય સંસ્કૃતિ, પ્રાચિન શિક્ષણ પ્રણાલી, ઈ-કોમર્સ, ફેશન-શો, અંતરીક્ષના રહસ્યો, કમ્યુનિકેશન સ્કીલ, રોબોટીકસ, ૩-ડી શો, હોરર હાઉસ, વર્લ્ડ ટાઈમ ઝોન, મેથ્સ મેજીક, ફલાવર શો, ટેકનોસીટી, બાળ સર્કસ તેમજ થીમ બેઈઝ કલ્ચરર ઈવેન્ટ સાથે બાળકો દ્વારા સંચાલિત ફુડ ઝોન, ગેમઝોન, બાઝાર જેવી અનેક આકર્ષક ઈવેન્ટનો સમન્વય કરવામાં આવ્યો છે.

આ તકે સામાજીક ઉતરદાયિત્વ નિભાવવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે શાળાના ચેરમેન રણજીતસિંહ ડોડીયાએ ઉત્કૃષ્ટ આયોજનને આકાર આપતી ઈવેન્ટ ક્રિસ્ટલ એકસ્પો-૨૦૧૮ તૈયાર કરવાનો સંપૂર્ણ શ્રેય શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેના વાલીને આપ્યો હતો. તેમજ સમગ્ર નગરજનને એકસ્પો નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.