Abtak Media Google News

વહીવટી કુશળતા અને એકસુત્રતાથી પારદર્શક એડમીનીસ્ટ્રેશનનો નવો પ્રયોગ શ‚ કરાશે: કુલપતી નીલામ્બરી દવે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ નોન-ટીચીંગ કર્મચારીઓને વહિવટી કામગીરીમાં સરળતા અને એકસુત્રતા જળવાઈ રહે તથા વિવિધ વિભાગોમાં કાર્ય કરતાં કર્મચારીઓ વચ્ચે તેમના અનુભવ અને જ્ઞાનનાં આદાન-પ્રદાનનું પ્લેટફોર્મ ઉભું થાય તે પરિપેક્ષમાં કુલપતિ પ્રો.નિલામ્બરીબેન દવે, સિન્ડીકેટ સદસ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો.મેહુલભાઈ ‚પાણી, આઈકયુએસીનાં ડાયરેકટર પ્રો.ગીરીશભાઈ ભીમાણી, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ આઈકયુએસી અને સીસીડીસીના સંયુકત ઉપક્રમે યુનિવર્સિટી કેમ્પસ ઉપર કાર્યરત અને પ્લેસમેન્ટનાં તમામ કર્મચારીઓને એક અઠવાડીક મણકામાં તાલીમ આપવાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુનિયર અને સિનીયર આસીસ્ટન્ટ ૫૦ જેટલા કર્મચારીઓને પ્રથમ તબકકાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

Advertisement

સમગ્ર તાલીમશાળાનું સંકલન કરતાં આઈ.કયુ.એ.સી.નાં સંયોજક પ્રો.આલોક ચક્રવાલે જણાવેલ કે એક અઠવાડિયાની તાલીમ દરરોજ બે કલાક વહિવટી પ્રક્રિયાના જુદા જુદા આયામો મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહિવટી નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા સીસીડીસી ખાતે આપવામાં આવેલ હતી અને આવનારા દિવસોમાં આઈકયુએસી અને સીસીડીસીના માધ્યમથી વહિવટની ગુણવતા દ્વારા કેરિયર ડેવલોપમેન્ટની તાલીમ ૫૦-૫૦ કર્મચારીઓની બેચ કરી મણકાં સ્વ‚પે આપી હતી. તાલીમ શાળામાં વહિવટી પ્રક્રિયા સરળ બનાવવા ઉપયોગી કોમ્પ્યુટર અને આઈ.સી.ટી.ના વિવિધ આયામો અંગે ડો.નયનભાઈ જોબનપુત્રા, ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી મારફત પ્રકાશિત વહિવટી લેખન-પરીપાટી મુજબ સરકારી તંત્રમાં થતા લખાણનાં પ્રકાર, દૈનિક વ્યવહારના વહીવટી શબ્દો નોંધ અને મસુદા લેખન, ઠરાવો, પરિપત્રો, જાહેરનામા, હુકમો, ફોર્મ વગેરે આયામો ઉપર ખુબ સરળશૈલીથી પ્રો.ગીરીશભાઈ ભીમાણીએ માહિતી અધિકાર નિયમન-૨૦૦૫નાં વિષય ઉપર આર.ટી.આઈ. કાયદાની સરળતાથી સમજ અને પ્રશ્નો અંગે જાણીતા અધિકારી શૈલેષભાઈ સગપરીયાએ, યુનિવર્સિટીના રોજ-બરોજના વહિવટમાં સરળતા સંદર્ભે કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયાએ, ભારત સરકાર અને રાજય સરકારનાં ગર્વમેન્ટ ઈ-માર્કેટીંગ, એન-પ્રોકયોરમેન્ટ, ટેન્ડરીંગ, કવોટેશન વગેરેની સરળ સમજ ઓડીટર લીનાબેન ગાંધીએ અને ટેલીફોન, ઓન-ટેબલ, આંતર ચર્ચા સંદર્ભ વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે સાથે કેવી રીતે પ્રભાવી કોમ્યુનિકેશન કરી સંસ્થાની ગરીમા વધારી શકાય તેવા રસપ્રદ વિષય ઉપર જીટીયુના નિષ્ણાંત ડો.દિલીપભાઈ આહીર મારફત કર્મચારીઓને વહિવટી કુશળતાની પાઠશાળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.

તાલીમશાળાનું ઉદઘાટન અને પૂર્ણાહુતિ સત્રમાં ઉપસ્થિત રહી યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા કુલપતિ પ્રો.નિલાંમ્બરીબેન દવેએ જણાવેલ કે વહિવટી કુશળતા અને એકસુત્રતાના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓના જ્ઞાન અને અનુભવનો લાભ સાથી કર્મચારીઓને મળે અને તેના માધ્યમથી યુનિવર્સિટીની ગુણવતામાં ઉતરોતર વધારો થાય તે પરીપેક્ષમાં તાલીમશાળાનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.